GSTV

15 વર્ષ જુના ઝાડ પર થઇ 121 પ્રકારની કેરીઓ, જોવા માટે ઉમટી પડ્યો માનવમહેરામણ

Last Updated on July 1, 2021 by Pritesh Mehta

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં એક 15 વર્ષ જુના આંબાના ઝાડ પર 121 પ્રકારના કેરીના ફળ થયા છે ત્યારબાદ આ આંબો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જિલ્લાની અનેકે કંપની બાગીચામાં થયેલ આ ઝાડ કૃષિ સાહસિકો દ્વારા પ્રયોગના ધોરણે 5 વર્ષ પહેલા લગાડવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય કેરીની અનેક પ્રજાતિઓ વિકસિત કરવાનો અને તેના સ્વાદની સાથે પ્રયોગ કરવાનો હતો.

કેરી

એક ઝ ઝાડ પર ઉગાડ્યા અનેક કેરીના ફળ

સહારનપુર ખાતે બાગબાની અને અધ્યયન કેન્દ્રના સહ-નિર્દેશક ભાનુ પ્રકાશ રામે જણાવ્યું છે કે આ પ્રયોગનો ઉદ્દેશ્ય નવા પ્રકારની કેરીઓની સમીક્ષા કરવાનો હતો. સહારનપુર પહેલેથી જ કેરીનું ટોચનું ઉત્પાદક રહ્યું છે. તેને ફળોની શ્રેણીમાં કેરીની બાગાયતી ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.આજ કારણે અહીં નવા પ્રકારની કેરીઓ પર શોધ શરૂ કરવામાં આવ્યું હતું.

એક જ ઝાડ પર 121 પ્રકારની કેરીઓ

બાગબાની પ્રયોગ અને પ્રશિક્ષણ કેન્દ્રના તત્કાલીન સંયુક્ત નિર્દેશક રાજેશ પ્રસાદએ એક આંબાના ઝાડ પર કેરીની 121 જાત લગાવી. એક સ્થાનિક અધિકારીએ કહ્યું, ‘સ્વદેશી કેરીના ઝાડ પર કેરીના જુદા જુદા પ્રકાર લગાડવામાં આવી. ઝાડની દેખભાળ માટે અલગથી નર્સરી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા. આ ઝાડ પર દશહરી, લંગડા, ચૌસા, રામકેલાં, આમ્રપાલી, સહારનપુર અરુણ, સહારનપુર વરુણ, સહારનપુર સૌરભ, સહારનપુર ગૌરવ અને સહારનપુર રાજીવ સહીત જુદી જુદી જાતની કેરીઓ આવે છે.

નવી પ્રજાતિઓ પર ચાલી રહ્યું છે કામ

આ ઉપરાંત આ ઝાડ પર લખનઉ સફેદ, ટૉમી એટ કિંગ્સ, પૂસા સૂર્યા, સેન્સેશન, સાતફૂલ, કાળામી માલદા મેંગો, બોમ્બે, સ્મિથ, મંગિફેરા જાલોનિયા,ગોલા બુલંદશહેર, લારંકૂ, એલઆર સ્પેશિયલ, આલામ્પુર બેનીશા અને અસૌજિયા દેવબંદ સહીત કેરીની અન્ય જાતો પણ ઉગાડવામાં આવી રહી છે. શોધકર્તાઓનું કહેવું છે કે નવી પ્રજાતિઓ પર કામ ચાલી રહયું  છે જેથી કેરીની સારામાં સારી જાતો નું ઉત્પાદન કરી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!