GSTV

પ્રેમિકા કે પત્ની કૈટરિના કૈફ જેવી લાગતી હોય તો પણ સુખી થવું હોય તો આ 10 પ્રકારની યુવતીઓથી હંમેશાં દૂર રહો

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં પડેલી વ્યક્તિને તેના પ્રિયજનમાં કોઈ ખોટ નથી દેખાતી. સામાન્ય રીતે સમાજમાં માન્યતા છે કે યુવકો જ પોતાના પ્રેમમાં પડેલી યુવતીનું શોષણ કરે છે, પણ એનાથી સાવ વિરૃદ્ધ હોય એવી સ્થિતિ પણ શક્ય છે. ઘણીવાર યુવતીઓ પણ પોતાના પ્રેમમાં પડેલા યુવકનું ભરપુર શોષણ કરતી હોય છે, પણ યુવકોને આ દેખાતું જ નથી. યુવકને તેના મિત્રો અને પરિવારજનો વારંવાર ચેતવે છે, પણ તેને પોતાની પ્રેમિકા સ્વર્ગની અપ્સરાથી ઉતરતી લાગતી જ નથી અને પછી પાછળથી તેમને પેટ ભરીને પસ્તાવાનો વારો આવે છે. જોકે જો નીચે દર્શાવેલી દસ પ્રકારની મહિલાઓ કે યુવતીથી થોડું અંતર રાખવામાં આવે તો યુવકોને પ્રેમમાં પડછાટ મળે એની શક્યતા સદંતર ઘટી શકે છે.

૧. સ્વાર્થી અને આપકેન્દ્રી

પ્રકારની મહિલાઓમાં માટે તેમની ખુશી અને સલામતિ સૌથી વધારે મહત્ત્વની હોય છે. આવી મહિલાઓ માટે તેમની આસપાસની વ્યક્તિ અને પરિવારજનો માત્ર તેમની ઇચ્છાપુર્તિ સાધવા માટેના પ્યાદા હોય છે અને તેમનું કોઈ સાથે ભાવનાત્મક જોડાણ હોતું નથી. જો તમારી ગર્લફ્રેન્ડ આ પ્રકારની હોય તો તેની સાથે લગ્ન કરવાનું આયોજન કરતી વખતે જ લગ્ન પછી તેને શું શું જોઈએ એનું લિસ્ટ તમારા હાથમાં પકડાવી દેશે. તમે જેટલો વધારે સમય આ પ્રકારની મહિલા સાથે ગાળશો એટલો ઝડપથી લઘુતાગ્રંથિનો ભોગ બની જશો.

૨. બોયફ્રેન્ડની દરેક બાબતની ટીકા કરતી યુવતી

કેટલીક યુવતિઓને પોતાના બોયફ્રેન્ડની દરેક બાબતોની ટીકા કરીને તેને પોતાની મરજી મુજબ આંગળીના ટેરવે નચાવાની આદત હોય છે. તેને તમારા લાવેલા ફુલોના રંગ નથી પસંદ પડતા, તમારા કપડાંનો ટેસ્ટ ફુવડ લાગે છે, તમારી સરપ્રાઇઝ ગિફ્ટને તે ધિક્કારે છે અને તેને લાગે છે કે તમે કોઈપણ વાતને યોગ્ય રીતે ન્યાય આપવા માટે સક્ષમ નથી. તે જ્યારે તમારી સાથે વાત કરતી હોય ત્યારે પ્રત્યાયન કરવાને બદલે સુચના આપતી હોય એમ વધારે લાગે છે. આ પ્રકારની યુવતી સાથે વધારે વખત લેવાથી વ્યક્તિ હતાશાનો ભોગ બની શકે છે.

પ્રેમ

૩. ક્રુરતા ભરેલી ઠંડકવાળો સ્વભાવ

આ પ્રકારની યુવતીઓની કોઈપણ વાત પર વિશ્વાસ મુકી શકાય નહીં. તેઓ તમારી સાથે બહાર ન આવવું હોય તો તેના નજીકના સગાને મારી નાખવા જેવું બહાનું બનાવતા પણ અચકાતી નથી. આ પ્રકારની યુવતીઓ અનેક વાયદાઓ આપીને છેલ્લી ઘડીએ ફરી જવા માટે પાવરધી હોય છે. આવો સ્વભાવ ધરાવતી યુવતીઓ જ્યારે રડે છે ત્યારે તેના આંસુઓ પણ પોતાનું ધાર્યું કામ કઢાવવાના એક આયોજનનો ભાગ હોય છે.

૪. સાતમા આસમાને રહેતી યુવતીઓ

આ પ્રકારની યુવતીઓ પોતાની જાતને રાજકુમારી સમજતી હોય છે અને તેમના મગજ સતત સાતમા આસમાને વિહરતા હોય છે. તેઓ સ્કૂલમાં ટીચરોની માનીતી હોવાના કારણે હંમેશા અપેક્ષા રાખે છે કે તેને જ મહત્ત્વ મળે, પણ હવે સ્કૂલજીવન નથી પણ વાસ્તવિક જીવન છે એ વાત તે પચાવી શકતી નથી. તે જ્યારે તમારી સાથે હોય ત્યારે તેનો આગ્રહ એવો હોય છે કે તમારું બધું ધ્યાન અને સમય તેની માંગણીઓ પુરી કરવા પર જ હોય. તે બહુ મીઠા અંદાજમાં ડ્રીન્ક લઈ આવવંું, મેગેઝિન આપવું, રિમોટ કંટ્રોલ આપવું અને તેને ફિલ્મ જોવા લઈ જવું જેવી નાની નાની માંગણીઓમ્ મુકતી જ રહે છે. જો તમે સમયાંતરે તેની માગણીઓ પર ધ્યાન ન આપો તો તે મોટો હંગામો કરી દે છે.

