GSTV

સમાગમ પણ ન થઈ શકે એટલી છે મારી સાઈઝ, તો મારી પત્ની પ્રેગનન્ટ કેવી રીતે થઈ ગઈ

પ્રશ્ન: મારા મિત્રના આઠ માસ પહેલાં લગ્ન થયાં છે. મિત્રના કહેવા પ્રમાણે પેનિસ ખૂબ જ નાનું છે. તે પોતાને નપુંસક માને છે. પતિપત્ની એકબીજા ઉપર સમાગમ કરે છે. તેની પત્નીને ગર્ભ રહ્યો છે. મારે મિત્ર બેચેન રહે છે શું આ રીતે ગર્ભ રહી શકે? મિત્રનું સમાધાન થાય તેવો ઉત્તર આપશો. તેને તે ઉત્તર વંચાવીશ. – એક યુવાન (મુંબઈ)

ઉત્તર: પ્રશ્નમાં બધી વિગતો સ્પષ્ટ નથી. પુરુષના પેનિસની સાઈઝ તે કામોત્તેજિત ન હોય ત્યારે ગમે તેટલી નાની હોય તે બાબતનું મહત્ત્વ નથી. પુરુષને સેક્સની ઈચ્છા થાય અને ઉત્તેજના થાય એટલે પેનિસનું  ઉત્થાન થાય. ઉત્થાન પામેલા પેનિસની લંબાઈ ઓછામાં ઓછી બે ઈંચ જેટલી હોય તો પણ તે સ્ત્રી સાથે સમાગમ કરી શકે છે. એટલે જ નહિં તેટલી સાઈઝ હોવા છતાં સ્ત્રીને સમાગમનું સુખ મળી શકે છે. જો આ રીતે પુરુષનું પેનિસ ઉત્થાન પામતું હોય અને તે સમાગમક્રિયા કરી શકતો હોય તો તેને નપુંસક ન કહેવાય. ગર્ભ રહે તે માટે વીર્યસ્ત્રાવ થવો જોઈએ. વીર્યસ્ત્રાવમાં નોર્મલ પ્રમાણમાં વીર્યજંતુઓ હોવા જોઈએ. આ રીતે તમારા મિત્ર સમાગમ કરી શકતા હોય અને સમાગમ પછી જો યોનિમાં વીર્યસ્ત્રાવ થતો હોય તો સ્ત્રીને ગર્ભ રહે તે કુદરતી બાબત છે. પેનિસની સાઈઝનું પણ મહત્ત્વ નથી અને કયા આસનમાં સમાગમ કરવામાં આવે છે તેનું પણ મહત્ત્વ નથી.

પ્રશ્ન: મારી ઉંમર ૪૮ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૩૨ વર્ષની છે. પત્નીનું કહેવું છે કે તમારું લિંગ હવે ઘસાઈ ગયો છે. એટલે સંભોગમાં આનંદ આવતો નથી તો આવા આધુનિક જમાનામાં શરીરનાં અવયવો બદલી શકાય છે. દા.ત.કિડની વગેરે. તો તમે પણ ૧૮-૨૦ વર્ષનાં પુરુષની ઈન્દ્રિય બદલાવી લગાવી લો. તો શું આ શક્ય છે. રૂપિયાનો ભલે ગમે તે ખર્ચ થાય. આ બાબતમાં માર્ગદર્શન આપશો. – એક પતિ (મુંબઈ)

ઉત્તર: એકનું અવયવ બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના કિડની વગેરેનાં જેમ પ્રયોગો થાય છે તેમ પેનિસ બદલવાના પ્રયોગો થવાની અમને જાણ નથી. ઉંમર વધતા કંઈ પેનિસ ઘસાઈ જતું નથી, પણ તરુણ-યુવાન વયે જેટલી ઝડપથી પેનિસનું ઉત્થાન થાય છે તેટલી ઝડપથી મધ્ય વયે, પૌઢ વયે થતું નથી. વળી એક વખતના સમાગમ પછી પુરુષને વિરામકાળની જરૂર પડે છે. ઉંમર વધતા આ વિરામકાલ વધતો જાય છે. ઉંમર વધતા કેટલાકને પૂરેપૂરું ઉત્થાન પણ થતું નથી. ખાસ સમસ્યા છે શીઘ્રપતનની. સ્ત્રીને હજી કામોત્તેજનાની શરૂઆત હોય ત્યાં જ પુરુષ જો પરાકાષ્ઠા આવી જાય અને વીર્યસ્ત્રાવ થઈ જાય તો તે તરત ફરી કામોત્તેજિત થઈ શકતો નથી. તેને વિરામકાળ (રિફેક્ટરી પિરિયડ) જરૂરી હોય છે. તેને બીજી વખત ઉત્થાન-ઉત્તેજનાં માટે મોટી વયે  કલાકો  અને દિવસોનો વિરામ જોઈએ. એક વિશિષ્ટ બાબતની નોંધ પણ કરી દઉં. પુરુષની કામેચ્છા મધ્ય વયે, પ્રૌઢ વયે ઘટે છે. સ્ત્રીની કામેચ્છા-કામોત્તેજનાનાં ટોચના વર્ષો (પિક યર્સ) તે યુવાની પછીના ત્રીસી-ચાળીસીના વર્ષો હોય છે. પુરુષની આ દ્રષ્ટિએ ટોચની વય તરુણ-યુવાનીનાં વર્ષોની હોય છે.

હવે મૂળ વાત પર આવીએ, દંપતી સાથે જ વાંચો છો તો જાણી લો કે કોઈ યુવાનનાં લિંગને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત માત્ર તરંગ-કલ્પના છે. સ્ત્રીને કામ પરાકાષ્ઠાના પરમ સુખનાં એક કરતા વધારે અનુભવો મળે તે માટે ઘણી વાર લખી ગયા છીએ તેમ કિલટોરિસ સાથે સ્પર્શક્રીડા કરવી. આવી ક્રીડા હાથની આંગળીથી પણ થઈ શકે અને જીભ-હોઠથી પણ થઈ શકે. ક્લિટોરિસ કામોત્તેજિત થતા સ્ત્રીને ઉપરાઉપરી અનેક પરાકાષ્ઠાઓ (ઓર્ગેઝમ)ના સુખાનુભવો થાય છે. 

પ્રશ્ન: ૨૨ વર્ષની અપરિણિત યુવાન છું. ચાર-પાંચ દિવસે એક વખત સ્વપ્નદોષ થઈ જાય છે. તેને લીધે સવારમાં વસ્ત્ર-ચાદરમાંથી ઉગ્ર વાસ આવે છે. મિત્રે સલાહ આપી કે હસ્તમૈથુન કરવાથી સ્વપ્નદોષ ઓછા થઈ જશે, પણ એમ કરવાથી પણ કોઈ જ ફરક પડયો નથી. જોઈન્ટ ફેમિલી હોવાને લીધે સવારમાં આવી વાસથી બહુ જ શરમનો અનુભવ થાય છે. કોઈ ઉપાય બતાવવા વિનંતી.
– એક યુવક (વલસાડ)

ઉત્તર: રોગોનો ઉપાય હોય. જે રોગ નથી, પણ કુદરતી બાબત છે તેનો ઉપાય ન હોય. સ્વપ્નસ્ત્રાવ (નાઈટ ડિસ્ચાર્જ) તે કુદરતી બાબત છે. સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી શરમની લાગણી અનુભવો છો, પણ તેવી લાગણીમાંથી મુક્ત થાઓ. એક તો તમને જેવી અને જેટલી ગંધનો અનુભવ થાય છે તેવો ને તેટલો ઘરના બીજા સભ્યોને થવાનો નથી. તે કંઈ સાવ તમારી સમીપ ન હોય. વડીલ પુરુષ સભ્યોનું આ બાબતમાં ધ્યાન ખેંચાશે તો તેથી તેમને આશ્ચર્ય થવાનું નથી. તેઓ તેમની તરુણ-યુવાન વયે આવા કુદરતી અનુભવોમાંથી પસાર થયા હશે. તમે અંદરના ભાગમાં અંડરવેર પહેરવાનું રાખો. જેથી તે અંડરવેર જ ભીંજાશે. નાહતી વખતે તે અંડરવેર જાતે ધોવાનું રાખો. સ્વપ્નસ્ત્રાવ તે દોષ નથી. તે નથી પાપ કે અપરાધ. તે હાનિકારક પણ નથી. બિનજરૂરી શરમ અનુભવીને ચિંતાતુર રહેવાની જરૂર નથી.

પ્રશ્ન: મારા પતિને શયનખંડના એકાંતમાં સમાગમ પૂર્વે ગંદા જોક્સ કહેવા ગમે છે. પહેલા મને તે ગમતા ન હતા, પણ હવે તેવા જોક્સ સાંભળીને મારી કામોત્તેજના પણ વધે છે. શું આ ખરાબ છે વિકૃતિ કહેવાય. – એક પત્ની (સૂરત)

ઉત્તર: તમારા શયનખંડનાં એકાંતમાં પરસ્પરની સંમતિથી તમે જે કંઈ કરો તે તમને સુખ આપતું હોય તો ખરાબ અને વિકૃતિની ભાષામાં અટવાઈ જવાની જરૂર નથી. આવા જોક્સમાં ફેન્ટસી અને અતિશયોક્તિ પ્રયોજાય છે. વળી તેમાં બૌધિક ચમકારા પણ હોય છે. તે તમને હળવા કરીને, હસાવીને, કામોત્તેજિત કરતા હોય તો તેમાં કશું ખોટું નથી.

હું ૧૭ વરસની છું. મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે? યોગ્ય સલાહ આપશો. – એક યુવતી (અમદાવાદ)

પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

Related posts

LIC ની ખાસ પોલિસી : 150 રૂપિયા ખર્ચ કરવા પર મળશે 19 લાખ, જરૂરિયાતના સમયે મળશે પરત

Nilesh Jethva

Corona ઈફેક્ટ: દેશની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને 5 લાખ કરોડનું નુકસાન, 5 કરોડ લોકો ગુમાવશે નોકરી

Mansi Patel

Lock Down : માતાપિતાએ એવું તો શું કરવુ જેથી બાળકોનું મનોરંજન થાય અને સમય પણ પસાર થાય? આ ટિપ્સ આવશે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!