સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણને શર્મસાર કરનારા કિસ્સાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વધુ એક ઘટનાના કારણે શિક્ષણધામ કલંકિત થયું છે. શહેરાના મોરવા હડફની શાળાનો શિક્ષણ જગતને શર્મસાર કરે તેવો વીડિઓ સામે આવ્યો છે. જેમાં શાળાના વર્ગ ખંડમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીને લિપ કિસ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કલાસરૂમમાં વિદ્યાર્થીઓની હાજરીમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને લિપ કિસ કરી. અન્ય વિદ્યાર્થી સાથે શરત લગાવી વિદ્યાર્થી સતત 30 સેકન્ડ સુધી વિદ્યાર્થિનીને કિસ કરી રહ્યો છે. અને આ સમગ્ર ઘટનાનો વિડીયો વર્ગનો એક વિદ્યાર્થી ઉતારી રહ્યો છે. આવી બેશરમી ભરી હરકતથી વર્ગ ખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીનીઓ શરમમાં મુકાયા હતા. વીડિઓ મોરવા હડફની ઘી કે હાઈસ્કૂલનો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
30 સેકન્ડ સુધી ચાલ્યું દ્રશ્ય
જો કે હવે શિક્ષણ જગતા આ રીતે લીરેલીરા ઉડે તેવું પ્રથમ વખત નથી. અશ્લીલ ચેડા માટે કુખ્યાત બની ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલાને તો સસ્પેન્ડ કરી દેવાયા. પીએચડી માટે વિદ્યાર્થિની પાસેથી અશ્લિલી માંગ કરનારા પ્રોફેસર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી ત્યાં દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ જ આ રીતે હરકત કરે તો શિક્ષણ માટે લાંછન રૂપ ઘટના છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ આવી હરકત કરે તો સૌથી મોટી વાત છે કે આવું તેમને શીખવાડ્યું કોણે ? કારણ કે ક્લાસના અન્ય કેટલાંક લબરમૂછીયાઓ પણ… હજુ 15 સેકન્ડ થઈ છે. ગોઠવાય ગયું છે….. જેવા શબ્દોનો ઉપયોગ કરી પ્રોત્સાહન આપી રહ્યા હતા. તો અન્ય કેટલાક વિદ્યાર્થીઓ જાહેરમાં થઈ રહેલી આ અશ્લિલ હરકતને રોકવાની જગ્યાએ કે કોઈ શિક્ષકને બોલાવવાની જગ્યાએ ખીખીયાટા અને હાહા હોહો કરી રહ્યા હતા. પણ આખરે ઓતપ્રોત થઈ ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચેની આ કામાંધ ક્રિયા 30 સેકન્ડ સુધી ચાલી હતી અને તેનો વીડિયો પણ હવે વાયરલ થયો છે.
શું કહ્યું પ્રિન્સિપાલે ?
જે સ્કૂલનો આ વીડિયો વાયરલ થયો છે ત્યાંના પ્રિન્સિલ અશ્વિન પટેલે પણ કડક પગલાં લેવાની વાત ઉચ્ચારી હતી. તેમણે ભૂતકાળનો દાખલો આપી જણાવ્યું હતું કે, 1995થી આ સ્કૂલ ચાલે છે પણ અત્યાર સુધી આવું કંઈ સામે આવ્યું નથી. તેમણે ઘટનાને વખોડી કાઢી હતી અને કડકમાં કડક પગલાં લેવાની વાત મુકી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની આ હરકત બાદ તેમના વાલીઓને બોલાવીશું અને રિશેષમાં કરવામાં આવેલા આ કૃત્ય બદલ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.
READ ALSO
- સામાન્ય માણસને મળશે મોટી રાહત, શું પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડશે મોદી સરકાર? કરી રહી છે આ તૈયારી
- શેરમાર્કેટમાં સોદો પાડવા માટેનું સોફ્ટવેર વિકસાવી કરતા હતા ઠગાઈ, વાડજ પોલીસે બેની કરી ધરપકડ
- મુકેશ અંબાણીને ટક્કર આપશે એલન મસ્ક, ભારતના 5G માર્કેટ પર કબ્જો કરવાની આ છે યોજના
- મમતા મોદી સામે જ બગડ્યા/ સરકારી કાર્યક્રમને રાજકીય બનાવી દીધો, ભાષણ આપવાનો જ કરી દીધો ઈનકાર
- મમતા મોદી સામે જ બગડ્યા/ સરકારી કાર્યક્રમને રાજકીય બનાવી દીધો, ભાષણ આપવાનો જ કરી દીધો ઈનકાર