GSTV
Home » News » આર્યન ખાન પછી ઈબ્રાહિમ આ છોકરી સાથે ફરતો જોવા મળ્યો, બંનેએ પહેર્યા હતા મેચિંગ કપડાં

આર્યન ખાન પછી ઈબ્રાહિમ આ છોકરી સાથે ફરતો જોવા મળ્યો, બંનેએ પહેર્યા હતા મેચિંગ કપડાં

સૈફ અલી ખાનના દીકરો ઈબ્રાહિમે હજી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું નથી. પરંતુ તે ચર્ચામાં હંમેશાં રહ્યા કરે છે. હવે તાજેતરમાં જ તે એક ખાસ મિત્ર સાથે ફરતો જોવા મળ્યો હતો. તો પાપારાઝીની નજરમાંથી બચી ન શક્યો હતો.

બંને ફોટોમાં ક્લીક થયા હતા અને હવે સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને લઈ એટલા માટે ધૂમ મચાવી છે કારણ કે બંનેએ એક જેવા જ કપડાં પહેર્યા છે. બસ આ મેચિંગના કારણે જ ચર્ચા થવા લાગી છે કે બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. આમ તો ઈબ્રાહિમની આ મિત્રને કોઈ ઓળખતું નથી.

પરંતુ બોલિવૂડમાં તેની તપાસ કરવામાં આવી અને ખ્યાલ આવ્યો કે આ છોકરી અનન્યા મારવાહ છે. અનન્યા ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોપ્યુલર છે. એ ઉપરાંત પણ તે બૈલૂન બ્લશ નામની એક યુનિક ઈવેન્ટ્સ કંપનીની ફાઉન્ડર છે.

તે નીના મારવાહની દીકરી છે. તેની એક બહેન પણ છે. ઈબ્રાહિમને ભલે પહેલી વાર જોવામાં આવ્યો, પરંતુ આ પહેલીવાર નથી. તેમની દોસ્તી બહુ જૂની છે. અને અનન્યાની પ્રોફાઈલ પર તમે તેનો ફોટો પણ જોઈ શકો છો. ઈબ્રાહિમ ઈન્સ્ટાગ્રામ પર નથી. પરંતુ અનન્યાની પ્રોફાઈલ પર તેનો ફોટો જોઈ શકો છો.

Read Also

Related posts

માતેલા સાંઢની જેમ ચાલતી BRTSએ સર્જેલા અકસ્માત બાદ મેયર બીજલ પટેલે આપી પ્રતિક્રિયા

Mayur

દિલ્હી સરકારની આ યોજનાનો બહુ મોટો ફાયદો ઉઠાવી રહી છે મહિલાઓ

NIsha Patel

ફુઆએ ભત્રીજી સાથે દુષ્કર્મ આદર્યું, બનાવ્યો અશ્લીલ વીડિયો અને પછી…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!