૫. દુખતી નસ દબાવવાની આદત ધરાવતી મહિલા

અમુક યુવતીઓને જે વાત કરવાથી માનસિક ત્રાસ થતો હોય એ જ વાત વારંવાર ઉખેળવાનો શોખ થતો હોય છે. જાહેરમાં બધાની વચ્ચે પણ તે તમારી દુખતી રગ પર હાથ મુકવાનું ચુકતી નથી, પણ જો તમે તેના વિશે એક શબ્દ પણ  બોલો તો તે દાયકાઓ સુધી તમારી સાથે વાત કરવાનું પસંદ નહીં કરે. આ પ્રકારની યુવતીઓ તમારી લાગણીની કોઈ પરવા નથી કરતી, પોતાની વાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે.

૬. સર્વોપરીતાની લાગણીથી પીડાતી મહિલા

કેટલીક મહિલાઓ અને યુવતીઓ સર્વોપરીતાની લાગણીથી પીડાતી હોય છે. તેમને સતત એવું લાગતું હોય છે કે દરેક વ્યક્તિએ અને ખાસ કરીને બોયફ્રેન્ડે માત્ર તેની અને તેની જ લાગણી અને ઇચ્છાને ધ્યાનમાં રાખીને વર્તન કરવું જોઈએ. આ પ્રકારની યુવતીઓ વેઇટર અને કસ્ટમર કેરનું કામ સંભાળતા અધિકારીઓ સાથે હંમેશા ઉદ્ધતાઈથી વાત કરે છે. તે જ્યારે કંઈક બોલવા માટે મોઢું ખોલે છે ત્યારે હંમેશા બીજા માટે ઘસાતું જ બોલે છે. આ પ્રકારની યુવતીઓ સાથે લાંબો સમય રહેવાથી મન નકારાત્મક લાગણીઓથી ભરાઈ જાય છે.

૭. ક્યારેય પર્સ ન ખોલતી યુવતીઓ

અમુક યુવતીઓ એવી હોય છે જે તમામ પ્રકારના ખર્ચા કરીને મોજમજા માણવાનું પસંદ કરે છે, પણ આ  ખર્ચ કરવા માટે ક્યારેય પોતાનું પર્સ નથી ખોલતી. તે હંમેશા એવી જ વ્યક્તિઓ સાથે બહાર જવાનું પસંદ કરે છે જેની સાથે બહાર ગયા પછી તેણે ક્યારેય પર્સ ખોલવાનો વારો ન આવે. આ પ્રકારની યુવતીઓ શહેરમાં કોઈ નવી રેસ્ટારાં કે ક્લબ ખુલે તો એની મુલાકાત લેવા માટે બહુ ઉતાવળી હોય છે કારણ કે તેને ખાતરી હોય છે કે તેણે ક્યારેય પૈસા નથી આપવાના.

૮. બોસિંગ કરવાનો સ્વભાવ

જે યુવતીઓને બોસિંગ કરવાની આદત હોય તેની સાથે મહિનાઓ તો દુરની વાત છે, પણ દિવસો પસાર કરવા પણ અઘરા થઈ જાય છે. તમારે ધોબીના ત્યાંથી તેના કપડાં લાવવાથી માંડીને તેને બ્યુટી પાર્લરમાં લઈ જવાના તેના તમામ આદેેશ માનવા પડે છે. જો આ આદેશ માનવાનો તમે ઇન્કાર કરો તો તમારું જીવન જીવવાનું અઘરું બની જાય છે.

૯. જાહેરમાં ઉતારી પાડતી ગર્લફ્રેન્ડ

આ પ્રકારની ગર્લફ્રેન્ડ તમારી કોઈ સમસ્યા હોય તો એની અંગતમાં ચર્ચા કરવાને બદલે હંમેશા જાહેરમાં ધજાગરો કરવાનું જ પસંદ કરે છે. તમારો આત્મવિશ્વાસ ઘટવાને કારણે તેને પોતે વધારે સબળ બનતી હોય એવો અહેસાસ થાય છે. આ અહેસાસની લાગણી તેને એટલી ગમતી હોય છે કે જાહેરમાં તે તમારી સાથે નોકર જેવો વહેવાર કરતા પણ અચકાતી નથી.

૧૦. અનેક પ્રેમીઓને ફેરવતી યુવતીઓ

કેટલીક યુવતીઓને એક પ્રેમીથી સંતોષ નથી થતો અને તેને એકસાથે ચાર-પાંચ પ્રેમીઓને ફેરવવામાં આનંદ આવે છે. તે તમારી સામે જ બીજા પુરુષો સાથે ફ્લર્ટ કરતા અચકાતી નથી. આ પ્રકારનું વર્તન કરીને એ સાબિત કરવા માગે છે કે એ પણ કોઈથી ઉતરતી નથી અને તેને તમારી ગરજ નથી કારણ કે તેની પાછળ બીજા અનેક પુરુષો લટ્ટુ છે. આ પ્રકારની મહિલાઓ જ્યારે તમે તેની સાથે ન હો ત્યારે તેના બિલ કોણ ભરશે એની પણ આગોતરી વ્યવસ્થા કરી લેતી હોય છે. આ પ્રકારની મહિલાઓને દુરથી જ લટકતી સલામ કરવામાં સમજદારી છે.

Related posts

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!