GSTV
Home » News » બોયફ્રેન્ડના લીંગની લંબાઈ હતી હદ કરતા વધારે ગર્લફ્રેન્ડે કર્યું કંઈક એવું કે…

બોયફ્રેન્ડના લીંગની લંબાઈ હતી હદ કરતા વધારે ગર્લફ્રેન્ડે કર્યું કંઈક એવું કે…

પ્રશ્ન: મારી ઉંમર ૬૫ વર્ષની છે. ગયા વર્ષથી હર્નિયાની તકલીફ થઈ છે તો તેથી પૂર્ણપણે ઉત્થાન થતું નથી, એમ મારું માનવું છે. શું તે બરાબર છે?
– એેક યુવક (મુંબઈ)

ઉત્તર: હર્નિયાની આવી અસર વિશે અમારા અભ્યાસમાં આવ્યું નથી. તમે આ અંગે કોઈ યોગ્ય સેક્સોલોજિસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લો. ઉત્થાન પૂર્ણ કેમ થતું નથી તેનું કારણ તે શોધીને માર્ગદર્શન આપશે.

પ્રશ્ન: શું મુખમૈથુન આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ છે? -એેક સ્ત્રી (જામનગર)

ઉત્તર: જો બંને સાથી રોગ વગરનાં હોય તો કોઈ હાનિ થતી નથી.

પ્રશ્ન: લગ્નજીવનને સત્તર વર્ષ પસાર થયા પછી મેં પરાકાષ્ઠા વિશે પૂછ્યું. તેને પરાકાષ્ઠાનો કદાપિ અનુભવ થયો નહોતો. મેં સત્તર સત્તર વર્ષ એવા ભ્રમમાં કાઢ્યાં કે હું મારી પત્નીને પરમ જાતીય સુખ આપી રહ્યો છું. ક્લિટોરીસ વિશે જાણ્યા પછી જ ચારેક વર્ષથી પરાકાષ્ઠા શું છે તે પત્નીને અનુભવવા મળ્યું. આ માટે હું સેક્સનિષ્ણાતો દ્વારા ચલાવાતી અખબારી કોલમ્સનો આભારી છું. મારી પત્ની જેવી અનેક સ્ત્રીઓ હશે જેમને જાતીય તૃપ્તિનો જિંદગીમાં ક્યારેય અનુભવ ન થયો હોય.

હવે મારો પ્રશ્ન રજૂ કરું છું. છેલ્લા એકાદ વર્ષથી મને મારી પત્ની સિવાય બીજી સ્ત્રીઓ જોડે સંભોગસુખ માણવાના પ્રબળ વિચારો આવ્યા કરે છે. હજી સુધી મેં કોઈ અનુચિત પગલું ભર્યું નથી. નમ્ર ભાવે પૂછવાનું એટલું જ કે મારી જેમ બીજા પુરુષોને પણ આ ઉંમરે બહુગામી થવાના વિચારો સતાવતા હશે?ઉત્તર: લગ્નજીવનનાં સત્તર વર્ષ પછી તમને ‘ક્લિટોરિસ’ નામના અવયવની જાણ થયા પછી તમે પત્નીને કામતૃપ્તિ (ઓર્ગેઝમ)નો અનુભવ કરાવી શક્યા તેનો યશ આવા માર્ગદર્શક કોલમનાં લખાણોને આપો છો તે જાણી આનંદ થયો. વિશ્વમાં એવી અસંખ્ય સ્ત્રીઓ હશે જેમને લગ્નજીવનનાં અનેક વર્ષો પસાર થવા છતાં કામપરાકાષ્ઠાનો અનુભવ  પ્રાપ્ત થયો ન હોય. જેમાં મોટે ભાગે કારણ તો ઊભય જીવનસાથીનંા અજ્ઞાાન જ હોય.તમારા પ્રશ્નનો જવાબ ‘હા’ છે. બાયોલોજિકલી અને સાયકોલોજિકલી પુરુષને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે સમાગમ કરવાની વૃત્તિ થાય. સ્ત્રીઓને પણ થાય. એકધારાપણું કંટાલાજનક બની રહે. પણ જો પુરુષ અને સ્ત્રી બહુગામી બની જાય તો સમાજનું નાનામાં નાનો પણ મહત્ત્વનો એકમ એવું ‘ફેમિલી યુનિટ’ તૂટી જાય.તેમ થતાં સમાજ પણ ક્ષુબ્ધ બની જાય. પરિણીત જીવનસાથીએ સમાગમજીવનમાં નાવીન્ય લાવવા માટે સ્થળ-વસ્ત્ર-નામમાં પરિવર્તન લાવવું જોઈએ. તરંગકલ્પના (ફેન્ટસી)માં સરી જઈને યાંત્રિક બની ગયેલા શયનસહચર્યમાં નવીનતા લાવવી જોઈએ.

