GSTV
Life Trending

17 વર્ષની યુવતીને બોયફ્રેન્ડે કહ્યું પગભર થઈ લગ્ન કરીશ બસ એકવાર અને…

પ્રશ્ન: હું ૨૭ વર્ષની પરિણીતા છું. પુત્રીના જન્મના ત્રણ મહિના પછી મારા હાથપગ, પીઠ, ઢીંચણ અને પીંડીમાં ખૂબ દુખાવો થાય છે. ચાલવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી છે. મેં મારું મેડિકલ ચેકપઅપ તો નથી કરાવ્યું, પરંતુ એક ડોક્ટરની સલાહ લીધી તો તેમણે આર્થરાઇટિસ હોવાની શંકા વ્યક્ત કરી છે અને મને દૂધ અને દાળ ખાવાની ના પાડી છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે? હું સંયુક્ત કુટુંબમાં રહું છું.એટલે મારા માટે સમય કાઢી શકું તેવી પરિસ્થિતિ નથી. છેલ્લા એક વર્ષમાં મારું વજન છ કિલો ઘટી ગયું છે. અત્યારે મારું વજન ૪૫ કિલો છે. એક સ્ત્રી (રાજકોટ)

ઉત્તર: સૌ પ્રથમ તો તમે મેડિકલ ટેસ્ટ કરાવો. તમારાં શારીરિક લક્ષણોનો સંબંધ અનેક પ્રકારના રોગ સાથે હોઈ શકે છે. રુમેટાએડ આર્થરાઇટિસ અને તેનાથી તદ્દન વિપરીત ડિપ્રેશન બંને વિકાર આ સ્વરૂપ પ્રગટ થઈ શકે છે. જો આર્થરાઇટિસ હોય તો પણ દૂધ અને દાળ બંધ કરવા યોગ્ય નથી. મારી સલાહ છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને સારવાર કરાવો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો બહુ જલદી એવી પરિસ્થિતિ આવશે કે કોઈની દેખભાળ નહીં કરી શકો. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને યોગ્ય સારવાર કરાવો.

પ્રશ્ન: હું ૨૨ વર્ષની યુવતી છું. ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો. જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો. તેમાં ચળ પણ આવતી હતી. તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ, પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે. આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું. આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે. ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે. પ્લીઝ, આનો ઉપયાત જણાવો.
એક યુવતી (ગોંડલ)

ઉત્તર: જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે, જે તેને સંવેદનશીલ બનાવે છ. કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે. લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું. તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.

પ્રશ્ન: મારા પતિની સમસ્યા એ છે કે તેમને જનનાંગના આગળના ભાગમાં ત્વાચાની નીચે સફેદ રંગનો ઘટ્ટ પદાર્થ જામી જાય છે. જો તેને સાફ કરી નાખવામા આવે તો સ્થિતિ સામાન્ય થઈ જાય છે નહીંતર ખૂબ બળતરા થાય છે અને થોડી વાસ પણ આવે છે. આ સમસ્યાથી અમે બંને પરેશાન છીએ. તેમાંથી છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય બતાવો.
એક પત્ની (સુરત)

ઉત્તર: આ સફેદ દુર્ગંધયુક્ત પદાર્થ જેને કારણે તમે ચિંતિત છો તે સ્મેગમા છે. હકીકતમાં આ એક પ્રકારનો શિશ્ન મળ છે, જે તે ભાગની સપાટી પરના કુદરતી રીતે તૂટતા કોષમાંથી બને છે. આનાથી છુટકારો મેળવવા માટેની સૌથી સરળ રીત એ છે કે પતિ દરરોજ સ્નાન કરતી વખતે શરીરના બીજા અંગોની જેમ જનનાંગની સ્વચ્છતા તરફ પણ પૂરું ધ્યાન આપે. આટલી સાવધાની રાખશો તો જરૂર આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

પ્રશ્ન: હું ત્રણ બાળકોની માતા છું. લગ્ન પહેલાં મારા પતિને એક પરિણીત સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હતો. તે બંને એક વખત શહેર છોડીને ભાગી પણ ગયા હતા. આ બધું મારા પતિએ પોતે મને જણાવ્યું હતું અને સોગંદ ખાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે તે તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે. તેમણે લગ્ન પછી પોતાનું વચન પાળ્યું અને મને ક્યારેય ફરિયાદનો મોકો નથી આપ્યો. તે સ્ત્રી મારા દિયરની પાડોશણ છે એટલે અવારનવાર તેની સાથે મારો સામનો થાય છે તેને જોતાં જ મારું લોહી ઉકળી જાય છે અને હું બધો ગુસ્સો પતિ પર ઉતારું છું. તેમની સાથે ઝઘડું છું. પછી વિચારું છું કે મારે કારણ વગર પતિ પર ગુસ્સે ન થવું જોઈએ. પરંતુ મારી જાત પર કાબૂ નથી રાખી શકતી. શું આખી જિંદગી આમ જ વીતશે?
એક માતા (મુંબઈ)

ઉત્તર: જો તમારા પતિ ઇચ્છત તો લગ્ન પહેલાની પોતાના અનૈતિક સંબંધની વાત તમારાથી છુપાવી શકતા, પરંતુ તેમણે એવું નથી કર્યું. તમને બધું જણાવી દીધું છે. ઉપરાંત આ સંબંધ પર તેમણે પૂર્ણવિરામ મૂકી દીધું છે. અને આટલા વર્ષો સુધી તેમણે તમને ફરિયાદનો એક પણ મોકો નથી આપ્યો. આમ છતાં તમે તેમના પર ગુસ્સે થાવ છો તો એ સ્ત્રીસહજ ઇર્ષા છે. તમારે જ પ્રયત્ન ખરીને તેમાંથી છુટકારો મેળવવો પડશે. કોશિશ કરો કે બંને ત્યાં સુધી તે સ્ત્રીનો સામનો ન થાય. તેથી દિયરના ઘરે ઓછા જાવ. પતિ પર ગુસ્સે થવું કે ઝઘડવું બરાબર નથી. જેમ બને તેમ ગૃહક્લેશથી બચો. તમારી સમસ્યા તમે પોતે જ ઊભી કરેલી છે. તેથી તેમાંથી છુટકારો તમારે જ મેળવવો પડશે.

પ્રશ્ન: હું ૧૭ વર્ષની યુવતી છું. એક યુવકને પ્રેમ કરું છું. તે કહે છે કે તે પગભર બને પછી જ લગ્ન કરશે. મેં મારો મત વ્યક્ત નથી કર્યો. આ વિશે ફક્ત મારી બહેનને જ જણાવ્યું છે, પરંતુ મારી બહેનને છોકરો પસંદ નથી. તે કહે છે કે છોકરો કાળો છે. માતાપિતા સાથે કેવી રીતે વાત કરું.
એક યુવતી (વડોદરા)

ઉત્તર: તમારા માટે એ ઘણી સારી વાત છે કે તમારો પ્રેમી ખૂબ જ સમજું છે. યોગ્ય-અયોગ્ય સમજે છે. તમારે અત્યારે તમારો મત વ્યક્ત કરવાની કે તમારાં માતાપિતા સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમીને નોકરી કે ધંધો જમાવતા કેટલાંક વર્ષો લાગશે. આ દરમિયાન તેની ચાલચલગત વિશે અથવા તો તમારી સાથે લગ્ન કરવાની બાબતે તે કેટલો ગંભીર છે તે ખબર પડી જશે. યોગ્ય સમય આવ્યે જ સાચો નિર્ણય લેવો ઉચિત રહેશે.

પ્રશ્ન: હું ૪૧ વર્ષનો યુવક છું. સ્ટીલ પ્લાન્ટમાં અધિકારી છું તથા સંયુક્ત કુટુંબમાં રહું છું. મારી સમસ્યા એ છે કે જ્યાં પણ લગ્નની વાત ચાલે છે ત્યાં છોકરી અલગ રહેવાની શરતે લગ્ન માટે સંમત થાય છે. મારા કુટુંબની આવક એટલી નથી કે હું તેમને છોડીને અલગ ગૃહસ્થી વસાવવાનું વિચારી શકું. શું કોઈ એવી છોકરી નહીં મળી શકે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય. એક પુરુષ (ગોધરા)

ઉત્તર: પ્રયત્ન કરવાથી તમને એવી છોકરી મળી શકે છે જે સંયુક્ત કુટુંબમાં રહેવા તૈયાર હોય. લગ્ન પહેલાં પોતાની સંમતિ આપ્યા પછી પણ તે સંયુક્ત કુટુંબમાં નિભાવી શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. વળી, સાથે રહેવું અને અન્ય કુટુંબીજનોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવી પણ શક્ય નથી. તમારા માટે યોગ્ય એ જ રહેશે કે દરેક પ્રકારના પૂર્વગ્રહમાંથી બહાર નીકળીને તમારા માટે કોઈ જીવનસાથી શોધી લો. આમ પણ ઘણી ઉંમર થઈ ગઈ છે. શરત મનાવવાના ચક્કરમાં વધારે મોડું ન કરો નહીંતર લગ્ન થવા મુશ્કેલ થઈ જશે. તમે ઘરનાથી અલગ ન રહીને પણ આર્થિક રીતે તેમને મદદ કરી શકો છો.

READ ALSO

Related posts

બિહારના CM નીતિશ કુમારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ સુરતમાંથી પકડાયો, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો

Kaushal Pancholi

વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર

pratikshah

તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી

Padma Patel
GSTV