મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ કરાવી આપે છે ત્યારે ક્યારેક મને તેના મોંમાં જ સ્ખલન થઈ જાય છે. તેને વીર્યનો સ્વાદ ગમે છે એટલે તે ગળી જાય છે. શું વીર્ય ગળી જવાથી ગર્ભ રહ ખરો? બીજું, ઓરલ સેક્સથી એચઆઈવી ફેલાવાની શક્યતાઓ કેટલી
- એક યુવક (મુંબઈ)
ઉત્તર : મુખમૈથુન દરમ્યાન સ્ત્રી વીર્ય ગળી જાય તો પ્રેગ્નન્સીની કોઈ જ શક્યતાઓ નથી. કેમ કે પાચનતંત્ર અને પ્રજનનતંત્રને કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી હોતું. પેટમાં ગયેલું વીર્ય પ્રજનનમાર્ગમાં કોઈ કાળે પહોંચી નથી શકતું ને સ્ત્રીબીજ પેટમાં નથી ઊતરતું.બે વફાદાર પાર્ટનર્સ વચ્ચે મુખમૈથુન કરવાથી એચઆઈવીનો ફેલાવો થવાની શક્યતાઓ નહીંવત્ છે, પરંતુ જો એક પાર્ટનરને ઈન્ફેક્શન હોય તો કાળજી રાખવી જરૂરી બની જાય છે. બેમાંથી બિનચેપી પાર્ટનરને મોમાં છાલાં કે ચાંદાં પડી ગયાં હોય ને લોહી તાજું હોય તો ચેપી વ્યક્તિનાં જનનાંગોમાંથી ઝરતા પ્રવાહીના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે. અજાણી વ્યક્તિ સાથે મુખમૈથુનમાં રાચવાનું રિસ્કી જરૂર છે.

પ્રશ્ન: મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબોર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શું?
- એક પતિ (સુરત)
ઉત્તર: સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હોર્મોનલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.
પ્રશ્ન: હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું?
- એક યુવક (રાજકોટ)

ઉત્તર: પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.
તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનનાં પાયાને ડગમગાવી નાખે છે.
પ્રશ્ન: હું ૩૬ વર્ષનો પરિણીત યુવક છું. મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ. પણ અમે કદી એવું કામ નથી કર્યું, જેથી અમને પસ્તાવો થાય. આમ છતાં બંનેને એક ડર હંમેશાં રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ, જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય?
- એક યુવક (વલસાડ)

ઉત્તર : તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય, પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.
પ્રશ્ન: મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તેનાં લગ્ન થઈ ગયાં છે. લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો. મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી. મેં નક્કી કર્યું કે છોકરીનાં મા-બાપને આ બધું જણાવી દઉં, પરંતુ પહેલાં હું પેલા છોકરાને મળવા માગું છું. શું મારો નિર્ણય બરાબર છે?
- એક યુવક (વડોદરા)
ઉત્તર: તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય. તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બને. જો તે ન માને, તો તેનાં મા-બાપ અથવા પેલા છોકરાને મળવું યોગ્ય રહેશે.
READ ALSO
- VIDEO: રાજકોટમાં નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કારની સીટના બદલે દરવાજા પર બેસીને સીન-સપાટા કરતો મળ્યો જોવા
- ઉત્તરાખંડની ટનલ દૂર્ઘટના: 41 મજૂર ક્યાર સુધી ઘરે જઇ શકશે? AIIMSએ સ્વાસ્થ્યની સ્થિતિ સાથે આપી જાણકારી
- રાજ્યની સ્કૂલો-કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, બીજા સત્રમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે
- મુસાફરોથી ભરેલી ટ્રેન અચાનક જ સ્ટેશન પર છોડીને ચાલ્યો ગયો ડ્રાઇવર, પછી આપ્યું આ વિચિત્ર કારણ
- જો અમીર અને સુખી જીવન ઇચ્છતા હોવ તો પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજે જણાવેલા આ 2 ઉપાયો અપનાવો જરૂર