GSTV

પતિ ઘરે નહોતા તો મિત્રને બોલાવી લીધો રૂમમાં, પણ શું અમે ફરી સંબંધો બાંધીશું તો એ સમયે મારા પતિને પડી જશે ખબર!

હું ૧૯ વરસની છું. મારી જ ઉંમરની એક યુવતી સાથે મારે મૈત્રી છે. છેલ્લા દસ વરસથી અમે એકબીજાના મિત્રો છીએ. તે એક યુવકના પ્રેમમાં છે. પરંતુ એ યુવકે હમણા મને તેની સાથે બહાર આવવાનું આમંત્રણ આપ્યું અને મને ગુલાબના ફૂલો અને કાર્ડ પણ આપ્યા. આ કારણે મને ઘણો આઘાત લાગ્યો છે અને મને મારી બહેનપણીની ચિંતા પણ થાય છે. તેને એ યુવક પર આંધળો વિશ્વાસ છે. તેને આ વાત કહેવી કે તે હું જાણતી નથી. મારે તેને આ યુવકથી બચાવવી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક યુવતી (અમદાવાદ)

તમારી ચિંતા સમજાય એવી છે. હમણા તમે શાંતિ રાખો. આ વિશે એક શબ્દ પણ બોલો નહીં. તમારી જેમ એ છોકરાઓ બીજી છોકરીઓને પણ ગુલાબ તેમજ કાર્ડ મોકલ્યા હશે. આથી આ વાત તમારી સહેલીથી વધુ સમય છૂપી રહી શકે તેમ નથી. તેને તેની જાતે જ આ વાતની ખબર પડવા દો.

હું સામાન્ય દેખાવની ૧૭ વરસની યુવતી છું. એક હેન્ડસમ યુવક સાથે મને પ્રેમ છે. તે પણ મારા પ્રેમમાં છે. તે મને ઘણો પ્રેમ કરે છે અને મારી ઘણી કાળજી લે છે. હું તેનાથી ઓછી દેખાવડી છું એમ મને ક્યારે પણ લાગવા દેતો નથી. પરંતુ કેટલાક દિવસ પૂર્વે તેણે મને કહ્યું કે તેના પરિવારના સભ્યોને લાગે છે કે હું તેને યોગ્ય નથી આથી તે મારી સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દે. આ કારણે હું ઘણી ડિપ્રેશ થઇ છું. શું કરવું એ મને સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.- એક યુવતી (મુંબઇ)

તમારો પ્રેમી તમને ખરા હૃદયથી પ્રેમ કરતો હશે તો તે તેના પરિવારની વાત માન્યા વગર તમારી સાથે લગ્ન કરશે. આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તે તેના પરિવારની મરજી પર ધ્યાન આપે તો તે તમારે લાયક નથી અને તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ. તે એમ માને તમે એને લાયક નથી તો એ સાબિત કરે છે કે તેના મૂલ્યો છીછરા છે. અને એક વ્યક્તિ તરીકે તેને તમારી કદર નથી. તેણે માત્ર સમય પસાર કરવા જ તમારી સાથે સંબંધ બાંધ્યો છે. તેને તમારો સાથ નહીં છોડવાની વિનવણી કરી કે તેની સામે રડી તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નહીં. આમ પણ તમારી ઉંમર હજુ નાની છે. આથી હમણા ભણવામાં ધ્યાન આપો અને આ વાત ભવિષ્ય પર છોડી દો.

હમણા જ એક ટેસ્ટ દરમિયાન મને ખબર પડી કે મને ડાયાબિટિસ છે. શું આ કારણે મારી સેક્સ લાઇફ પર કોઇ અવળી અસર થવાની શક્યતા છે. – એક ભાઇ (રાજકોટ)

અમુક શારીરિક તકલીફ કે રોગને કારણે સેક્સ લાઇફ પર પ્રભાવ પડે છે. ડાયાબિટિસ આમાનો એક છે. પુરુષોને પ્રિ-મેચ્યોર ઇજેક્યુલેશન તેમજ ઇરેક્શન ન થવા જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. તેમજ સ્ત્રીઓને યોનિમાં શુષ્કતા તેમજ સંભોગ દરમિયાન દુ:ખાવો જેવી સમસ્યા થઇ શકે છે. પરંતુ આ માત્ર કોમ્પ્લિકેશન જ હોઇ શકે છે. કોઇ નિશ્ચિત લક્ષણ નથી. તમને લાંબા સમયથી ડાયાબિટિસ હોય અને તમે યોગ્ય સારવાર તેમજ પરેજી પાળી હોય તો આ કોમ્પ્લિકેશન તમને થવાની શક્યતા છે. પરંતુ યોગ્ય ઉપચાર અને પરેજી ચાલુ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સ્વસ્થ સેક્સ લાઇફ માણી શકો છો.

મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે. કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે. – એક મહિલા (મુંબઇ)

કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે. આથી ચિંતા છોડી દો. હા, તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે. હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.

Read Also

Related posts

સાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

Pravin Makwana

કોરોનાથી મોત થાય તો વીમા કંપનીએ વળતર આપવું જ પડશે, કોઈ બહાના નહીં ચાલે

Pravin Makwana

LIC ની ખાસ પોલિસી : 150 રૂપિયા ખર્ચ કરવા પર મળશે 19 લાખ, જરૂરિયાતના સમયે મળશે પરત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!