GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

18 વર્ષનો થયો છતાં શિશ્નની લંબાઈ હતી સાત વર્ષનાં બાળક જેવી, મિત્રો કરતા એવું કે….

પ્રશ્ન: સગોત્ર લગ્નની ધર્મ અને સમાજમાં મનાઈ ફરમાવવામાં આવી છે. શું તેની પાછળ કોઈ વૈજ્ઞાાનિક કારણ છે ખરું? કે પછી આ રૂઢિગત ખોટી માન્યતાઓ ઉપર જ આધારિત છે? મારો પુત્ર મારા સગા ભાઈની પુત્રી સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠો છે. અમે એને સમજાવીએ છીએ તો તે એમ કહે છે કે આ પ્રકારનાં લગ્નો ન થાય એ માન્યતા સદીઓ પુરાણી મને ફગાવી દેવા દેવી છે. આધુનિક કામ વિજ્ઞાન આવા સંબંધોને પ્રોત્સાહિત કરવાનું વલણ ધરાવે છે. તો આ અંગે યોગ્ય અને તટસ્થ અભિપ્રાય આપશો?ડી.પી.એસ.ધોરાજી

ઉત્તર: આપ જે સંબંધોની વાત કરો છો તે સેકન્ડ ડિગ્રી ઈન્સેસ્ટ – અર્થાત્ કાકા-કાકાના છોકરા વચ્ચેના સગોત્ર સંબંધોની વાત છે.

લોહીના સંબંધો ધરાવતી વ્યક્તિઓ જ્યારે કામ સંબંધો કરે ત્યારે તેને પ્રથમ પંક્તિના સગોત્ર સંબંધો અર્થાત્ ”ફર્સ્ટ ડિગ્રી ઈન્સેસ્ટ રીલેશનશીપ” કહેવાય છે. આ પ્રકારના સંબંધોમાં સગાં ભાઈ-બહેન, બાપ-દીકરી, કાકા-ભત્રીજી, મા-દીકરો વગેરે વચ્ચેના સેક્સ સંબંધોનો સમાવેશ થાય છે. આ પ્રકારના સંબંધોને કોઈ પણ સમાજ સ્વીકારતો નથી. આવા સંબંધોનો છોછ સમગ્ર મનુષ્ય જાતિમાં જોવા મળે છે.

દ્વિતીય પંક્તિના સગોત્ર સંબંધોને કેટલાક સમાજોમાં સ્વીકારાયેલ છે. અને કાકા-મામા કે ફોઈ-માસીના દીકરા-દીકરી વચ્ચેના લગ્નોને અમુક સમાજમાં સ્વીકારવામાં આવે છે. જોકે આધુનિક સેક્સ વિજ્ઞાાન અને જનીન વિજ્ઞાાન આ પ્રકારના સંબંધીને વૈજ્ઞાાનિક કારણોસર યોગ્ય ગણાવતું નથી.

વૈજ્ઞાાનિક રીતે એ સત્ય પુરવાર થઈ ચૂક્યું છે કે સગોત્ર લગ્ન સંબંધો દ્વારા થયલ સંતાનો કરતાં જુદા ગોત્ર અર્થાત્ જુદા લોહી અને જાતિમાં થયેલા લગ્નો દ્વારા થતાં સંતાનો વધારે હોંશિયાર, બુદ્ધિમાન અને પ્રભાવશાળી હોય છે.

બીજી મહત્ત્વની વાત એ છે કે કેટલાક વારસાગત રોગો સગોત્ર માતા-પિતાના સંતાનોમાં વધારે પ્રમાણમાં ઊતરી આવે છે.

સેક્સ વિજ્ઞાાન અને મનોચિકિત્સા વિજ્ઞાાન એવું માને છે કે સગોત્ર સંબંધો માનસિક દુર્બળતામાંથી જન્મે છે. આ પ્રકારના સંબંધોની વૈજ્ઞાાનિક સલાહ આધુનિક્તાના નામે આપી શકાય નહીં.

પ્રશ્ન: મારી ઉંમર અઢાર વર્ષની છે. મારા શિશ્નની લંબાઈ ઘણી નાની છે. લગભગ છ-સાત વર્ષના બાળક જેટલી જ છે. આથી મને ખૂબ જ શરમ આવે છે અને મારા મિત્રો સાથે ફરવાનું પણ મને નથી ગમતું. તો આનો કોઈ ઉપચાર બતાવશો. ઈસ્માઈલ  (સિધ્ધપુર)

ઉત્તર: મારા અનુભવ પ્રમાણે શિશ્નના કદની ફરિયાદ કરનારા પુરુષોને તેના ”નોર્મલ” કદ અંગેની કોઈ જ માહિતી હોતી નથી. તેથી માત્ર તારી માન્યતા ઉપરથી તારા શિશ્નનું કદ નાનું હશે એ વાત હું ન માની લઉં. શિશ્નના કદ અંગેની વિસ્તૃત ચર્ચા મારા સેક્સ વિષયક પુસ્તક સેક્સ – સત્ય/અસત્યમાં કરાઈ છે. આવા કટાકમાં પણ તે વિશે સંખ્યાબંધ આર્ટીકલ્સ પ્રસિદ્ધ કરાયા છે. તેથી એની વિગતવાર ચર્ચામાં નથી ઉતરતો, પરંતુ આવી ફરિયાદ મોટાભાગના લોકો અજ્ઞાાનનો હોય છે. તારી શારીરિક તપાસ પછી જ શિશ્નના કદ અંગેનો યોગ્ય અભિપ્રાય આપી શકાય. આ અંગેની કોઈ પણ પ્રકારનો અણઘડ ઉપચાર ન કરાવવાની મારી સલાહ છે.

