GSTV
Home » News » સૈફ અલી ખાન આગામી ફિલ્મમાં નાગા બાવાની ભુમિકા ભજવશે

સૈફ અલી ખાન આગામી ફિલ્મમાં નાગા બાવાની ભુમિકા ભજવશે

બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન હાલ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સને લઈ ભારે ચર્ચામાં છે. સૈફે આ વેબ સિરિઝમાં એક પોલીસ કર્મચારીની ભુમિકા કરી છે. પરંતુ હાલ સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ હન્ટરને લઈ ચર્ચામાં છે. ફિલ્મમાં અભિનેતા અલગ જ અવતારમાં જોવા મળશે.એક જાણકારી આપતા ખુદ સેૈફે સ્પષ્ટ કર્યુ છે કે, તેઓ ફિલ્મમાં એક નાગા સાધુની ભુમિકા નિભાવશે.

જોકે આ સીરીઝમાં સૈફનો અભિનય ઉત્તમ મનાઇ રહ્યો છે. હવે સૈફ વધુ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. આ નવા પ્રોજેક્ટમાં તે ‘નાગા સાધુ ના પાત્રમાં જોવા મળશે. ” મારી આ પ્રોજેક્ટનું નામ ‘હન્ટર છે. જેનું શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. આ પાત્રના લુકમ ાટે મારે ખાસ્સી મહેનત કરવી પડી છે. મેં કાન પણ વિંધાવવાની સાથેસાથે દાઢી પણ વધારવી પડી છે.

લાંબા વાળ અને લાંબી દાઢી સાથે રાજસ્થાનની ગરમીમાં શૂટિંગ કરવું બહુ મુશ્કેલ લાગતું હતું. મને ફક્ત વાળ સેટ કરવામાં જ ૪૦-૪૫ મીનિટ થઇ જતી હતી, તેમ સૈફે જણાવ્યું હતું. સૈફનું વધુમાં કહેવું હતું કે, આ પાત્ર ભજવવા માટે આત્મવિશ્વાસ બહુ જરૃરી હતો. મેં એકશન દ્રશ્યો પણ ભજવ્યા છે. આ ફિલ્મ લગભગ પુરી થઇ ગઇ છે અને હવે હું ફરી મારા સામાન્ય લુકમાં આવી જઇશ.

Related posts

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યુ છે સેવિંગ, PF અથવા સુકન્યા ખાતું તો જાણી લો તેના નવા નિયમો વિશે…

Mansi Patel

બીજી વખત માતા બનવા પર શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો, આ કારણે ‘સેરોગેસી’નો લીધો સહારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!