GSTV

કોલેજ ફ્રેન્ડ સાથે યુવતીએ 8 વખત બાંધ્યા શારીરિક સંબંધો, પણ એક ભૂલના કારણે આવ્યો પસ્તાવાનો વારો

Last Updated on January 23, 2020 by Mayur

હું ૨૩ વર્ષની પરિણીતા તથા બે બાળકોની માતા છું. લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી, પરંતુ સંજોગોવશાત્ અમારા લગ્ન ન થઈ શક્યાં. તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લીધાં છે. તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ. મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી, છતાં એ માનતો નથી. હું મારા પતિ સાથે ખૂબ સુખી છું. મને સમજાતું નથી કે હું શું કરું.

  • એક યુવતી (મુંબઈ)

લગ્ન પછી પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે જોખમકારક છે. ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો. જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો હોય, તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી દો અને એની સાથે ભવિષ્યમાં કોઈ પણ જાતનો વ્યવહાર રાખશો નહીં, એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે.

હું ૨૨ વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું, એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો, એ એન્જિનિયર છે, પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે. મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. હું શું કરું?

  • એક યુવતી (વલસાડ)

દરેક માતા-પિતા પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે. ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે, તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય. જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો, તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો, નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.

મારી ઉંમર ૧૭ વર્ષ છે. હું જે યુવકને ચાહું છું, એ સરકારી નોકરી કરે છે. અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા. તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં. જો કે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે, પણ હું એના વગર રહી શકતી નથી. હું શું કરું?

  • એક કન્યા (આણંદ)

ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે? વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જાઓ, એમાં જ તમારા બંનેનું હિત છે. તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે. તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બીજું, હજી તમારી ઉંમર નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો. યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાની ભલાઈ છે.

હું ૩૭ વર્ષની પરિણીત મહિલા છું. કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે મેં સાત-આઠ વાર સંભોગ કર્યો હતો. એ સમયે તેણે નિરોધ પહેર્યું હતું. એ પછી એક પરણેલા પુરુષ સાથે મે કોન્ડોમના ઉપયોગ વિના આઠ-નવ વાર સંબંધ બાંધ્યો હતો. જોકે તે વીર્યસ્ખલન વખતે યોનિમાંથી ઈન્દ્રિય બહાર કાઢી લેતો હતો. લગ્ન પછી પતિ સિવાય કોઈની સાથે મેં સેક્સ નથી માણ્યું. એક મહિના પહેલા ૩૦ વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ છે. શરૃઆતમાં અમે માત્ર ફોન પર જ વાતચીત કરતાં, પણ આઠ દિવસ પહેલાં એક હોટેલમાં મળ્યાં ત્યારે નિરોધ પહેરીને સંભોગ કર્યો હતો. જોકે મને મનમાં એવો ભાવ જાગ્યો કે હું મારા પતિ સાથે વિશ્વાસઘાત કરી રહી છું. એટલે તરત જ તેનાથી છૂટી પડી ગઈ હતી અને તેને ડિસ્ચાર્જ પણ યોનિમાં નહોતો કરવા દીધો. હવે મને ડર લાગે છે કે એઈડ્સ તો નહીં થાય ને? કોઈ ઓળખી જાય તો શું થાય એ ડરને કારણે હું એનું પરીક્ષણ પણ નથી કરાવવા માગતી. મને યોગ્ય સલાહ આપશો.

  • એક સ્ત્રી (સૂરત)

જો તમે નિરોધ પહેરીને સંભોગ કર્યો હોય તો એઈડ્સ થવાની શક્યતા નથી. તમારે એઈડ્સનું ચેકિંગ કરવાની પણ કોઈ જરૃર નથી. એક વાત ધ્યાનમાં રાખશો કે ભૂલેચૂકે કોઈ વાર નિરોધ પહેર્યાં વિના સંભોગ થયો પણ હોય તો કેઈએમ જેવી જનરલ હોસ્પિટલમાં નામ આપ્યા વિના માત્ર દસ રૃપિયામાં તમે એઈડ્સનું પરીક્ષણ કરાવી શકો છો. એક વસ્તુ જે થઈ ગઈ છે એને તમે હવે બદલી શકવાના નથી. એટલે એના પર અફસોસ કરવો નકામો છે. ભવિષ્યમાં તમે જે પણ પગલું ભરો એ સમજી વિચારીને ભરજો જેનાથી તમને પાછળથી પસ્તાવો ન થાય. હમણાં મગજમાં એક જ વસ્તુ સમજીને ચાલવું કે જે કંઈ થયું એ પ્રભુની ઈચ્છા પર નિર્ધારિત હતું. એમ માનીને મન મનાવી લેવાનું કે આવું થવાનું હતું એટલે થયું. આપણે એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવો હોય તો માલિકની મહેરબાનીની જરૃર પડે છે એમ સમજીને આગળ વધશો તો મનમાં થતી હીન ભાવનાની લાગણી ઓછી થઈ જશે.

મારી પત્નીને ચાર મહિના પહેલાં ડિલીવરી થઈ હતી. તે બાળકને સ્તનપાન કરાવે છે. અમને હવે ચાર-પાંચ વર્ષ સુધી બીજું બાળક નથી જોઈતું. અત્યારે સંભોગ કરતી વખતે ગર્ભ ન રહે એ માટે હું મારી પત્નીને યોનિમાર્ગમાં મૂકવાની ગોળી આપું છું. આનાથી પત્નીને કે સ્તનપાન કરતા બાળકને કોઈ નુકસાન કે સાઈડ ઈફેક્ટ થવાની શક્યતા ખરી?

  • એક પતિ (અમદાવાદ)

તમે ગર્ભ ન રહે એ માટે પત્નીને સંભોગ પહેલાં યોનિમાર્ગમાં મૂકવા માટે ગોળી આપો છો એનાથી તેને કે સ્તનપાન કરતા તમારા બાળકને કોઈ જ નુકસાન થવાની શક્યતા નથી. છતાં વધુ સાવચેતી માટે તમે તમારા ગાયનેકોલોજીસ્ટને મળીને પૂછી શકો છો. જો એમ ન કરવું હોય તો તમે ગોળીને બદલે નિરોધનો ઉપયોગ પણ કરી શકો છો. એનાથી ગર્ભ રહેવાની શક્યતા નહીંવત્ બની જાય છે.

READ ALSO

Related posts

ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી, યુટયૂબ ચેનલ, વેબસાઈટ બંધ કરાઈ

Damini Patel

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!