એવી હિરોઈનો કે જેણે દીયર, જેઠ અને જીજાજી સાથે રોમાંસ કરી લીધો છે

સોનમ કપૂર અને અનિલ કપૂર તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ માં પિતા-પુત્રીની ભૂમિકા ભજવી રહ્યા છે. બંને વાસ્તવિક જીવનમાં પણ પિતા-પુત્રી જ છે. તો વળી, કેટલીક હિરોઈન તેમનાં જેઠ, જીજાજી અને દેવર સાથે સ્ક્રીન પર રોમાંસની ભૂમિકા ભજવી લીધી છે અને તેની જોડીઓ પણ સૂપરહિટ રહી છે.

સૈફ અલી ખાન-કરિશ્મા કપૂર

સૈફ અને કરિશ્માએ ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મમાં એકબીજાની ઓપોજીટ કામ કર્યું હતું. સંબંધમાં તે કરિશ્મા સૈફની સાળી છે.

નસીરુદ્દીન શાહ-સુપ્રિયા પાઠક

ફિલ્મ માસૂમમાં સુપ્રિયા સાથે નસીરુદ્દીન રોમાંસ કરતા નજરે આવે છે. નસીરે સુપ્રિયાની બહેન રત્નાશાહ પાઠક સાથે લગ્ન કર્યા છે. આ ફિલ્મમાં જિજા-સાળી સાથે જોવા મળ્યા હતા.

રણધીર કપૂર-નીતુ સિંહ

નીતુએ ‘હિરાલાલ પન્નાલાલ’ અને ‘ઢોંગી’ જેવી ફિલ્મોમાં ઋષિ કપૂરના મોટા ભાઈ રણધીર સાથે કામ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે નીતુએ પોતાની પહેલી ફિલ્મ ‘રીક્ષાવાલા’ માં રણધીર સાથે કામ કર્યું હતું. નીતુ સિંઘે રણધીર કપૂરના ભાઈ ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા. સંબંધમાં, નીતુ રણધીરની ભાભી થાય છે.

રાજ કપૂર-ગીતા બાલી

રાજ કપૂરે ફિલ્મ બાવરે નૅનમાં ગીતા સાથે કામ કર્યું હતું ગીતાએ પાછળથી રાજના નાના ભાઈ શમ્મી સાથે લગ્ન કર્યા.

રાજેશ ખન્ના-સિમ્પલ કપાડિયા

રાજેશે ફિલ્મ ‘અનુરોધ’ દ્વારા તેની પત્ની ડિમ્પલની બહેન સિમ્પલને લોન્ચ કરી. આ મૂવીમાં રાજેશ જ સિમ્પલના ઓપોજીટ રોલમાં હતા.

અનિલ કપૂર-શ્રીદેવી

અનિલ અને શ્રીદેવીની જોડી બૉલીવુડની આઇકોનિક જોડીમાંની એક છે. બંનેએ લગભગ 14 ફિલ્મોમાં એક સાથે કામ કર્યું. શ્રીદેવીએ અનિલના મોટા ભાઈ બોની કપૂર સાથે લગ્ન કર્યા.

ઉદય ચોપરા-રાની મુખર્જી

ફિલ્મ ‘મુજસે દોસ્તી કરોગે’ માં ઉદયે તેમની ભાભી રાની સાથે રોમાંસ કર્યો હતો. તે સમયે રાનીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન નહોતા કર્યા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter