GSTV
Bollywood Entertainment Trending

બોલીવૂડના સ્ટાર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાનના બીજા દીકરાના નામનો થયો મોટો ખુલાસો, જાણી લો તૈમુર બાદ શું પાડ્યુ નામ?

કરીના

બોલીવૂડના સ્ટાર દંપતિ કરીના કપૂર અને સૈફ અલી ખાને પોતાના પહેલાં બાળકનુ નામ તૈમૂર રાખ્યુ ત્યારે તેને લઈને દેશમાં વિવાદ પણ થયો હતો. હવે તેમણે બીજા સંતાનને તાજેતરમાં જન્મ આપ્યો છે અને તેનું નામ શું રાખવામાં આવ્યુ છે તે જાણવા માટે કરીના અને સૈફના ચાહકો ઉત્સુક છે. અત્યાર સુધી તો તેમના બીજા પુત્રની ઝલક જોવા મળી નથી પણ તેના નામને લઈને ખુલાસો થયો છે.

સૈફ અને કરીનાના લાડલાનું આ છે નામ

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર કરીના અને સૈફ પોતાના બીજા પુત્રને જેહ નામથી બોલાવી રહ્યા છે. જોકે તેમણે આ નામને કોઈ સમર્થન હજી સુધી આપ્યુ નથી. જેહ સિવાય બીજુ પણ નામ સામે આવી રહ્યુ છે. સૈફ અલી ખાનની ઈચ્છા બીજા બાળકને પોતાના પિતાનું નામ આપવાની છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન ભારતીય ટીમના કેપ્ટન પણ રહી ચુકયા છે અને ક્રિકેટર તરીકે મશહૂર હતા.

કરીના કપૂરે મધર્સ ડે પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તૈમૂર પોતાના નાના ભાઈને ખોળામાં લઈને બેઠો છે. કરીનાએ કહ્યું હતું કે, મારા બંને બાળકો મને ઉજળા ભવિષ્યની આશા આપે છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV