GSTV
Home » News » દીકરો તૈમૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરે તેના પર શું વિચારે છે સૈફ અલી ખાન?

દીકરો તૈમૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરે તેના પર શું વિચારે છે સૈફ અલી ખાન?

તૈમૂર અલી ખાન સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચામાં રહ્યા કરે છે. તૈમૂર બોલિવૂડ સેલેબ્સથી લઈને બીજા બધાનો પણ લાડકવાયો છે. તૈમૂરની ક્યૂટનેસે કેટલાય લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમૂર સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચામાં રહ્યા કરે છે. સોશિયલ મીડિયા પર તૈમૂરના વીડિયો અને ફોટો બહુ જ શેર કરવામાં આવે છે. જોવા જઈએ તો તૈમૂર એક એવો સેલિબ્રિટી કિડ્સ છે જે નાની ઉંમરમાં ઘણો ફેમસ થઈ ગયો છે. એક બાજુ આ નાના નવાબને સ્ટારકિડનો મતલબ પણ ખબર નથી, ત્યારે તેની ક્યૂટનેસે લાખો લોકોને દીવાના બનાવ્યા છે.

પરંતુ તૈમૂરનું સ્ટારકિડ હોવાનું કારણ જ પિતા સૈફ માટે ચિંતા બની ગઈ છે. હમણાં જ સૈફે અરબાઝ ખાનના ચેટ શોમાં વાત કરી. ચેટ શો દરમિયાન અરબાઝ ખાને તૈમૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરે તો લોકોમાં જે ક્રેઝ રહેલો છે તેની વાત કરી. આ બાબત પર સૈફે પોતાની ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, બધાને લાગે છે કે તે સ્ટારકિડ હોવાથી એક્ટિંગ કરવાનું જ પસંદ કરશે. એક્ટિંગ કરવી એક સારી બાબત છે, પરંતુ સૈફ માને છે કે બીજા પણ ઘણા ઓપ્શન હોય છે. કોઈ એક્ટિંગ છોડીને ડોક્ટર અને વકીલ બનવાની ઈચ્છા રાખે તો તેને મોકો મળવો જોઈએ. અંતમાં સૈફે એમ કહીને પોતાની વાતને પૂરી કરી કે, મારા આ વિચારોથી તમને હું જૂના જમાનોનો લાગી રહ્યો હોઈશ. સાથે જ તેણે જણાવ્યું કે અત્યારે દીકરાની બોલિવૂડ ડેબ્યૂ પર કંઈ જ ઈચ્છા નથી. સૈફની આ વાતો પરથી એજ તારણ મળે છે કે તૈમૂરના ભવિષ્ય વિશે તે અત્યારે ગંભીર નથી.

Read Also

Related posts

નવા ટ્રાફિક નિયમોને લઈને રિક્ષા ચાલકોએ યોજી બેઠક, આપી ચક્કાજામની ચીમકી

Nilesh Jethva

રાજસ્થાનમાં તોફાની વરસાદને કારણે ચંબલ નદી ગાંડીતૂર, નીચાણવાળા વિસ્તારોમાં 6 ફૂટ સુધી પાણી ભરાયા

Riyaz Parmar

સાઉદી અરબની આગ બીજા દેશોને પણ દઝાડશે, પેટ્રોલિયમના ભાવોમાં વધારો થવાની શક્યતા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!