GSTV
Home » News » સહારા કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના 24 અધિકારીઓ વિરૂદ્ધ ઠગાઇ મુદ્દે ફરિયાદ નોંધાઇ

સહારા કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના 24 અધિકારીઓ વિરૂદ્ધ ઠગાઇ મુદ્દે ફરિયાદ નોંધાઇ

પાદરા પોલીસ મથકે સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના 24 અધિકારીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. પાદરા તાલુકાના મુજપુરના દલપતસિંહ પઢીયાર નામના એજન્ટે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સહારા કો.ઓ.સો.લી.ના વર્ષો જુના ૧૦ એજન્ટો દ્વારા ૪ કરોડ ૭૦ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. ફરિયાદીના આક્ષેપ મુજબ તેઓએ 13 લાખ 14 હજાર તથા તેમના પરિવારના તેમજ અન્ય ૧૦ એજન્ટો થકી રોકાણ કરનાર અસંખ્ય ગ્રાહકોના કુલ રૂ. ૪ કરોડ ૬૯ લાખ ૨૬ હજાર ૯૬૫ રૂપિયા પાકતી મુદતે સહારાના અધિકારીઓએ પરત આપવામાં ગલ્લા તલ્લા કર્યા છે.

Read Also

Related posts

સીસીટીવીમાં જોવા મળેલો દિપડો ઠાર મરાયો, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ

Nilesh Jethva

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!