GSTV

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

હું ૩૩ વર્ષની સુશિક્ષિત અને સ્માર્ટ છું. ત્રણ વર્ષથી હું મારા પતિથી અલગ રહું છું. મારા પતિ નિર્વ્યસની અને સરળ સ્વભાવના છે પરંતુ એક નાના ઝઘડામાં મેં એમને ખોટા અને ખરાબ સાબિત કરવામાં મારી બધી શક્તિ વેડફી નાખી. આમાં મને મારા પિયરીયાઓએ પણ સાથ આપ્યો. પરિણામે મારા પતિએ મને છોડી દીધી. એક સારા પુરુષને ગુમાવી ચૂકવાનો અફસોસ થાય છે. હવે મને પસ્તાવો થાય છે અને આપઘાત કરવાના વિચાર આવે છેે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક સ્ત્રી (મુંબઈ)

તમને તમારી ભૂલ સમજાઈ એ સારું છે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે. ‘અબ પસતાયે હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત.’ લગ્ન પછી પિયરિયાનો મોહ છૂટે નહીં અને પુત્રીના પરિવારની નાની-નાની વાતોમાં પિયરિયા દખલ કરે તો આ જ પરિણામ આવવાની શક્યતા છે. લગ્ન પછી સાસરિયા જ સર્વસ્વ છે એ માનીને આજની યુવતીઓ ચાલતી નથી. તેઓ તેમના સાસરિયા કરતા પિયરિયાઓને જ વધુ મહત્ત્વ આપે છે. તેમના કહ્યામાં પતિ હોય તો તેમનો માર્ગ સરળ બને છે પરંતુ પતિ આનો વિરોધ કરે તો તેણે ભોગવવું પડે છે અને સંસાર ભાંગી જાય છે.

પિયરિયાનો મોહ ત્યજી દેવો એમ પણ મારું કહેવું નથી. એક રેખા ખેંચવી જરૃરી છે અને એ મર્યાદામાં રહેવું જોઈએ. તમારા માતા-પિતા અને ભાઈ-બહેનો પ્રત્યે તમને જેટલો લગાવ છે એટલો તમારા પતિને પણ તેમના પરિવાર પ્રત્યે છે એ વાત સમજવાની જરૃર છે. ખેર, છૂટાછેડા ન થયા હોય તો પતિની માફી માગી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એની ગેરન્ટી આપી તેમને ઘરે પાછા ફરો. અને છૂટાછેડા થયા હોય તો હવે કશું થઈ શકે તેમ નથી. આથી કોઈ સારો સાથી શોધી પરણી જાવ અને ભવિષ્યમાં આવી ભૂલો નહીં કરો એવી પ્રતિજ્ઞાા લો. આપઘાત કરવાનો વિચાર છોડી દો. ભવિષ્યને સુખમય બનાવવાના પ્રયત્ન કરો. ભૂતકાળની આ ઘટના પરથી શીખ મેળવો.

સંભોગ દરમિયાન મારા પતિને સ્તન મર્દનમાં રસ છે. શું આ કારણે સ્તન લચી પડે છે? તેમજ ભવિષ્યમાં આવનારા સંતાનને કોઈ સમસ્યા નડી શકે છે? મારા પ્રશ્નોના ઉત્તર આપવા વિનંતી.
એક બહેન (પોરબંદર)

આ કારણે તમને કે તમારા ભાવિ સંતાનને કોઈ નુકસાન થવાની શક્યતા નથી. આથી ચિંતા છોડી દો.

હું ૨૪ વર્ષનો છું. ગયા મે મહિનામાં મારા લગ્ન થયા છે. મારી પત્ની મારાથી પાંચ વર્ષ નાની છે. અમારી સેકસલાઈફ સંતોષજનક છે. પરંતુ સમાગમ પછી મારું વીર્ય બહાર આવી જાય છે. શું આ કારણે ગર્ભ રહેવામાં તકલીફ થાય ખરી? રોજ સમાગમ કરવાથી કોઈ નુકસાન થાય ખરું? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક ભાઈ (વેરાવળ)

વીર્ય સ્ખલન થયા પછી યોનિમાંથી થોડું વીર્ય બહાર આવવું સ્વાભાવિક છે. આ માટે કોઈ ઈલાજની જરૃર નથી. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું બસ છે. હજુ તમારાં લગ્ન હમણાં જ થયા છે એટલે ગર્ભ નથી રહેતો એની ચિંતા કરો નહીં. એકાદ વર્ષ જવા દો. આ દરમિયાન ગર્ભ ન રહે તો ડૉકટરની સલાહ લો. રોજ સમાગમ કરવાથી તમને કે તમારી પત્નીને કોઈ તકલીફ કે નુકસાન થવાની શક્યતા નથી. સમાગમ કેટલી વાર કરવો એના કરતાં સંતોષ મળે એ રીતે કરવો એ વધુ મહત્ત્વનું છે. તમને બન્નેને કોઈ વાંધો ન હોય તો રોજ સમાગમ કરી શકાય છે.

હું ૨૨ વર્ષની એક અપરિણીત યુવતી છું એરેન્જ મેરેજમાં પ્રથમ વાર મિટિંગ કરતી વખતે યુવક-યુવતી એકબીજાને કયા પ્રશ્નો પૂછી શકે છે?
એક યુવતી (અમદાવાદ)

પ્રથમ મુલાકાતમાં તમે સામાન્ય પ્રશ્નો પૂછી શકો છો. એકબીજાના સ્વભાવ, પસંદ-નાપસંદની જાણકારી મેળવી શકાય છે. પરિવારના સભ્યોનો પરિચય મેળવી શકાય છે. આ ઉપરાંત નોકરી-ધંધા વિશે કે પછી કયા શોખ છે એની પણ માહિતી મેળવવામાં વાંધો નથી. તમારા બન્નેના શોખ અને પસંદ તેમજ સ્વભાવ એકબીજાને મળતા આવે છે કે નહીં તે પણ જાણી શકાય. બાકી આ સ્વયંસ્ફૂરિત છે. એક પ્રશ્ન અને તેના ઉત્તર પછી આપોઆપ બીજા પ્રશ્નો મળી જ જાય છે. આમાં ડરવાની જરૃર નથી. આત્મવિશ્વાસ શાથે વાત કરવાની જરૃર છે. બાકી બીજું બધું નક્કી કરવા તો બન્ને પક્ષના વડીલો હાજર છે. અને આમ પણ લગ્ન પછી થોડી બાંધછોડ કરવાની તૈયારી અને સમર્પણ લગ્નજીવનની સફળતા પાછળ મહત્ત્વના છે.

READ ALSO

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!