પ્રશ્ન : મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું શિશ્ન પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું શિશ્ન અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે? વિજય રાઠોડ (અમદાવાદ)

ઉત્તર : જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં શિશ્નનું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.

પ્રશ્ન  હું ૨૫ વર્ષનો પરિણીત યુવાન છું. મારી પત્નીને ત્રણ માસનો ગર્ભ રહેલ છે. અમે સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી દૂધ સાથે કેસર રીએ તો આવનાર બાળકનો રંગ ગોરો બને છે. તો આ માટે કેટલી માત્રામાં કેસર પીવું જોઈએ? આઈ.એમ.પટેલ (સુરત)

ઉત્તર: તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ગર્ભવતી સ્ત્રી અમુક ચોક્કસ વસ્તુ ખાય કે પીએ તેથી બાળકની ચામડીનો રંગ નક્કી થતો નથી. આનો આધાર તો રંગ સૂત્રો પર હોય છે. આમ આવનાર બાળકની ચામડી ગોરી કરવા માટે કેસર પીવાની સલાહ હું આપતો નથી.

પ્રશ્ન: ગર્ભનિરોધક માટે વપરાતી ”ટેમ્પરેચર પદ્ધતિ” અને મ્યુક્સ પદ્ધતિ વિશે માહિત આપશો? એન.કે.પટેલ, સ્વાતિ, લીલાબેન વગેરે (રાજકોટ)

ઉત્તર: ગર્ભનિરોધના કોઈ પણ સાધન કે શસ્ત્રક્રિયા વગર સામાન્ય રીતે વપરાતી પદ્ધતિઓમાં ”ટેમ્પરેચર પદ્ધતિ” અને ”મ્યુક્સ પદ્ધતિ”નો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે.

ટેમ્પરેચર પધ્ધતિ: અંડપાત સમયે સ્ત્રીના શરીરનું ઉષ્ણતામાન શરૂઆતમાં થોડું ઘટે છે અને સ્ત્રીનું ઈંડું છુટું પડયા પછી તરત જ વધવા માંડે છે. સામાન્ય રીતે આવું બે માસિક સ્ત્રાવ વચ્ચેના ગાળાની મધ્યમાં થાય છે. સ્ત્રીના શરીરનું ઉષ્ણતામાન અંડપાત પછી લગભગ ત્રણ દિવસ સુધી થોડું ઊંચું રહે છે. આ દિવસો દરમિયાન સ્ત્રીના ઈંડાનું પુરુષબીજ સાથે ફલિનીકરણ ન થાય તો સ્ત્રીનું ઈંડું મૃત્યુ પામે છે. જેથી ચોથા દિવસે જો સમાગમ કરવામાં આવે તો ગર્ભાધાનની શક્યતા રહેતી નથી. આ માટે સ્ત્રીના શરીરનું વૈજ્ઞાાનિક બેઝલ બોડી ટેમ્પરેચર માપતા ખાસ પ્રકારના થર્મોમીટર દ્વારા માપવામાં આવે છે. ટેમ્પરેચર માપતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે સ્ત્રી પથારીમાંથી વહેલી .

સવારે ઊભી થાય એ પહેલાં જ ટેમ્પરેચરનું માપન થઈ જાય. કારણ ઊભા થઈને બાથરૂમમાં જવાથી, કંઈક ખાવાથી કે જોરથી વાતો કરવાથી પણ ટેમ્પરેચરનું રીડીંગ ખોટું આવી શકે છે.

મ્યુક્સ અથવા બીલીંગ પધ્ધતિ

સ્ત્રીની યોનિમાંથી થતાં યોનિસ્ત્રાવના જથ્થા અને તેની ઘટ્ટતા ઉપરથી અને યોનિની ભીનાશ અને સૂકાપણા ઉપરથી અંડપાતનો સમય નક્કી કરવાની પદ્ધતિને મ્યુક્સ અથવા બિલીંગ પદ્ધતિ કહે છે. મોટે ભાગે માસિકસ્ત્રાવ પછી અને અંડપાત પહેલી યોનિસ્ત્રાવ ઓછાં થઈ જાય છે. જે સામાન્ય રીતે સફેદ, વાદળીયા રંગનો કે આછા પીળા રંગનો હોય છે અને તે ઘટ્ટ તથા ચીકણો હોય છે. આ સમય દરમિયાન સ્ત્રીની યોનિ પણ પ્રમાણમાં સૂકી હોય છે.

