વિધાનસભાની ચૂંટણી ટાણે જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની એન્ટી કરપ્શ બ્યુરો(ACB)એ ધરકપડ કર્યા બાદ મામલો ગરમાયો છે ત્યારે દૂધ સાગર ડેરીનું સાગર દાણ કૌભાંડ મામલે મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

દૂધ સાગર ડેરીના કૌભાંડનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે. હવે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુંન મોઢવાડીયાએ કોર્ટમાં હાજર રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મહેસાણા કોર્ટમાં 6 ઓક્ટોબરના રોજ સાક્ષી તરીકે હાજર રહેવા માટે બંને જણાને સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે.
મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. આથી, બંનેને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખતા 6 ઓક્ટોબરના રોજ બંનેએ હાજર રહેવું પડશે. વિપપલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજમાં રોષનો માહોલ છે. ખેરાલુ તાલુકા ભાજપમાંથી 30 જેટલા રાજીનામાં પડ્યા છે. જુદા-જુદા મોરચાના હોદ્દેદારોએ ભાજપને અલવિદા કહ્યું છે.
નોંધનીય છે કે, પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ બાદ ગઈ કાલે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે વિપુલ ચૌધરીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જોકે, 10 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.
READ ALSO
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