આ Photos તમે પહેલાં ક્યારેય નહી જોયા હોય,બાળપણમાં તૈમૂર જેટલો જ ક્યૂટ હતો સૈફ

પટૌડી ખાનદાનનના નવાબ સૈફ અલી ખાનના દિકરા તૈમૂરના ફોટોઝ તો તમે ખૂબ જોયા હશે. તૈમૂરની ફેન ફોલોઇંગનો અંદાજ તમે આ જ વાત પરથી લગાવી સકો છો કે તેનો દરેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પરંતુ સૈફ અલી ખાનના બાળપણનો ફોટો તૈમૂરના ફોટોઝને પણ ટક્કર આપે તેવો છે.

ગ્લેમર એલર્ટ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર સૈફના બાળપણનો ફોટો શેર કરવામાં આવ્યો છે. આ ફોટોમાં સૈફની મા શર્મિલા ટાગોર સાથે નજરે પડી રહ્યો છે. શર્મિલા ટાગોર સૈફના વાળ ઓળી રહી છે. આ ફોટો પર યુઝર્સના શાનદાર રિએક્શન મળી રહ્યાં છે.

ફોટોમાં સૈફ અલી ખાન ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. સૈફ અલી ખાન પટોડીના છેલ્લા નવાબ અને ક્રિકેટર મંસૂર અલી ખાન પટોડી અને અભિનેત્રી શર્મિલા ટાગોરનો દિકરો છે. એટલે કે ક્રિકેટ અને એક્ટિંગ બંને જ સૈફને વારસામાં મળ્યાં છે. તેમણે એક્ટિંગને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી.

સૈફે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1993માં યશ ચોપરાની ફિલ્મ પરંપરાથી કરી હતી. આ ફિલ્મ અસફળ રહી હતી. અત્યાર સુધી તે એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને છ ફિલ્મફેર પુરસ્કાર જીતી ચુક્યા છે.

સૈફે પોતાના કરતાં 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે વર્ષ 1991માં લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ વર્ષ 2004માં તેણે અમૃતા સાથે છૂટાછેડા લઇને કરીના કપૂર સાથે પોતાનો ઘર સંસાર માંડ્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter