GSTV

હું તારી બાહોમાં સમાઈ જઈને તને ચુંબનોથી નવડાવવા માગતી હતી પણ પૈસા માટે તે મને બીજા પાસે મોકલી

વરસાદ થંભ્યાને  હજુ થોડો સમય થયો હતો, પરંતુ ભૂરા આકાશમાં  કાળા વાદળો હજુ પણ આંટા મારતા હતાં. બારીમાંથી  આવતો  ઠંડો પવન શરીરમાં  કમકમા  પેદા કરતો હતો. બેડ પર હું સૂઈ  ગઈ હતી અને એકલતામાં  ઊદાસીભર્યા    ભૂતકાળને  ખોતરી રહી હતી. આમ તો  તું નજીક  હતો ત્યારે  ક્યારેય આત્મીયતાને  અહેસાસ નહોતો  કરાવી શક્યો.  આપણી વચ્ચે નાં  અંતરને પણ   તે દૂર  કરવાનો ક્યારેય   પ્રયાસ કર્યો નહોતો.  મારી  તારી વચ્ચે તારી  નકામી ડિગ્રીઓએ  એક  ઊંડી ખાઈ  બનાવી દીધી હતી. એક બેકાર પુરુષની પત્ની હોવાનું દુ:ખ  મને સાલવા લાગ્યું હતું.

આજે  બધી  સુખ સગવડ  મારી પાસે  છે, પરંતુ એ પામવા  માટે મારે કેટલું બધુ ગુમાવવું પડયું   હતું. તું જો અહીં હોત તો એ જઈ શકત. હજુ હમણાં જ પગ પછાડી પછાડીને કપૂરસાહેબ કહેતા હતા કે મારા ગર્ભમાં   ઊછરતો અંશ તેમાં  તેમની  કોઈ ભાગીદારી નથી.

તેણે  આપેલી  નોટોની  થોકડી  જેમની  તેમ  ટેબલ પર  પડેલી છે. હું સમજું છું કે ઘણું મોડું થઈ ગયું છે. ડોક્ટરને બતાવ્યું તો તે કહે કે મારો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ છે.

હવે એક માત્ર રસ્તો છે કે તું આવ અને આ અપરાધને માથે ઓઢી લે, કારણ કે આ મેં મારા માટે નથી કર્યું.  બલ્કે  તારા અને તારા પરિવાર માટે કર્યું છે. વિચાર આવે છે કે એક તું છે અને એક  કપૂર સાહેબ છે, બંને વેપારી છો, ખોટનો  સોદો તો ક્યારેય નહીં  જ કરો, ખોટ તો હંમેશાં તેને ભાગે જ હોય છે.

કપૂર સાહેબ તો  આ નોટોની  થોકડી  ફેંકી  છૂટી પડયા. હવે તો  બધું મારે જ કરવાનું છે. તારી અને કપૂર સાહેબનાં  મૂળ બચાવવા માટે. મેં મારી સગી આંખે કપૂર સાહેબને છૂટી પડતા જોયા છે. હવે તને પણ જોઈશ. મેં મારી અંદર સ્ત્રીને અનુભવી છે. બધું તૂટી પડવા છતાં તેનો અહમ્ બાકી હોય છે. આ ગડમથલમાં મેં તને ફોન કરીને બોલાવી લીધો. બારીના અધખુલ્લા દરવાજામાંથી મેં જોયું તો તારી અને  મારી  વચ્ચે તડકાની રેખા પથરાયેલી છે. મેં નજર કરી તો હજુ પણ તું પડખાં બદલી રહ્યો છે. ડબલબેડ પર પાથરેલી લીલાંછમ પાંદડાં વચ્ચે લાલ ગુલાબવાળી ચાદરની કોમળતા તારા શરીરને સહેલાવી રહી નહોતી.

નરેશ, જોઈ રહી છું કે ગુલાબના કાંટાનો અહેસાસ તારા મહત્ત્વને છેદી રહ્યો છે. કાશ, તે કદાચ અનુભવ્યું હોત કે, ગુલાબના આ કાંટા કંઈ કેટલાંય વરસોથી  મને લોહીથી ભીંજવી રહ્યાં છે, પરંતુ  તું  મારું  દુ:ખ  સાંભળવા નહીં, પરંતુ તારી વાત કરવા માટે અહીં આવ્યો છે. નિષ્ફળતા અને બેકારી સિવાય તારી વાતમાં  બીજું છે શું? તારી આ ઘસાયેલી  વાતો  હવે  મારા મનમાં  કરુણા નહીં ડર  ગુસ્સો  પેદા  કરે છે. 

ટેલિફોન પર વાત કરી મેં તને બોલાવ્યો  હતો. તેં કારણ પૂછેલું  યારે  મેં કહ્યું હતું, અહીં  આવીશ ત્યારે બતાવીશ. આવીને  તારી  નજર મારા ઉપસેલા પેટ પર ગઈ ત્યારે અનેક સવાલ તારી આંખોમાં દેખાયા. છતાં પણ તે કશું પૂછવા માટેની પહેલ કરી નહીં. હું જાણું છું પરિસ્થિતિને છુપાવી લેવાની  તારી  જૂની આદત છે. આ વાત હું તારા ઘરમાં વહુ બનીને પગ મૂક્યો ત્યારથી જાણી ગઈ હતી. તારી પીએચ.ડી.ની ડિગ્રીએ  મારા પપ્પાને  ભરમાવી દીધા હતા. તેમણે વિચાર્યું કે, આજે નહીં તો  કાલે  તું  ડિગ્રીઓના  સહારે  પ્રોફેસર  બની જઈશ અને  આવો વિચાર કરી તેમણે તેમની પુત્રીના જીવનને જોડી દીધું. 

એ પછી તું આખો દિવસ રસ્તા પર નોકરીની શોધમાં  જૂતાં  ઘસ્યા કરતો અને હું રસોડામાં સમય ગાળતી.  નોકરી તારા માટે આકાશનો ચાંદો  બનતી જતી  હતી.  ધીરે ધીરે તને તારા બાપ સામે હાથ લાંબો કરવામાં  શરમ  લાગવા  લાગી અને તું તારી પત્નીનાં   ઘરેણાંને અધિકારપૂર્વક વેચીને મળેલા પૈસામાંથી  મનીઓર્ડર, પોસ્ટલ ઓર્ડર અને રજિસ્ટર પાછળ ખર્ચ  કરવા  લાગ્યો. એક દિવસ મારી છેલ્લી બંગડી  પણ  તારા  ઈન્ટરવ્યુની પાછળ ખર્ચાઈ ગઈ અને  તું  હાથ  હલાવતો,  નિરાશ થઈને  પાછો આવ્યો.

ધીરે ધીરે મારી તારી વચ્ચેની  સંબંધોની  ઉષ્મા ઓછી થવા લાગી. દહેજમાં મળેલી સાડીઓ જૂની અને ખરાબ રંગની થઈ ગઈ હતી. તું  તો   ક્યારેય મારા માટે એક બ્લાઉઝ  સરખું પણ લાવ્યો નહોતો. ભવિષ્યનાં સોનેરી સપનાં બતાવવાનું સાહસ પણ હવે  તારામાં રહ્યું   નહોતું. તું મને રમકડું આપીને ખુશ કરી શકે તેમ હતો નહીં. હા, એ  જરૂર તું  ઈચ્છતો હતો કે  તું બાપ  બની જાય, પરંતુ  તેને ઉછેરવા માટેની  સક્ષમતા  તારામાં   હતી નહીં. હું આ  જગતમાં તેને કેવી રીતે  લાવું?

