GSTV

સહજાનંદ ગલ્સૅ ઇન્સ્ટીટયૂટ વિવાદ : સંચાલકોએ વિદ્યાર્થિનીઓને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની આપી ધમકી

Last Updated on February 13, 2020 by

ભૂજની સહજાનંદ ગલ્સૅ ઇન્સ્ટીટયૂટ વિવાદમાં આવ્યુ છે. અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના કપડા ઉતારીને તેઓ પિરિયડ્સમાં છે કે નહીં તેની તપાસ કરાઇ. જેને લઇને અહીં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થિનીઓ અને વાલીઓ આ ઘટના બાદ આ રીતની હરકત કરનાર સંચાલકો સામે કડક પગલા ભરવાની માંગ કરી રહ્યા છે. તો વિદ્યાર્થિનીઓનો એવો પણ આક્ષેપ છે કે સંચાલકો તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી રહ્યા છે.

નોંધનીય છેકે અહીંની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે તેઓ જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે નીતિ નિયમ પાળવા માટે ફરજ પાડવામા આવે છે અને આ અંગે જ્યારે કોલેજમાં ફોન કરાયો ત્યારે બે વિદ્યાર્થિનીઓને અલગ પણ બેસાડી દેવાઇ હતી. જો કે ત્યારબાદ તમામ વિદ્યાર્થિનીઓના કપડા ઉતારીને તપાસ કરાતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ગુજરાતમાં ચૂંટણીને લઈને મોટા સમાચાર: ભારતીય જનતા પાર્ટીને મળી ગઈ મોટી રાહત, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે નહીં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!