મારી સહેલીને બાળપણથી જ પિતાનો પ્રેમ નથી મળ્યો. તેની માએ મહેનત કરીને તેને ભણાવીગણાવી છે. હવે તેના પતિને પણ બ્લડ કેન્સર થયું છે. જેના કારણે તેઓ મારી સાહેલી સાથે દુર્વ્યવહાર કરે છે. બાળપણથી અત્યાર સુધી ઉપેક્ષા વેઠતાવેઠતા તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ છે. પૂરી રાત તે રડતી રહે છે. ઊંઘની ૨-૨ ગોળીઓ ખાવા છતાં પણ તેને ઊંઘ નથી આવતી. જોકે તેને પોતાની માની ચિંતા છે. તે તેમને દુ:ખી કરવા નથી ઈચ્છતી, તેથી આત્મહત્યા નથી કરતી. હવે તે શું કરે, જેથી તાણમુક્ત થઈને આનંદમય જીવન જીવી શકે?
એક યુવતી (ભાવનગર)
જીવનમાં ઊણપોની સાથે જીવવાની આદત તો પાડવી જ જોઈએ. જો પતિને બ્લડ કેન્સર હોય અને મા એકલી હોય, તો તમારી સાહેલીએ બેગણી મહેનત કરીને બંનેને સંભાળવા પડશે. અન્યથા બધાને નુકસાન થશે સાથે તેને પણ. ઊંઘની ગોળીઓ લેવી કોઈ ઈલાજ નથી, કારણ કે તેનાથી સમસ્યા ઉંકેલાશે નહીં. પરંતુ સમસ્યા તો વધારે કામ પછી ભલે તે ઘરની સાફસફાઈનું હોય, ઓફિસનું હોય કે પછી કોઈ મહેનતનું, તમારે કરવું જ પડશે.
શું તમે મને જણાવી શકો છો કે સિરિયલમાં કામ કરવા માટે શું કરવું પડે છે? મારું શરૂથી જ ટીવી સિરિયલમાં કામ કરવાનું ખૂબ મન છે. જો હું તેના માટે મુંબઈ જાઉં તો ત્યાં રહેવાની વ્યવસ્થા હશે? ત્યાં બધું અજાણ્યું તો નહીં લાગે ને?
એક યુવતી (અમદાવાદ)
આ ક્ષેત્ર જેટલું ચમકદારભર્યું અને આકર્ષક દેખાય છે, તેમાં દાખલ થવું તેટલું જ મુશ્કેલભર્યું છે. તદુપરાંત તેના માટે ખૂબ જ સ્ટ્રગલ પણ કરવી પડે છે. આજકાલ મહાનગરોમાં એક્ટિંગ શીખવા મોટે કાયદેસરની એક્ટિંગ સ્કૂલ ખૂલી ગઈ છે, જ્યાં યુવાનોને સિરિયલ અને ફિલ્મ સંબંધી પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ પ્રશિક્ષણ લીધા પછી પણ કોઈ ગેરન્ટી નથી કે અભિનયના ક્ષેત્રમાં તમને સફળતા મળશે જ. તદુપરાંત નવા શહેરમાં રહેવા, ખાવાપીવા વગેરેની વ્યવસ્થા કરવી પણ સરળ નથી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં જો તમે આ ક્ષેત્રમાં જવા ઈચ્છતા હોય, તો ઈન્ટરનેટ દ્વારા તે મહાનગર કે જ્યાં તમે જવા ઈચ્છો છો, તેની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરીને તમારા ઘરના કોઈ વડીલ સભ્યને સાથે લઈને જ ત્યાં જાઓ.

સાંભળ્યું છે કે જો લગ્ન પહેલાં કોઈ યુવતીએ સેક્સ સંબંધ બનાવ્યા હોય તો તેના પતિને આ વિશે જાણ થઈ જાય છે. હું જાણવા ઈચ્છું છું કે જો કોઈ યુવતીએ ૨ વાર કોઈની સાથે સેક્સ માણ્યું હોય તો શું કોઈ એવો ઉપાય છે, જેનાથી સુહાગરાતે તેના પતિને આ બાબતની જાણ ન થાય? શું ગુપ્તાંગ ઢીલું તો નથી પડી જતું ને?
એક યુવતી (વસલાડ)
૧-૨ વાર શારીરિક સંબંધ બાંધવાથી ગુપ્તાંગમાં ઢીલાશ નથી આવતી. જ્યાં સુધી તમે સ્વયં પોતાના મોંથી આ વાતનો સ્વીકાર ન કરો કે તમે પહેલા કોઈની સાથે અનૈતિક સંબંધ બાંધી ચૂક્યા છો ત્યાં સુધી પતિ તે વિશે અજાણ જ રહેશે. જો તમે લગ્ન પછી પતિને પ્રેમ કરશો તો તેઓ આવી બિનજરૃરી વાતોને કોઈ જ મહત્ત્વ નહીં આપે.

હુ ૩૨ વર્ષની પરિણીતા છું. મારા પતિ બેડરૂમમાં પ્રવેશતા જ મારા પર એક બળાત્કારીની જેમ તૂટી પડે છે. દિવસભર ઘરનું કામ અને બાળકોની સારસંભાળ લેતાલેતા હું સંપૂર્ણપણે થાકી જાઉં છું અને ઈચ્છતી હોઉં છું કે રિલેક્સ થઉં, પરંતુ તેમણે ક્યારેય મારી ઈચ્છા અનિચ્છાની ચિંતા નથી કરી. તેથી મને ન તો સહવાસમાં કોઈ રસ રહ્યો છે કે ન તો મારા પતિમાં. બીજી તરફ થોડા દિવસોથી એક છોકરો, જે મારી પાડોશમાં રહે છે તે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે તેની સાથે મિત્રતા કરી લઉં અને એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવી લઉં. શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે અને એ પણ જણાવો કે આમ કરવું શું વાજબી રહેશે?
એક મહિલા (મુંબઈ)
તમે તમારા પતિની આદત જાણો છો, ત્યારે પોતાને તૈયાર કરી લો. જેથી જે પણ થાય તે મરજીથી થાય. આમ કરતા તમે પણ સહવાસને એન્જોય કરશો. રાત્રે તમે થાકી ગયા હોય કે ન હોય, સેક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમારે કરવું જોઈએ. પાડોશના છોકરા સાથે મિત્રતા કરવી અને સંબંધ બાંધવો ન તો સરળ છે કે ન વ્યવહારિક.

હું મારા ૧૫ વર્ષના દીકરા બાબતે ચિંતિત છું. તે ૧૦મા ધોરણમાં અભ્યાસ કરે છે. મેં થોડા દિવસથી નોટિસ કર્યું છે કે તે પોતાની સાથે ટયૂશન ક્લાસમાં ભણતી એક છોકરીમાં સારો એવો રસ લેવા લાગ્યો છે. તે મારા કરતા પણ વધારે વખાણ તેના કરે છે અને ફોન પર પણ તેની સાથે વાતો કરે છે. ક્યાંક તે આ છોકરીને પ્રેમ તો કરવા નથી લાગ્યો ને? જો તે આટલી નાની ઉંમરમાં પ્રેમના ચક્કરમાં પડી જશે તો તેની કરિયર બરબાદ થઈ જશે. હું શું કરું. જેથી તે તેનાથી દૂર થઈ જાય?
એક મહિલા (વડોદરા)
તમારો દીકરો કિશોરાવસ્થામાં છે. આ ઉંમરમાં વિજાતીય આકર્ષણ સ્વાભાવિક છે. આ પ્રેમ નથી, માત્ર જાતીય આકર્ષણ છે. આ આકર્ષણ જે ગતિથી કિશોરોના દિલોદિમાગ પર ચઢે છે, તેટલી જ ઝડપથી ઊતરી પણ જાય છે, તમારો દીકરો તમારી સાથે વાતો શેર કરે છે, તે સારી વાત છે. તે તેને અવળે માર્ગે જવા નહીં દે. તમે તેને આ છોકરી સાથે મળવા અથવા વાત કરવાથી ન રોકો. તેને માત્ર સમયાંતરે અભ્યાસ કરવા પ્રત્યે સાવચેત કરતા રહો. તેને સમજાવતા રહો કે પરીક્ષાનું પરિણામ સારું આવશે તો જ તે પોતાની મનગમતી કરિયર પસંદ કરી શકશે. તે તમારી મૈત્રીભરી સલાહને અવશ્ય માનશે. આમ પણ આજની પેઢીના બાળકો પોતાની કરિયર પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે, તેથી તમે વિનાકારણ પરેશાન ન થાવ.
READ ALSO
- પાવાગઢ/ શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ બંધ કરી દેતા ભક્તોએ મંદિરના પગથીયા પર શ્રીફળ વધેર્યા , હજાર ભક્તોની ભારે ભીડ
- શું તમે પણ ડિપ્રેશનમાં છો? શરીરમાં જોવા મળતા આ લક્ષણો છે આ રોગના સંકેતો
- Flipkart લાવ્યું બમ્પર Offer! અડધી કિંમતમાં મળી રહ્યો છે Samsung Galaxy S23, ધક્કા-મુક્કી કરીને ખરીદી રહ્યા છે લોકો
- Amritpal Case: શું હોય છે Habeas Corpus, જેના પર HCએ સરકારને જારી કરી નોટિસ, ભારતના બંધારણમાં તેની શું છે વ્યવસ્થા?
- બોલો મકાનમાં દારૂનું બનાવ્યું ગોડાઉન! પોલીસ પણ દરોડા દરમ્યાન ચોંકી ઉઠી, 11.26 લાખનો મુદ્દામાલ ઝડપાયો