GSTV

ઘરની બાલ્કનીમાં પેન્ટની ચેઈન ખોલીને ઊભો હતો પુરૂષ, છોકરીની સામે ખુલ્લેઆમ કરી રહ્યો હતો આ કામ

હું એક શ્રીમંત વ્યવસાયી છું. બે પુત્રોનો પિતા છું. લગ્નને ૧૦ વર્ષ થયાં છે. એક વર્ષથી પત્નીને બ્રેસ્ટ કેન્સર છે. ઓપરેશન પછી તેનું એક સ્તન કાઢી નાખ્યું છે. આમ તો હવે તે સામાન્ય છે, પરંતુ મને તેનામાં હવે રસ રહ્યો નથી. તેની સાથે શારીરિક સંબંધની પણ ઇચ્છા થતી નથી.હજુ હું ૪૦ વર્ષનો જ છું અને ઘણો સ્માર્ટ છું. મારી ઇચ્છા છે કે પત્નીને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું. મારા મિત્રો પણ મને લગ્ન કરવાની સલાહ આપે છે. મારે શું કરવું જોઇએ.
એક પુરુષ (વડોદરા)

તમારી પત્ની માત્ર તમારી જીવનસંગિની જ નથી, તમારા પુત્રોની માતા પણ છે. આવા સમયે તમારે તેની ઉપેક્ષા કરવી જોઇએ નહીં. પરંતુ તેને ભાવાત્મક ટેકો આપવો જોઇએ. પતિ-પત્ની એકબીજાનાં સુખનાં જ નહીં, દુ:ખનાં પણ સમાન સહભાગી હોય છે અને આ સમયે તેનો તમે ત્યાગ કરવાનું વિચારો છો એ બિલકુલ અયોગ્ય છે. આવી દુર્ભાવનાનો ત્યાગ કરી તેને ઘણો પ્રેમ આપો.

હું ૧૮ વર્ષની યુવતી છું. મારે મા-બાપ નથી. હું મારા મોટાભાઇ સાથે રહું છું. મેં હમણાં બી.એ.ના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. મારાં ભાઇ-ભાભીની ઇચ્છા છે કે હું લગ્ન કરી લઉં. મારે ગ્રેજ્યુએશન પૂરું કરવું છે, પરંતુ મારી આ ઇચ્છાનું કોઇ મહત્ત્વ નથી. મારા ભાભીનો વ્યવહાર પણ મારી સાથે સારો નથી. જો હું તેમની ઇચ્છા નહીં સ્વીકારું તો તે મને હેરાન કરશે. મને સમજાતું નથી કે શું કરું?
એક યુવતી (સૂરત)

તમે તમારાં ભાઇ-ભાભીના આશ્રિત છો અને તેઓ તમારાં લગ્ન કરી દેવાં ઇચ્છે છે, તો તમારે તેમની ઇચ્છાનો સ્વીકાર કરી લેવો જોઇએ. તમારી પાસે આ સિવાય બીજો કશો વિકલ્પ પણ નથી, કારણ કે તમે વિચારો છો કે જો તમે તેમની વાત ન માની તો તેમનો ખાસ તો તમારાં ભાભીનો વ્યવહાર તમારા પ્રત્યે વધુ આક્રોશવાળો થશે. તમારી ઇચ્છા આગળ અભ્યાસ કરવાની છે તો તમે લગ્ન પછી પણ તે ઇચ્છા પૂરી કરી શકો છો. તમારી ઉંમર ઘણી નાની છે, એટલે તમારે થોડાં વર્ષો બાળકના જન્મથી દૂર રહેવું જોઇએ. આથી, જ્યારે તમે તમારું ભણવાનું પૂરું કરશો ત્યારે માતૃત્વની જવાબદારી નિભાવવા માટે પણ તૈયાર થઇ જશો.

હું એક છૂટાછેડા વાળી સ્ત્રી છું. એકલી રહું છું. હું એક પુરુષને છેલ્લા પાંચ વર્ષથી પસંદ કરું છું. અમારા વચ્ચે ૪ વર્ષથી બહેનભાઇનો પ્રેમભાવ હતો. તે એક ભદ્ર પુરુષ છે અને તેમણે ક્યારે પણ મર્યાદા ઓળંગી નથી, એવો પ્રયાસપણ કર્યો નથી. એક સ્ત્રી હોવાના નાતે હું કેટલાક મહિનાથી તેને એક જુદી નજરે જોવા લાગી છું. તેના વિશે કલ્પનાઓ કરું છું અને તેને સ્પર્શવાની ઇચ્છા થાય છે. મારી આવી ભાવનાઓના કારણે હું મારી જાતને દોષિત પણ સમજું છું કે શું તેની સાથે લગ્ન કરીને ઘર વસાવી શકું છું?
એક સ્ત્રી (જામનગર)