પ્રશ્ન: મારા મિત્રના પેનિસની લંબાઈ અને જાડાઈ વધારે પડતી છે. તેની ઉંમર સોળ વર્ષની છે. શું ઉંમર વધતાં હજી લંબાઈ અને જાડાઈ વધી જશે તો ભવિષ્યમાં સમાગમ કરવામાં તકલીફ પડશે? લંબાઈ અને જાડાઈ કમ કરવા શા ઉપાયો કરવા?
– એેક કન્યા (વડોદરા)

લંબાઈ અને જાડાઈ વિશેના વહેમમાંથી મુક્ત થવાની જરૂર છે. ભવિષ્યમાં કોઈ તકલીફ પડવાની નથી. તમારાં આ વર્ષો અભ્યાસનાં છે. ચિત્ત અભ્યાસમાં પરોવો. પેનિસની લંબાઈ અને જાડાઈ ઓછી  કરવાના કોઈ ઉપાયો ન હોય. કુદરતે સ્ત્રીના યોનિમાર્ગની રચના એવી બનાવી છે કે પેનિસની લંબાઈ-જાડાઈને કારણે સમાગમ વખતે કોઈ તકલીફ થતી નથી.

પ્રશ્ન : રોજિંદા જીવનમાં એવું જોવામાં આવે છે કે ૧૮ વર્ષથી ૨૪ વર્ષની અપરિણીત કન્યાઓનાં સ્તનો નોર્મલ (નાની સાઈઝનાં) દેખાતાં હોય છે, પણ એટલી જ ઉંમરની અને અપરિણીત સિનેઅભિનેત્રીઓનાં સ્તનો મોટી સાઈઝનાં વિકસિત દેખાતાં હોય છે. શું આ ડેવલપમેન્ટ માટે અભિનેત્રીઓ કોઈ જાતની મેડિકલ ટ્રીટમેન્ટ લેતી હશે?
– એેક કન્યા (સૂરત)

ઉત્તર: રોજિંદા જીવનમાં પણ ઘણી પુખ્ત વયની કન્યાઓનાં સ્તનો મોટી સાઈઝનાં હોય છે. પણ તે વસ્ત્રો એવાં અને એવી રીતે પહેરે છે કે સ્તનો ઢંકાયેલાં રહે. ચલચિત્રોમાં તો સ્ત્રીનાં અંગપ્રદર્શન માટે વધુ કાળજી લેવામાં આવે છે. કેમેરાની દ્રષ્ટિ પણ તેને (સ્તનોને) ઉપસાવે છે અને અભિનેત્રીઓએ વસ્ત્રો જ એવી શૈલીનાં પહેર્યાં હોય છે કે સ્તનો વધારે ઊપસીને દેખાય. ના, એ માટે તેઓ કોઈ ટ્રીટમેન્ટ લેતી હોય છે.(મેડિકલ) તેમ માનવાની જરૂર નથી. તેમની અભિનેત્રી તરીકેની પસંદગી થતી હોય છે ત્યારે તેમનાં અંગો-ઉપાંગોનો વિકાસ પણ ધ્યાનમાં લેવાતો હોય છે.સ્તનોને વિકસિત અને મોટાં કરવાની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ (દવાની) નથી. સર્જરીથી મોટાં થઈ શકે, પણ તેમાં ઘણાં જોખમો છે. હોર્મોન્સથી શરીરમાં પાણી અને સોડિયમ ક્લોરાઈટનો સંચય થવાથી શરીર ભરાવદાર બને. તેમાં સ્તનો પણ ભરાવદાર દેખાય. પણ આવા હોર્મોન્સ લેવાથી નુકસાન થાય. વળી તે છોડી દેવાથી સ્તનો પાછાં બેસી જાય. સ્તનોની સાઈઝ  વારસામાં મળતી (જિનેટીક) બાબત છે.

READ ALSO


Related posts

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah

શિયાળો આવતા જ આપણા ખાનપાનમાં સ્વાદિષ્ટ વ્યંજનનો થાય છે ઉમેરો, જાણો તેના વિશે….

pratik shah

શું તમે કેન્ડલ લાઈટ ડિનર પર વારંવાર જાવ છો? તો આ ભોજન બની શકે છે મોતનું કારણ? જાણો કંઈ રીતે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!