GSTV
Home » News » આરએસએસના ભૈય્યાજી જોશીએ અયોધ્યામાં રામ મંદિર મામલે આપ્યું વિવાદિત નિવેદન

આરએસએસના ભૈય્યાજી જોશીએ અયોધ્યામાં રામ મંદિર મામલે આપ્યું વિવાદિત નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈય્યાજી જોશીએ અયોધ્યામાં રામલલાની પૂજા અર્ચના કરી છે. સોમવારે અયોધ્યા આવેલા ભૈય્યાજી જોશીએ કહ્યુ હતુ કે તાડપત્રીમાં બેઠેલા ભગવાન રામના તેઓ છેલ્લીવાર દર્શન કરી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જ્યારે તેઓ આગામી વખતે અયોધ્યા આવશે. ત્યારે તેમને ભગવાન રામનું ભવ્ય મંદિર જોવા મળશે.

પચ્ચીસ નવેમ્બરે અયોધ્યામાં યોજાનારી ધર્મસભા પહેલા આરએસએસમાં દ્વિતિય ક્રમાંકના સૌથી શીર્ષસ્થ નેતા ભૈય્યાજી જોશીનું નિવેદન ભાજપ અને મોદી સરકાર પર રામમંદિર નિર્માણ માટે વટહુકમ અથવા કાયદો લાવવા માટેના દબાણ તરીકે જોવાઈ રહ્યું છે. સાધુ-સંતોની હાકલ પર 25 નવેમ્બરે આયોજીત થનારા સમારંભમાં મોટી સંખ્યામાં રામભક્તોના એકઠા થવાની શક્યતા છે.

ભૈય્યાજી જોશીએ કહ્યુ છે કે તેઓ આશા કરે છે કે હિંદુ સમુદાયના લોકો સંતોનું આમંત્રણ સ્વીકારીને મોટી સંખ્યામાં સમારંભમાં ભાગ લેશે. તેની સાથે જ તેમણે રામમંદિર નિર્માણના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. ભૈય્યાજી જોશી પુછવામાં આવ્યું કે સરકારને તેઓ શું કહેવા માંગે છે. તો ભૈય્યાજી જોશીએ કહ્યુ હતુ કે તેઓ આના પર કોઈ ટીપ્પણી કરવા માંગતા નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યુ હતુ કે તેઓ સુપ્રીમ કોર્ટને અપીલ કરશે અને કહેશે કે આ સંવેદનશીલ મામલો છે અને રામમંદિર નિર્માણનો મુદ્દો આસ્થા સાથે જોડાયેલો છે. રામમંદિર નિર્માણ આડે આવતી અડચણોને દૂર કરવામાં આવે. તેમણે વડાપ્રધાન મોદીને મામલામાં હસ્તક્ષેપ કરીને તેનું સમાધાન કાઢવાનો આગ્રહ પણ કર્યો છે.

Related posts

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત, હુમલાખોરોએ લોકો ઉપર અંધાધુંધ ગોળીઓ વરસાવી

Mansi Patel

રાજ્યસભામાં જશે પ્રિયંકા ગાંધી ! છત્તીસગઢથી ઉમેદવાર બનાવવા પર વિચાર કરી રહી છે કોંગ્રેસ

Mansi Patel

અમદાવાદી ટ્રમ્પને જોવા પણ નહીં જઈ શકે : રોડ શો જોવા પણ જોઈશે ઓળખકાર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!