આ માત્ર તમારી માનસિક સમસ્યા છે. એક જુદી ધારણા સાથે ચાલતો પુરુષ તમારા અંદરની આ ભાવનાને આદર નહીં આપે ત્યાં સુધી તમારા તરફ તેનામાં સેક્સભાવના પણ ન જાગે. જો તેના મનમાં એવું કશું હોત તો તેણે ઘણા સમય પહેલાં જ તમારી સમક્ષ પ્રસ્તાવ રાખ્યો હોત. ઉતાવળાં બનીને પોતાના જીવનને પરેશાનીમાં ન નાખો. અપ્રત્યક્ષ રીતે તેને કહો કે તમે ઘણી એકલતા અનુભવી રહ્યાં છો અને તમે ઘર વસાવવા ઇચ્છો છો. તેમની પ્રતિક્રિયાની રાહ જુઓ અને જાણવાનો પ્રયાસ કરો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. બની શકે છે કે તે તેમની બહેનવાળો સ્નેહ બદલાઇ જાય, પરંતુ પહેલાં એ કરો તો સારું રહેશે. જ્યાં સુધી તે તમારી સાથે લગ્નનો પ્રસ્તાવ ન રાખે ત્યાં સુધી તેની કલ્પના ન કરો અને તમારા ઉતાવળાપણા પર સંયમ રાખો.

મારા પતિની ઉંમર ૩૨ વર્ષની છે. અમારાં લગ્નને ૧૦ વર્ષ થઇ ગયાં છે. અમારે સંતાન નથી છતાં પણ અમે અત્યારે પણ સુખ અને આનંદ સાથે જીવન જીવી રહ્યાં છીએ. છેલ્લા અઠવાડિયાથી મારા પતિની તબિયત બરાબર નહોતી અને તે ઘરમાં જ હતા. બપોરે મેં જોયું કે તે ઘરની બાલ્કનીમાં ગુપ્તાંગ ખોલીને ઊભા હતા અને છોકરીઓ તરફ ખરાબ ઇશારા કરતા હતા. ખુલ્લેઆમ જાતે મસળતા હતા. મને ઘણી શરમ આવતી હતી. મેં એવો ડોળ કર્યો કે મેં તેમને આવું કરતા જોયા નથી. તેઓ રાત સુધી આવી હરકત કરતા રહ્યા. હવે તેમની સાથે રહેવાનું મને યોગ્ય લાગતું નથી. તેમને કેવા પ્રકારની પરેશાની છે?
એક પત્ની (કલ્યાણ)

કદાચ તમારા પતિ સેક્સ અંગેના પ્રદર્શક છે અને એટલે બીજાને પોતાનાં ગુપ્તાંગ બતાવીને આનંદ મેળવે છે. આ પ્રકારનું તેમનું વર્તન તમારા માટે શરમજનક હોઇ શકે છે. શક્ય છે તમારા પતિ આવું પહેલેથી જ કરતા હોય પણ એ તરફ તમારું ધ્યાન ગયું ન હોય. જો તે ઘરની ચાર દિવાલ વચ્ચે એવું કરે છે તો કોઇ પરેશાનીની વાત હોતી નથી, પરંતુ રસ્તા પર જતાઆવતા લોકોની સાથે આ પ્રકારની અશ્લીલ હરકત કરે તો તેઓ બદનામ થઇ શકે છે. આ વાત તેમની સામે મૂકો અને તેમના મનને ક્યાંક બીજે વાળવાનો પ્રયાસ કરો અને ધ્યાનમાં રાખો કે બાલ્કની આસપાસ ન જાય. બને એટલું જલદી તેમને કોઇ સેક્સ થેરપિસ્ટને બતાવો.

અમારો એકનો એક પુત્ર ૧૫ વર્ષનો છે. થોડા મહિના પહેલાં તેનું અપહરણ કરાયું હતું અને ૩ દિવસ પછી અમે શહેરની બહારથી તેને શોધી કાઢ્યો હતો. તે ઘણો કમજોર થઇ ગયો હતો. ઘણી મુશ્કેલી પછી તે અમારામાંથી એકને ઓળખી શક્યો હતો. તેના આખા શરીર પર ઉઝરડા હતા અને તેનાં કપડાં પણ ફાટેલાં હતાં. તે ટેકા વિના ચાલી પણ શકતો નથી અને વિચાર્યું કે સારા ખોરાક અને દેખરેખ પછી તે બિલકુલ સારો થઇ જશે, પરંતુ હજુ સુધી પણ તેની હાલતમાં કશો સુધારો થયો નથી. તે અમારાથી છુપાતો રહે છે. અમારી સાથે નજર પણ મેળવતો નથી. પોતાની સાથે એકલો વાત કરતો રહે છે અને ઘણી મુશ્કેલી પછી સૂએ છે. અમે તેને કોઇ ડૉક્ટર પાસે લઇ જતાં ડરીએ છીએ. તેની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. અમને મદદ કરો અને કહો કે એને શું થયું છે?
એક પિતા (રાજકોટ)

અનેકવાર એવું બને છે કે યુવાન બાળકો અપરાધ પ્રવૃત્તિવાળા અપહરણ કરનારાઓના હાથમાં આવી ગયા પછી તેની દ્વારા કરાયેલા વર્તનનો શિકાર બને છે. અપહરણ કરનારાઓને ન તો નૈતિકતાની ભાવના હોય છે અને ન તો બીજાના વિશે કશું વિચારતા હોય છે. પૈસા માટે અથવા શારીરિક સુખ માટે બાળકો અને તમારા પુત્ર જેવા કિશોરોનાં અપહરણ કરતા હોય છે. તમે જે રીતે કહો છો કે તમારો પુત્ર આઘાતની હાલતમાં ફાટેલાં કપડાંમાં નીચે જમીન પર પડયો મળ્યો હતો. મને લાગે છે કે તેને ડરાવ્યા ધમકાવ્યા પછી તેની સાથે દુરાચાર કરાયો છે. માત્ર આવી સ્થિતિમાં જ તેને માનસિક સ્તરે આઘાત લાગી શકે છે. બની શકે છે કે તે અપરાધભાવનાથી પણ ત્રસ્ત હોય. માતા-પિતા હોવાના નાતે તમારે સાહસ કરીને અને હિંમત સાથે યોગ્ય માર્ગદર્શન માટે કોઇ મેંટલ હેલ્થ પ્રોફેશનલને બતાવવું જોઇએ. તેનામાં ડરવા જેવી કોઇ વાત નથી, પરંતુ ઇલાજ ન થવાથી બની શકે છે કે તેની આખી જિંદગી બરબાદ થઇ જશે. તમે હિંમત ભેગી કરી અને સમયસર ઇલાજ કરાવો અથવા તમારા પુત્રને કોઇ સારા ડૉક્ટર પાસે લઇ જાવ.

આપણા શરીરમાં શુક્રાણુંઓનું ઉત્પાદન કઇ રીતે થાય છે? શુક્રાણુઓ વિકસાવવા માટે શરીરને શેની જરૃર પડે છે? શુકાણુઓના ઉત્પાદનને કશી અસર ન થાય તે માટે શું છોડી દેવું જોઇએ તે જણાવશો?
એક યુવક (જામનગર)

દરેક મિનિટે શરીરમાં હજારો શુક્રાણુઓનું ઉત્પાદન થાય છે અને પુરુષ જ્યારે પરાકાષ્ઠા અનુભવે છે ત્યારે પાંચથી દસ કરોડ શુક્રાણુઓનું સ્ખલન થાય છે. ગર્ભાધાન માટે માત્ર એક શુક્રાણુની જરૃર પડેછે. વૃષણમાં બે પ્રકારના કોષો હોય છે. એક હૉર્મોનનો સ્ત્રાવ કરે છે જે સીધે સીધો લોહીમાં ભળે છે અને તે ગૌણ જાતીય લક્ષણો અને કામેચ્છા માટે જવાબદાર છે. બીજા પ્રકારના કોષો શુક્રાણુઓનું ઉત્પાદન કરે છે, જે શુક્રનલિકા મારફત પ્રવાસ કરે છે અને પ્રોસ્ટેટ તથા વીર્યનાકોશિકાઓના સ્ત્રાવ સાથે વીર્યરૃપે બહાર આવે છે. વીર્યના કુલ જથ્થામાં શુક્રાણુઓનું યોગદાન માત્ર એક ટકા જેટલું હોય છે. આધુનિક ઔષધિ વિજ્ઞાાન માને છે કે શુક્રાણુઓ માટે ખાસ કશું લેવાની કે છોડી દેવાની જરૃર નથી. આખા શરીર માટે જે સારું છે તે શુક્રાણુઓના ઉત્પાદન માટે પણ સારું છે.

મને બન્ને વૃષ્ણોમાં તીવ્ર પીડા થાય છે. ઠંડા વાતાવરણમાં અને વ્યાયામ કરવાથી અથવા વજન ઊંચકવાથી આ પીડા વધી જાય છે. આવું શા માટે થાય છે? એનો ઇલાજ શો?
એક ભાઇ (પેટલાદ)

કોઇક સર્જ્યનની મદદ લઇને તમને હર્નિયા કે વૃષણની કોથળીના સોજાની બીમારી છે કે નહીં તેની તપાસ કરાવો. ત્યાં સુધી કફ, કબજિયાત અને ખાસ કરીને જેમાં વજન ઊંચકવું પડે એવી કસરતોથીદૂર રહેવાની કોશિશ કરજો.

READ ALSO

Related posts

સાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

Pravin Makwana

કોરોનાથી મોત થાય તો વીમા કંપનીએ વળતર આપવું જ પડશે, કોઈ બહાના નહીં ચાલે

Pravin Makwana

LIC ની ખાસ પોલિસી : 150 રૂપિયા ખર્ચ કરવા પર મળશે 19 લાખ, જરૂરિયાતના સમયે મળશે પરત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!