મારા લગ્ન એક શ્રીમંત પરિવારમાં થયા ત્યારે હું ફૂલી નહોતી સમાતી. પરંતુ ઘરમાં પ્રવેશ પછી વાતાવરણ જોઇને હું સ્તબ્ધ બની ગઇ છું. મારા બીમાર સાસુ એક ઓરડામાં સુતા રહે છે. જ્યારે રોજ સાંજ પડયે અમારું ઘર ઐયાશીના અડ્ડામાં ફેરવાઇ જાય છે. મોટી ટી.વી. સ્ક્રીન પર બ્લુ ફિલ્મ ચાલુ થાય અને બીજી તરફ મારા જેઠ, સસરા, પતિ ગમે તે વ્યક્તિ ગમે તેની સાથે સેક્સ કરે . મારા પતિ તો દરરોજ નવી નવી યુવતી ને લઇ આવીને કરે છે ઐયાશી . નાછૂટકે આ વ્યાભિચારમાં મારે સાથ આપવો પડે છે. હું આ બધાથી ત્રાસી ગઇ છું. તો શું મને વ્યભિચારના મુદ્દે છૂટાછેડા મળી શકે? એક પરિણીતા (અમદાવાદ)
તમે જે માહોલનો સામનો કરી રહ્યાં છો તેમાં કોઇપણ સંસ્કારી યુવતી ત્રાસી જાય તે સાચે સ્વાભાવિક છે. સૌથી પહેલા તો તમારે કોઇના પણ દબાણમાં આવ્યાં વગર તમારા પરિવારજનોના વ્યભિચારમાં સાથ નહોતો આપવો જોઇતો. ખેર…, હવે તમે તેમાંથી બહાર આવવા માગો છો તો તમને આ મુદ્દે ચોક્કસ છૂટાછેડા મળી શકે.

ઉલ્લેખનીય છે કે તમારી વાત સાચી છે તે પુરવાર કરવા માટે તમારે જડબેસલાક પુરાવા તૈયાર રાખવા પડે. જે ઘરના લોકો આટલી હદ સુધી નગ્ન થઇ શક્તા હોય તે તમને ખોટા પુરવાર કરવા ગમે તે હદે પણ જઇ શકે. ત્યારે આવી ગંભીર સ્થિતિમાં કોઇપણ પગલું ભરવાથી પહેલા તમે છાનામાના વિડિયો વગેરે ઉતારીને પુરાવા એકઠા કરી લો.
મારા વિવાહીત જીવનને 15 વર્ષ પૂર્ણ થયા છે. ૧૨ અને ૧૦ વર્ષના બે સંતાનો છે. અમારું વિવાહિત જીવન સુખી છે. મારી પત્નીને દરરોજ સંભોગ કરવાની ઇચ્છા થાય છે. અને હું તેની એ ઇચ્છા પૂરી પણ કરું છું. પણ તેની અન્ય હઠ મને વિચિત્ર લાગે છે. તે કહે છે કે તમે મને અઠવાડિયમાં ત્રણ વખત પાથીએ પાથીએ તેલ નાખી આપો અને વાળ ધોઇ પણ આપો. આમ કરવાથી તમારું આયુષેય લાંબુ થશે. હું તેની હઠ પૂરી કરવા દર અઠવાડિયે ત્રણ વખત તેના લાંબા વાળની માવજત કરું છું. પણ આ સમસ્યાનો ઉકેલ શો? એક પુરુષ-(ઉમરેઠ)
તમારું વિવાહિત જીવન અન્ય બધી રીતે સુખી છે. પરંતુ તમારી વાત પરથી લાગે છે કે તમારા પત્ની હઠીલા અને વહેમીલા છે. અથવા પોતાનું કામ તમારી પાસેથી કરાવવા તેઓ ખોટું બોલી રહ્યાં હોય એવું પણ બને. તેમના લાંબા વાળની આ રીતે માવજત કરવામાં તમારો ઘણો સમય વેડફાય અને તમને કંટાળો પણ આવે તે સ્વાભાવિક છે.

પરંતુ તમે એ જાણવાનો પ્રયાસ કર્યો ખરો કે તેમના મગજમાં આવી (ગેર)માન્યતા ક્યાંથી આવી કે તમે તેમને વાળમાં તેલ નાખી આપીને શેમ્પૂ કરી આપશો તો તમારું આયખું વધશે? તમે પોતે જ એ જાણવાનો પ્રયાસ કરો કે તેઓ આવી વાત કરીને તમારી પાસેથી પોતાનું કામ કઢાવી રહ્યાં છે કે પછી ખરેખર તેઓ આ વાત માને છે. જો તેઓ વાસ્તવમાં આવું માનતા હોય તો એ માન્યતા તદ્ન પાયાવિહોણી છે એ વાત તેમના ગળે ઉતારવાનો પ્રયાસ કરો. શક્ય છે કે તમારા પ્રયાસો કામ આવે અને તમને તેમની હઠ પૂરી કરવામાંથી છૂટકારો મળે.

હું ૪૪ વર્ષીય મહિલા છું. મને મારી ૩૮ વર્ષની પરિણીત સહકર્મચારી સાથે ગાઢ સંબંધ છે. આ સંબંધમાં અમારી બંનેની સંમતિ છે. તેની વાતો પરથી મને ક્યારેય એવું નથી લાગ્યું કે તે પોતાના પતિ કે પરિવારથી કોઇપણ રીતે અસંતુષ્ટ હોય. તે જે રીતે મારી સાથે સંબંધ રાખી રહી છે તેના પરથી મને તેનો કોઇ બદઇરાદો પણ જણાતો નથી. તેથી મને સહેજે પ્રશ્ન થાય છે કે જો તે બધી રીતે સુખી છે તો મારી સાથે આવો ગાઢ સંબધ શા માટે રાખતી હશે? તેના મનમાં શું છે તે જાણવા મારે શું કરવું જોઇએ? (એક સ્ત્રી-ભરૂચ)

જ્યારે કોઇ વ્યક્તિ ઊભયલિંગી હોય ત્યારે તેને પુરુષ અને સ્ત્રી, બંને સાથે ગાઢ સંબંધ બાંધવાની ઇચ્છા થાય. આ વાત એકદમ કુદરતી છે. શક્ય છે કે તમારી મિત્ર પણ ઊભયલિંગી હોય.આવી સ્થિતિમાં તેને પતિ તરફથી પૂરેપૂરું સુખ મળતું હોય તોય તે સ્ત્રી તરફ આકર્ષાય. કદાચ આ કારણે જ તે તમારી સાથે આટલો નિકટનો સંબંધ બાંધતી હશે.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં