GSTV

‘હવે ટેન્ક અને તોપથી નહીં ચાલે, સીધુ પરમાણુ યુદ્ધ થશે’, ઈમરાન ખાનના મંત્રીએ આપ્યુ એવું નિવેદન આપ્યુ કે પાકિસ્તાનમાં જ…

પોતાના વિચિત્ર નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેનારા પાકિસ્તાનના રેલવેપ્રધાન શેખ રશીદે ફરી એક વખત ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાન પાસે નાનકડા પરમાણુ બોંબ હોવાનું જણાવી ચૂકેલા શેખ રશીદે જણાવ્યું કે હવે ભારત સાથે યુદ્ધ પરંપરાગત રીતે નહીં થાય.

હવે સીધું પરમાણુ યુદ્ધ

પરંતુ સીધું જ પરમાણુ યુદ્ધ થશે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શેખી મારી કે હવે એવું યુદ્ધ નહીં થાય કે જેમાં 4-6 દિવસ સુધી ટેંક અને તોપ ચાલે. ફાઇટર જેટ અને નેવી સામસામા ગોળા ફેંકે. પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધું જ પરમાણુ યુદ્ધ થશે.

પહેલા પણ આપી ચુક્યા છે આવા નિવેદનો

મહત્વનું છે કે શેખ રશીદ આ પહેલા પણ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. કેટલાક દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે સવાસો ગ્રામ અને અઢીસો ગ્રામના પણ પરમાણુ બોંબ છે. જે કોઇ ખાસ ટાર્ગેટ પર વાર કરી શકે છે.

Read Also

Related posts

ગુજરાતમાં ફરી લાગુ થઈ રહ્યું છે લોકડાઉન: સરકાર પાડી રહી છે નવું જાહેરનામું, આખરે સરકારમાંથી થયો આ ખુલાસો

Mansi Patel

VIDEO: ગુજરાતી મહિલાઓ ધ્યાનથી જુઓ અહીં, કસરત પણ થશે અને ઘઉં પણ દળાઈ જશે !

Pravin Makwana

મહિલા નેતાઓ ભાજપમાં નથી સુરક્ષિત/ કાર્યાલયમાં રોકી બાંહોમાં લઈ શરીરના અંગો પર જ્યાંને ત્યાં ટચ કરે છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!