GSTV

કરીના કપૂરે સૈફને આપ્યું સરપ્રાઇઝ, જુઓ બર્થ ડે બૅશના Inside Pics

બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સૈફનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્હી ખાતે થયો હતો. સૈફના આ ખાસ દિવસે પત્ની કરીના તેને કોઇ સપર્રાઇઝ ન આપે તેવું કેવી રીતે બને? સૈફના બર્થ ડે પર કરીનાએ પરિવાર સાથે મળીને સૈફનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ અવસરે કરીના, નજીકના મિત્રો અને પરિવારજનો જ નજરે પડ્યાં.

સૈફના ત્રણેય બાળકો સારા અલી ખાન, ઇબ્રાહિમ અને તૈમૂર તો હાજર હતેં જ સાથે કરિશ્મા કપૂર પણ આ પાર્ટીમાં જોવા મળી. સૈફના જન્મ દિવસે તેની બહેન સોહા પણ ત્યાં હાજર હતી.

સોહા પોતાના પતિ તથા કરિશ્મા બાળકો સાથે અહીં આવીને સૈફને સરપ્રાઇઝ આપ્યું હતું.

રાતે આયોજિત આ પાર્ટીમા ખાસ ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે.

ફોટોઝમાં સૈફ માટે કરીનાનો પ્રેમ જોઇ શકાય છે. સાથે જ સૈફના બાળકો સારા અને ઇબ્રાહિમ સાથે કરીનાનું ખાસ બોન્ડિંગ પણ જોઇ શકાય છે.

અગાઉ પણ તેમને કરીના સાથે ઘણી વખત સ્પોટ કરવામાં આવ્યાં છે.

સૈફના બર્થ ડે બેશ દરમિયાન ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં કરીના કપૂર નજરે પડી. તેણે બ્લેક કલરના આઉટફિટમાં હૉટ લાગી રહી હતી.

સાથે જ કરિશ્મા પણ બ્લેક કલરના ટૉપમાં જોવા મળી હતી. જો સૈફની દિકરી સારાની વાત કરીએ તો તે ગોલ્ડન કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જો કે આ ફોટોમાં તૈમૂર જોવા મળ્યો ન હતો.

Related posts

બજેટ 2021 : ઘરોની માંગ વધારવા માટે ટેક્સ છૂટની સમય મર્યાદા વધારે સરકાર, રોકાણકારોને મળે છૂટ

Sejal Vibhani

સુરતીલાલાઓ ચેતી જજો! સુરતના જાહેર માર્ગ પર ફરી રહ્યો છે ‘યમરાજ’, લોકો પણ જોઈને ચોંકી ઉઠ્યા!

pratik shah

નોકરાણી “રાણી” બની : અનૌરસ પુત્રી લુઇઝા પાછળ પાણીની જેમ રૂપિયા ખર્ચી રહ્યાં છે પુતિન, 100 અબજ રૂપિયાનો તો છે મહેલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!