બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ટૂંક સમયમાં વેબ સિરીઝ તાંડવમાં જોવા મળશે. આ સિરીઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે સૌકોઇ આ સિરીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે. આ સિરીઝ 15 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ રીલિઝ કરવામાં આવેલા ટ્રેઈલર સાથે એમેઝોન ઓરિજિનલ સિરીઝ તાંડવમાં સૈફ અલી ખાને બોલ્ડ કેરેક્ટર સાથે સૌને ચકિત કરી દીધા છે.

તાંડવના ટ્રેલરે મચાવી ધૂમ
25 મિલિયનથી વધુ વ્યુઝ સાથે રોમાંચક 3 મિનિટના ટ્રેઈલરે દર્શકોને જકડી લીધા છે. અલી અબ્બાસ ઝફરના ક્રિયેશન તાંડવમાં સૈફ અગાઉ ક્યારેય નહીં જોવા મળ્યો હોય તેવા પાત્રમાં જોવા મળશે. હાલમાં તેણે શોમાં તેના પાત્ર વિશે અને શૂટિંગ દરમિયાનની કેટલીક રોચક વાતો શેર કરી છે.


સૈફને પસંદ છે સંસ્કૃત ભાષા
સૈફ અલી ખાન કહે છે, મને લાગે છે કે તમે ચોક્કસ પાત્ર માટે કશું કરો અને તૈયારી કરો ત્યારે તેમાં વિવિધ પ્રભાવો આવે છે. મારું પાત્ર રાજકારણીનું છે, જે જાહેર સ્થળે બહુ બોલે છે અને તેથી તેમાં ઘણાં બધાં સંસ્કૃત હિંદી ભાષણો હતા, જેની સમરના પાત્ર માટે તૈયારી કરવી પડી હતી. વાસ્તવિકતા એ છે કે મને સંસ્કૃત બોલવાનું બહુ ગમે છે. અમુક વાર અમે બહુ શૂટિંગ કરતા ત્યારે અમુક વાર હળવી પળો પણ માણી. આ શોમાં મારે રોજ લગભગ 4 સંસ્કૃત ભાષણો આપવાનાં હતાં. આથી મેં ઘણી બધી ભારેખમ લાઈનો શીખી છે.

પોતાના પાત્રને લઇને સૈફે શું કહ્યું
શોમાં ગ્રે શેડેડ પાત્ર ભજવવા વિશે સૈફ કહે છે, મેં ગ્રે શેડનાં પાત્રો સાથે અમુક ભૂમિકાઓ ભજવી છે અને મેં તે બહુ માણી છે. મને આવા પાત્રો વધુ રસપ્રદ અને પ્રયોગાત્મક લાગે છે. મને ખુશી છે કે હું સમીરનું વલ્નરેબલ, આગઝરતું, હુકમશાહી અને નિખાલસ પાત્ર ભજવી શક્યો છું. આ તમારી ઊર્જાને અલગ અલગ ભાગમાં વહેંચવા જેવું છે. ઉપરાંત રાજકારણીનું પાત્ર ભજવવાનું બિલકુલ જોખમી નથી એવું મને લાગે છે. તાંડવ કાલ્પનિક વાર્તા છે.
હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત આ 9 એપિસોડના રાજકીય ડ્રામામાં સૈફ અલી ખાન, ડિંપલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, મહંમદ ઝીશાન અય્યુબ, કૃત્તિકા કામરા, સારાહ જેન ડાયસ, સંધ્યા મૃદુલ, અનુપ સોની, હિતેન તેજવાની, પરેશ પાહુજા, શોનાલી નાગરાની વગેરે છે.
Read Also
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