GSTV

સાવધાન/ આ મહિલાઓ ભૂલથી પણ ના રમે ધૂળેટી, તમારી ભૂલની કિંમત તમારા વ્હાલસોયાએ ચૂકવવી પડશે

ધૂળેટી

Last Updated on March 29, 2021 by Bansari

હોળી આવતા જ મનમાં એક અજીબ ઉમંગની લહેર દોડી જાય છે. કેટલાય દિવસ પહેલાથી જ આપણે રંગોની સાથે રમવાની તૈયારી શરૂ કરી દેતા હોઇએ છીએ. રંગોની સાથે રમવામાં જેટલી મજા આવે છે તમારે તેટલી જ પોતાની કેર પણ કરવી પડે છે. ખાસ કરીને જો તમે ગર્ભવતી છો અને હોળી સેલિબ્રેશન દરમિયાન કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવો છો ત્યારે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર તો ખરાબ અસર પડે જ છે, સાથે જ પોતાના ગર્ભસ્થ શિશુને પણ તમારી બેદરકારીની કીંમત ચુકવવી પડે છે. ગર્ભવતી મહિલાઓના મનમાં હોળી સેલિબ્રેશનને લઇને કેટલાય પ્રકારની શંકાઓ થાય છે. કેટલીક મહિલાઓ તો મન મારીને હોળીને સેલિબ્રેટ કરવાનું જ ટાળતી હોય છે. જો કે તમારે હોળી સેલિબ્રેશન ટાળવાની કોઇ જરૂર નથી. જો તમે કેટલાક સેફ્ટી ટિપ્સનું ધ્યાન રાખો છો તો ખૂબ જ સરળતાથી હોળીની મજા સુરક્ષિત રીતે માણી શકો છો. જાણો, ગર્ભવતી મહિલાઓ માટે હોળી સેલિબ્રેશન દરમિયાન કેટલીક એવી જ સેફ્ટી ટિપ્સ વિશે…

મહિલા

હર્બલ રંગોથી હોળી રમો

જો કે હાનિકારક કેમિકલ કલરનો ઉપયોગ હોળી સેલિબ્રેશન દરમિયાન કોઇએ પણ ન જ કરવો જોઇએ, પરંતુ ગર્ભવતી મહિલાઓએ તેનાથી ખાસ કરીને દૂર રહેવું જોઇએ. હકીકતમાં તેમાં કેટલાક તત્ત્વ જેવા કે કૉપર સલ્ફેટ, લેડ ઑક્સાઇડ અને પારા વગેરે હોય છે. આ રસાયણ તમારી ત્વચા, શ્વસન અને તંત્રિકા તંત્રને નુકશાન પહોંચાડી શકે છે અને લોહીના પરિભ્રમણના માધ્યમથી ભ્રૂણને અસર કરી શકે છે. એટલા માટે નેચરલ તેમજ હર્બલ કલર્સથી જ હોળી રમો. જો શક્ય હોય તો તમે ઘરે જ ફળ, ફૂલ અથવા શાકભાજી વગેરેની મદદથી કલર્સ બનાઓ અને હોળીને એન્જોય કરો.

ધૂળેટી

ડીપ ફ્રાઇડ ફૂડને કહો ‘No’

ફેસ્ટિવલનો સમય હોય અને તમે ખાણીપીણીમાં છૂટછાટ ન રાખો એ તો શક્ય જ નથી. સામાન્ય રીતે હોળીના સમયમાં લોકો કેટલાય પ્રકારના મસાલેદાર સ્નેક્સ, ચાટ, ગુજિયા, ