GSTV
Bollywood Entertainment Trending

સૈફ સાથે લગ્ન કરતી વખતે કરીનાને ઘણાએ કહ્યું હતું પસ્તાવું પડશે કારણ કે તે….

સૈફ

કરીના કપૂર અને સૈફ અલી ખાને 2012માં લગ્ન કર્યા હતા. બોલિવૂડમાં આજે તેઓ સૌથી લોકપ્રિય કપલમાં સ્થાન ધરાવે છે. તેઓ અવારનવાર ચમકતા રહે છે. જોકે 2012માં બંનેના લગ્ન થયા ત્યારે ઘણા દિવસો સુધી તેમના વિશે ચર્ચા થતી રહેતી હતી. કરીનાએ પુત્ર તૈમુરને જન્મ આપ્યો તો તે પણ ચમકવા લાગ્યો. 

ટશન ફિલ્મ વખતે બન્ને નજીક આવ્યા

કરીના અને સૈફ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ટશન ફિલ્મ વખતે આ જોડી નજીક આવી હતી. હવે સોશિયલ મીડિયા પર કરીનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમા તે પોતાના લગ્ન વિશે વાત કરી રહી છે. કરણ જોહરના શોમાં ગેસ્ટ તરીકે કરીના અને પ્રિયંકા ચોપરા બંને સાથે હતા. 

સૈફ

લોકોએ કરિનાને કહી હતી આ વાતો

એ વખતે કરણના એક સવાલનો જવાબ આપતાં કરીનાએ જણાવ્યું હતું કે મને સૈફ સાથે લગ્ન નહી કરવાના સૂચનો થતા હતા તો કેટલાકે તો મને ચેતવણી પણ આપી હતી. કેટલાકે તો એમ કહ્યું હતું કે પહેલેથી જ લગ્ન કરી ચૂક્યો છે અને તેને બે સંતાનો પણ છે.  તેણે ડિવોર્સ લીધેલા છે. કોઈએ તો મને એમ પણ કહ્યું હતું કે તેની સાથે લગ્ન કરવાથી તારી કરિયર બરબાદ થઈ જશે. ત્યારે મને લાગ્યું હતું કે પ્યાર કરવો ગુનો છે લગ્ન કરવા ગુનો છે તેવી વાતો લોકો શા માટે કરતા હોય છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV