GSTV
Business Trending

ગુડ ન્યૂઝ / સરકારના આ પગલાથી સહારાના કરોડો રોકાણકારોને ટૂંક સમયમાં મળી શકે છે ફસાયેલા પૈસા

સહારા ગ્રુપના રોકાણકારો માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમયમાં જ તેમના રોકાણકારોને તેમાં રોકાયેલા પૈસા પાછા મળી જવાની સંભાવના છે. સહારાના સેબી ફંડમાં 24000 કરોડ રૂપિયા જમા છે. સરકારે આમાંથી 5000 હજાર અલોટ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે જેથી 1.1 કરોડ નિવેશકોને તેમના પૈસા પાછા મળી શકે.

સહારા-સેબી ફંડમાં કુલ 24,979 કરોડ રૂપિયા જમા

આ લોકોના નાણાં સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓમાં લાંબા સમયથી પડ્યા છે. 2012માં સુપ્રીમ કોર્ટે સહારા હાઉસિંગ અને સહારા રિયલ એસ્ટેટને 25,781 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ કંપનીઓએ માર્ચ 2008 અને ઓક્ટોબર 2009માં ત્રણ કરોડ રોકાણકારો પાસેથી આ રકમ એકત્ર કરી હતી. આ બંને કંપનીઓએ અત્યાર સુધીમાં રૂ. 15,569 કરોડ જમા કરાવ્યા છે જેના પર રૂ. 9,410 કરોડનું વ્યાજ જમા થયું છે. આ રીતે સહારા-સેબી ફંડમાં કુલ 24,979 કરોડ રૂપિયા જમા છે. રિફંડ પછી પણ આ ખાતામાં 23,937 કરોડ રૂપિયા જમા છે.

દિલ્હી હાઈકોર્ટના ચોક્કસ આદેશ છતાં સહારા ગ્રુપે સહકાર આપ્યો નથી

સહકાર મંત્રાલય તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને જણાવ્યું હતું કે, ચાર મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ, સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, સહારા યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીએ નવ કરોડથી વધુ નિવેશકો પાસેથી 86,673 રૂપિયા એકત્ર કર્યા હતા અને તેમાંથી રૂ.62,643 કરોડનું રોકાણ એમ્બી વેલીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટના ચોક્કસ આદેશ છતાં સહારા ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીઓએ આ મામલે સહકાર આપ્યો નથી અને રોકાણકારોના પૈસા રિફંડ અને ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને ફગાવી દીધી છે.

READ ALSO

Related posts

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો,

Padma Patel

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja
GSTV