GSTV
Life

વારંવાર સંભોગ કરવા છતાં ચરમસુખનો આનંદ ન મળતો હોવા પાછળનું હોઈ શકે છે આ કારણ

હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી?
એક યુવતી (અમદાવાદ)

પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે. અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.

મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો. એક બહેન નડિયાદ

તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી. કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે. આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.

મેં સેક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે. એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? એક બહેન ગુજરાત

સેક્સ ઉપકરણો સેક્સ ટોયસ નામે પણ ઓળખાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે. સિન્થેટીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સેક્સ ઉપકરણો પણ મોજુદ છે. પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સેક્સ માણવું યોગ્ય છે. એકલા હો તો તમે હસ્તમૈથુનનો સહારો લઈ શકો છો. સેક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.

હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેલ્લા છ મહિનાથી અને નિયમિત સેક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી. એક યુવતી સુરત

ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સંભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સેક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સેક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.

હું ૪૧ વરસની છું. મારા લગ્નને ૧૩ વર્ષ થયા છે. અમારા ત્રણ સંતાન છે. મારી યોનિમાં સતત ખંજવાળ આવે છે. ડૉક્ટરોએ ઇન્ફેકશન હોવાનું કહ્યું હતું. સંભોગ દરમિયાન મારા પતિના લિંગની ઉપરી ચામડી છોલાઈ જાય છે. જેને કારણે તેમને દરદ થાય છે. કંડોમ વાપરવાથી પણ આ તકલીફ રહે છે. શું મારી યોનિના ઇન્ફેકશનને કારણે તેમને આમ થતું હશે? એક મહિલા મુંબઈ

તમને ઇન્ફેકશન થયું હોવાની શક્યતા છે. આ સમસ્યાનો સમયસર ઇલાજ થાય નહીં તો આ સમસ્યા વકરી શકે છે. આ દરમિયાન શારીરિક સંબંધ સ્થાપિત કરવામાં આવે તો તમારા પતિને આ ઇન્ફેકશનનો ચેપ લાગી શકે છે.પરંતુ તમારા પતિની સમસ્યા સેક્સ સંબંધી હોય એમ લાગતું નથી. આ માટે તેમણે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવાની જરૂર છે તેમજ તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ ઇલાજ કરાવવાની જરૂરી છે. ઇલાજ પૂર્ણ થયા પછી ડૉક્ટરની સલાહ લીધા પછી જ યૌન સંબંધ ચાલુ કરવાની સલાહ છે.

Related posts

કિડની રોગ: શરીરમાં આ લક્ષણો કિડની રોગના સંકેતો છે, આ રીતે બચાવો

Hina Vaja

શું તમે પણ ડિપ્રેશનમાં છો? શરીરમાં જોવા મળતા આ લક્ષણો છે આ રોગના સંકેતો

Hina Vaja

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

Hina Vaja
GSTV