GSTV
Home » News » આ એક્ટ્રેસે ઠુકરાવી રૂપિયા 2 કરોડની ડીલ, કારણ જાણીને તમને પણ ‘શાબાશી’ આપવાનું મન થશે

આ એક્ટ્રેસે ઠુકરાવી રૂપિયા 2 કરોડની ડીલ, કારણ જાણીને તમને પણ ‘શાબાશી’ આપવાનું મન થશે

ગોરા થવાની લોકોની લાલસને જોતાં મોટી-મોટી કંપનીઓ અવનવાં ક્રિમ બનાવી રહી છે ત્યાં, આ એક્ટ્રેસે ગોરા થવાની એક ક્રિમની એડ કરવાની જ ના પાડી દીધી. મલયાલમ એક્ટ્રેસ સાઈ પલ્લવી (Sai Pallavi) એ બે કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી. સાઉથની ફેમસ એક્ટ્રેસ સાઇ પલ્લવીએ આ ફેરનેસ ક્રીમ બ્રાન્ડને સ્પષ્ટ ના પાડી દીધી છે.

View this post on Instagram

Araathu Aanandhi !!🙈♥️

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

મહત્વની વાત તો એ છે કે, આ ડીલ કોઇ નાની-મોટી નહોંતી, 2 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી સાઇ પલ્લવીને. સાઇ પલ્લવીની ખાસિયત જ એ છે કે, તે પડદા પર જ મેકઅપ કરે છે અને તેની ત્વચાને એ જ રીતે પ્રેઝન્ટ કરે છે. આ જ કારણે સિનેમા પ્રેમીઓમાં એ જબરજસ્ત લોકપ્રિય છે.

View this post on Instagram

❤️

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

જોકે, આ પહેલાં પણ ઘણીવાર સાઇ પલ્લવી કહી ચૂકી છે કે, તે બ્યૂટી પ્રોડક્ટ્સનો પ્રચાર નથી કરતી. દરેક વ્યક્તિએ તે જેમ છે એમાં જ ખુશ રહેવું જોઇએ. સાઇ પલ્લવીએ મલયાલમ મૂવી ‘પ્રેમમ’થી કરિઅરની શરૂઆત કરી હતી અને તેના માટે તેને સાઉથનો ફિલ્મફેયર અવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તેની મલયાલમ ફિલ્મ ‘કાલી’ પણ બહુ પોપ્યુલર બની હતી અને લોકોને સાઇની એક્ટિંગ ખૂબજ ગમી હતી.

View this post on Instagram

♥️ Kaza … u beauty ♥️

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

સાઇ પલ્લવીની ‘અથિરન’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે, જેમાં તે સહ-એક્ટ્રેસ તરીકે જોવા મળે છે. આ મલયાલમ હોરર ફિલ્મ છે. ત્યારબાદ સાઇ પલ્લવી ‘સિંઘમ’નો રોલ કરનાર સુપરસ્ટાર સૂર્યા સાથે ‘એનજીકે’માં જોવા મળશે. સાઇ પલ્લવી 2018માં ‘મારી 2’ માં ધનુષ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ પણ દર્શકોને ખૂબજ ગમી હતી.

READ ALSO

Related posts

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!