 તારો સ્પર્શ પણ હવે મને નકામો લાગતો  હતો. ઘણીવાર  તારા હાથને ઝાટકી દેતી ત્યારે તું  હતાશાનો  શિકાર બનતો જતો હતો. ત્યાં એક દિવસે પપ્પા મને લેવા આવ્યા. તું મને રોકવા ઈચ્છતો હતો. મેં એ તરફ ધ્યાન ન આપ્યું, કારણ કે આવા સંધાયેલા માહોલમાંથી હું નીકળી જઈ ખુલ્લી હવામાં શ્વાસ લેવા ઈચ્છતી હતી. જતાં પહેલાં  જ્યારે તે મારા ગળાનું મંગળસૂત્ર માંગ્યું ત્યારે તારો ઈરાદો સમજી હું કંપી ઊઠી. મેં મારું મંગળસૂત્ર કસીને પકડી રાખેલું. હું  પપ્પા સાથે પિયર આવી, પરંતુ થોડા જ  દિવસોમાં  ભાઈભાભીનો  વ્યવહાર  બદલાઈ ગયો. પપ્પા બધું સમજતા હતા. તેમણે મને કોમ્યુટર ઈન્સ્ટિટયૂટમાં  દાખલ કરી.  આ ગાળામાં  તારો પત્ર આવ્યો કે તું મને લેવા આવી રહ્યો છે. ખબર નથી પરંતુ આ પત્રનો જવાબ પપ્પાએ શો . આપ્યો તે હું જાણી ન શકી, પરંતુ ન તું આવ્યો ન તો કોઈ લેવા આવ્યું.

 ૬ મહિના પછી મને નોકરી મળી ગઈ. મારા પગારમાંથી થોડું બચાવીને હું તને મોક્લવા લાગી. સંબંધ તો થોડા મહિનાથી કપાઈ  ગયો હતો. મનીઓર્ડર દ્વારા ફરી જોડાયો, પરંતુ હવે તારી વધુ ને વધુ રૂપિયા મેળવવાની માંગ પણ વધવા લાગી. તે  ક્યારેય વિચારવાની જરૂર ન સમજી કે પ્રાઈવેટ  નોકરી રેતીની દીવાલ  જેવી હોય છે,  પરંતુ તે તો મને નોટો છાપવાનું  મશીન  સમજી  લીધું હતું. તને હું કેવી રીતે સમજાવ્યું કે તારી બહેન ગીતાની સગાઈ પર જ્યારે તે મારી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની  માગણી  કરી  ત્યારે મારે મોટા  સાહેબ સાથે ચા પીવાથી લઈને કેબિનમાં બંધ થવા સુધીની સફર કરવી પડી હતી, પરંતુ  ગીતાની સગાઈ પર તેં મને  ઘરે આવવા માટે પણ કહ્યું નહોતું. તને ડર હતો કે ક્યાંક મારા કારણે ગીતાની સગાઈ તૂટી તો નહીં જાય ને? તારી સ્વાર્થને   કારણે મેં   મારી  પતનના બારણાં ખોલી દીધાં હતાં. તેં મને જ્યાં પહોંચાડી, ત્યાંથી પાછા ફરવાનું  મુશ્કેલ  હતું. 

સાહેબે પોશ કોલોનીમાં  ફ્લેટ લઈ  લીધો હતો. સાહેબની કારમાંથી ઊતરી ફ્લેટની સીડી  ચડતી  ત્યારે  હજારો આંખો  મને તાકી રહેતી. આસપાસના ક્ષેત્રોમાં રહેનારી સ્ત્રીઓ   મને ‘ચાલુ ‘ સમજતી હતી. એ પછી ગીતાનાં લગ્ન માટે તે મારી પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા માંગ્યા. કદાચ  તારી આ માંગને પણ મેં પૂરી કરી હોત, પરંતુ ઘણા  દિવસથી  મારા અંદરનાં અંગોમાં કશી હલચલ જેવું  થવા લાગ્યું. હતું. એક ને એક દિવસ તો આ  થવાનું  જ  હતું. જ્યાં સુધી મેં   તેમાંથી છુટકારો મેળવવાનો વિચાર કર્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.  છેલ્લાં ઘણાં  વર્ષોથી તું મને માત્ર પૈસા માટે ફોન કરતો રહ્યો, અહીં ! આવીને ક્યારે પણ મારી દુ:ખતી રગને નથી પંપાળી, પરંતુ મને લાગ્યું કે હવે તારું આવવું  ઘણું  જરૂરી છે.

મારો ફોન મળતાં જ તેં અહીં આવવા માટે  તૈયારી કરી. કદાચ આવવા માટે તું મજબૂર હતો. ગીતાનાં લગ્ન માટે તારે પૈસા પણ જોઈતા હતા. તું અવઢવમાં  હતો કે હું તને આટલા પૈસા  આપીશ કે નહીં. આ ખૂબસૂરત ફ્લેટ જોતાં  તું  આશ્ચર્ય પામ્યો હતો. તે કલ્પના પણ નહોતી કરી કે હું અહીં રાજસી સુખ ભોગવી રહી છું. ખૂબ જ  પોચા એવા ગાલીચા પર પગ મૂકતાં પહેલાં તેં તારા જૂનાં જૂતાંને બહાર ઉતારી કાઢયાં. પછી તારી બદસૂરત બેગને સોફામાં તારી પીઠ પાછળ છુપાવી દીધી. તું ચારે તરફ ફરીને જોવા લાગ્યો ત્યારે હું ? તડપી ઊઠી અને બોલી કે આ બધું મારું  નથી. નરેશ, આ કિંમતી ડાઈનિંગ ટેબલ અને તેની સાથે મૂકેલી નક્શીદાર ખુરશીઓ, આ સુંદર પડદા  બધું  સાહેબે મને આપ્યું છે. એના બદલામાં મારે  અનેકવાર  સાહેબ સાથે  હોટલોના રૂમમાં બંધ થવું પડયું હતું. ઼ 

તું  ઘણો થાકેલો હતો. તું નહાવા માટે જ્યારે બાથરૂમ તરફ આગળ વધ્યો ત્યારે મેં તને મારો નરમ ગુલાબી ટુવાલ આપવા તારા તરફ હાથ લંબાવ્યો ત્યારે તે તેના તરફ એક નજર નાખી માં ફેરવી  લીધું અને  તારી બેગમાંથી ગંદો  ટુવાલ કાઢી બાથરૂમમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી ફ્રેશ થઈ તે બહાર આવ્યો નું અને તારો ચમકતો ચહેરો મને આકર્ષવા લાગ્યો.વર્ષો પછી તારાથી દૂર થઈ ગયેલી હું ત્યારે તારી બાથમાં સમાઈ જવા ઈચ્છતી હતી, મારું દિલ ઈચ્છતું હતું કે તું મને ચુંબનોથી નવડાવી દે, પરંતુ ત્યારે મારું દીવાસ્વપ્ન તૂટી ગયું.  તું કહેતો હતો, ”પૈસાનું શું થયું? તેં મને ફોન કરીને બોલાવ્યો તો ખરો, પરંતુ અહીં તો બધું ઠીકઠાક છે. ભાડાનો ખર્ચો નકામો થયો”

હું  આશ્ચર્યથી તને  તાકી  રહી. તને બધું બરાબર લાગે છે અને જે બધું તૂટી ચૂક્યું છે, એ તું શું જોઈ શક્યો   નહોતો? તારા શબ્દોએ મારા નાજુક અહેસાસને બાળીને રાખ  કરી દીધો. મને લાગ્યું કે તારી સામે કશું કહેવું એ બેકાર છે. તું  ધીરે  ધીરે ટેસથી ચાઈનીઝ  કપમાં ચા પી રહ્યો હતો. તેં કાજુની પ્લેટ તરફ હાથ લાંબો કર્યો ત્યારે મેં  કહ્યું કે તને બોલાવવા માટે હું મજબૂર બની હતી, નહીં તો તને ન બોલાવત. તારા   સન્માનની રક્ષા  કરવા માટે  એ વાત  અગત્યની  છે  કે મારે તને તમામ વાત કરવી જોઈએ.

તું મારો ચહેરો તાકવા લાગ્યો. તારી કશુંક શોધતી નજર મારા પેટ ભણી ગઈ.

મેં   સીધાં સ્વરમાં કહ્યું કે નરેશ આ સાચી વાત જાણી લે કે હું મા બનવાની છું. તારા હાથમાંથી કાજુ છૂટીને પ્લેટમાં  પડયાં. મને ભ્રમ થયો કે કદાચ પ્યાલાની ચા પણ  છલકાઈ  અને  પડી ગઈ છે, પરંતુ ના તું આવતાં જ સમજી ગયો હતો કે તું એવું  જ  કશું સાંભળીશ.

પછી  તેં    હવામાં એક  તીર ફેંક્યું, ”હું તો સમજતો  હતો કે તું તારી નોકરીના પૈસા મોક્લી રહી છે, પરંતુ  તું  તો અહીં  વેશ્યાવૃત્તિ  કરી રહી છે.” 

મારા માટે વેશ્યા’નો શબ્દપ્રયોગ કર્યો તે  કદાચ મને અંદર સુધી તીરની જેમ ભોંકાઈ ગયો.   પણ હું તારા જેવા નપુંસક સામે ઉત્તેજિત થવા – નહોતી ઈચ્છતી. મેં ટાઢકથી કહ્યું, ”તું જાણે છે નરેશ કે હું પ્રાઈવેટ  નોકરી  કરું  છું  અને  તેમાં  કેટલું કમાઈ શકાય છે તેનાથી તું અજાણ નથી. વધતી જતી તારી પૈસાની માગણીએ મને શું બનાવી દીધી છે? ”તો હવે તારે શું જોઈએ છે?”  નરેશે પૂછયું , ”મારી  ઈચ્છાથી  શું  થવાનું  છે નરેશ આનો જન્મ તો થશે જ અને બાપનું નામ તારે આપવાનું રહેશે.

 આશ્ચર્યમાં તારી આંખો પહોળી બની ગઈ, પરંતુ તું શું કરવાનો હતો? ન કરવા માટેના તારા તમામ રસ્તા બંધ હતા. ના કહેવાથી સોનાનાં ઈંડાં આપનારી મરઘીથી તારે હાથ ધોવા પડત. તેં તારી જાતને  સંભાળી  અને વાતને  સ્વીકારી લીધી. મેં  તો    વિચાર્યું હતું ક ે તું  ચીસાચીસ કરી , મૂકીશ, પરંતુ  તેં  તો મૂંગા રહી મારી વાત માની લીધી.  જોકે તારે તારી બહેનનાં લગ્નની ચિંતા હતી. પછી તેં પૈસાની વાત આગળ કરી. ત્યારે મેં કહ્યું, ”કાલે બેન્કમાંથી કાઢી આપીશ.”

મનમાં એક ધરબાયેલી ઈચ્છા હતી. વિચારેલું કે તું કહેશે, છોડી દે સુધાં, આ હલકી  નોકરી અને ચાલ મારી સાથે આપણા  ઘરે અને સંભાળી લે ઘર. પરંતુ આ તું શું કહેતો હતો, વિચાર્યું હતું કે ગીતાનાં લગ્નમાં  તું આવશે, કે   પરંતુ આ ગેરકાયદેસર બાળક સાથે હવે કેવી જ રીતે….. મારા મનમાં  થતું  હતું કે ખડખડાટ હસી લઉં અને  કહ્યું  કે  મારા આડા સંબંધોથી મેળવેલા   પૈસાથી  તું તારી  બહેનનાં લગ્ન  કરી શકે છે. એમાં તન ે  શરમ  નહીં  આવે,  પરંતુ   હું ચૂપ રહી  તારા તરફ  મનમાં એટલો તિરસ્કાર પેદા થઈ ગયો કે તારા વામણા વ્યક્તિત્વ તરફ મને ધૃણા ઉપજી. ”

રાત આખી તું અને હું આ પાંદડાંઓથી ? ઘેરાયેલી લાલ ગુલાબોવાળી ચાદર પર બે કિનારાની જેમ સૂવાનું નાટક કરતા રહ્યા. આપણે  અજાણ્યા જેમ એકબીજાથી  સંકોચાઈન ે સૂઈ રહ્યા. બંધ આંખોમાં મેં અનુભવ્યું, ક્યારેક ક્યારેક તારો હાથ મારા ભણી લંબાતો અને પછી તું તારી જાત પર કાબુ મેળવી લેતો. ગુલાબના જે કાંટા તને તકલીફ આપતા હતા તે મને પણ આપતા હતા, પણ એ અંતરને ઘટાડવાનું મુશ્કેલ હતું.

Related posts

ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવા દરરોજ કરો કીવીનું સેવન, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Ankita Trada

વર્લ્ડ હાર્ટ ડેઃ હાર્ટને હેલ્ધી રાખવા આ 5 વાતોનું ધ્યાન રાખો, 3 માંથી 1 મૃત્યુ થાય છે હાર્ટ એટેકથી

Karan

પતિને આવ્યો કોલ- ભાઈ ભાભી અજાણ્યા યુવક સાથે ફરી રહી છે અને પછી…..

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!