અંડપાતના થોડા દિવસો પહેલાં યોનિસ્ત્રાવનું પ્રમાણ વધતું જાય છે અને તે પાતળો પારદર્શક અને હળવી ચીકાશવાળો થતો જાય છે. આ સમય દરમિયાન યોનિની ભીનાશ ઉપરથી સ્ત્રીને પણ યોનિસ્ત્રાવમાં થતો ફેરફાર અનુભવી શકાય છે. જ્યારે પણ યોનિસ્ત્રાવમાં ઉપર જણાવ્યાં મુજબનાં ફેરફારો થાય ત્યારે સ્ત્રીએ સમાગમ ટાળવો જોઈએ અથવા તો ગર્ભનિરોધક માટેનાં સાધનનો ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રીને જે દિવસે સૌથી વિશેષ માત્રામાં, બે આંગળીઓ વચ્ચે સ્ત્રાવ રાખવાથી આંગળી લપસી જાય પણ ચોંટી ન જાય એવો સ્લીપરી સ્ત્રાવ આવે એના ચાર દિવસ પછીનો સમયગાળો સ્ત્રી માટે ફરીથી સલામત સમયગાળો મનાય છે.

પ્રશ્ન : મારી ઉંમર ઓગણીસ વર્ષની છે. હું કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. આમ તો મને સેક્સના વિચાર આવે છે ત્યારે પુરતી કામોત્તેજના થાય છે, પરંતુ કેટલીકવાર મારી ઈન્દ્રિય સંકોચાઈ જાય છે, ત્યારે ખૂબ જ નાની લાગે છે. આવે વખતે નાના બાળક જેવી લાગતી મારી ઈન્દ્રિય પર અકાળે આવતા વૃદ્ધત્વની જેમ લોહીની નસો પણ દેખાય છે. મને એ ડર લાગે છે કે મારાં લગ્ન થશે ત્યારે કોઈ તકલીફ થશે તો? મને યોગ્ય માર્ગદર્શન આપશો.
– જીગર (પાલનપુર)

ઉત્તર: તમારા પત્ર પરથી એક વાત સ્પષ્ટ છે કે તમને સેક્સના વિચારો આવે છે અને ત્યારે તમે પૂરતી કામેચ્છા અને કામોત્તેજના અનુભવો છો. તમારી ફરિયાદ શિશ્નની ઉત્તેજના કે ઉત્થિત શિશ્નના કદ વિશેની નથી. કેટલીકવાર તમને તમારી ઈન્દ્રિય વધારે પડતી સંકોચાયેલી નાના બાળક જેવી લાગે છે. હકીકતમાં માનસિક તનાવ, ચિંતા, ભય, હતાશા, ઠંડી, શારીરિક સ્થિતિ, લોહીનું ભ્રમણ વગેરે કારણોસર પુરુષની ઈન્દ્રિય ક્યારેક સંકોચાઈ ગઈ હોય તેવું લાગે છે. આવે વખતે તેના ઉપર વધારે ધ્યાન આપવાથી તે વધારે ને વધારે સંકોચાઈ જતી હોય તેવું પણ લાગી શકે છે. આ એક સ્વાભાવિક અને સાહજિક ફેરફાર છે. એમાં ગભરાવા જેવું કંઈ જ નથી. 

ઈન્દ્રિય આ રીતે સંકોચાય એટલે ફરીથી પૂરતી ઉત્તેજના ન અનુભવી શકે એવું નથી. કોઈ પણ માણસ ટુંટિયું વાળીને સૂએ તેથી કંઈ દોડવાનું ભૂલી જતો નથી. આમ તમારા લગ્ન પછી કંઈ તકલીફ થશે એવું વિચારવાનું અસ્થાને છે. તમારી બીજી ચિંતા છે ઈન્દ્રિય પરની દેખાતી નસો. આ પણ સર્વસામાન્ય બાબત છે. આને અકાળે વૃદ્ધત્વ ન કહેવાય. શરીરના અન્ય ભાગની રચના કરતાં ઈન્દ્રિયની રચના જુદી હોય છે. લોહીની નસો અને માંસપૈશીની બનેલી પુરુષેન્દ્રિય જ્યારે શિથિલ હોય ત્યારે તેના ઉપર નસો દેખાય તે સામાન્ય ઘટના છે. વૃદ્ધત્વની નિશાની નથી.

Read Also

Related posts

કોરોના વાયરસનો અટેક થતાં શરીર પર દેખાય છે આવાં લક્ષણો, જાણીને ઓળખો પહેલા તબક્કામાં જ

GSTV Web News Desk

જાડાપણું ઓછું કરવા માટે અપનાવો આ સરળ રીત, જાણો થાળીમાં કેટલું હોવી જોઈએ રોટલી-ચોખાનું પ્રમાણ

Ankita Trada

કોરોનાવાયરસનો કહેર: સેનિટાઈઝરનાં વાંરવાર વપરાશથી ત્વચાને આ ગંભીર રોગ થવાની શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!