GSTV

ઘરનો ડખ્ખો બજારમાં પહોંચ્યો: ભરબજારે ચપ્પલ લઈને પતિને ધોઈ નાખ્યો, પતિ માર ખાતો ખાતો બોલ્યો-ખબર નહીં કેમ ઢીબે છે મને !

Last Updated on September 10, 2021 by Pravin Makwana

મધ્ય પ્રદેશના સાગર શહેરની એક મોટી બજારમાં એ સમયે હોબાળો થઈ ગયો, જ્યારે એક મહિલા એક શખ્સને અચાનક ચપ્પલ વડે પીટવા લાગી હતી. જેવુ મહિલાએ પિટાઈ શરૂ કરી કે, લોકોની ભીડ એકઠી થવા લાગી, જ્યારે આખા મામલા વિશે લોકો જાણ્યુ ત્યારે ખબર કે, આ બંને તો પતિ-પત્ની છે.

વીડિયો વાયરલ થયો

હકીકતમાં જોઈએ તો, સાગર શહેરમાં પતિ-પત્નીનો ઘરનો ઝઘડો બજારે પહોંચ્યો હતો. પત્નીએ ખુલ્લેઆમ પતિદેવની ધોલાઈ કરી નાખી હતી. હોબાળો થતાં ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી. પોલીસે બંનેને રોક્યા, આ દરમિયાન યુવકે જણાવ્યુ કે,આ મહિલા તેની પત્ની છે. પણ તે શા માટે મને મારી રહી છે, તેની મને પણ ખબર નથી. જે બાદ પોલીસ બંનેને મોતીનગર પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ.

જ્યારે આ મામલે મોતીનગર પોલીસ સ્ટેશનના પ્રભારી ઈનચાર્જ નવલ આર્ય સાથે વાત કરવામાં આવી તો, તેમણે જણાવ્યુ કે, પતિ-પત્નીનો ઘઝડો કોર્ટમાં ચાલી રહ્યો છે. કોઈ વાતને લઈને બંને વચ્ચે ડખ્ખો થયો અને પત્નીએ ખુલ્લેઆમ મારવાનું શરૂ કર્યું. બંનેની ફરિયાદ પર આગળની કાર્યવાહી કરવામાં આવી. સાથે જ તેમને સમાધાન કરી લેવા પણ ભલામણ કરવામાં આવી હતી.

ખબર નહીં શા માટે ધોકાવી રહી છે પત્ની

તો વળી પતિનું કહેવુ છે કે, તેને ખબર નથી કે શા માટે પત્ની તેને મારી રહી છે. તે ખૂદ આ વાતને લઈને ટેન્શનમાં છે. જ્યારે ચપ્પલથી મારતી મહિલાનો આરોપ છે કે, તેનો પત્ની તેના પર અલગ અલગ પ્રકારના આરોપ લગાવે છે. મારી બેઈજ્જતી કરતો ફરે છે. કારણ વગરનો બદનામ કરે છે. અચાનક તેણે ગાળ બોલવાનું શરૂ અને મને મારી, તો પછી મેં પણ ચાલુ કરી દીધું.

READ ALSO

Related posts

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!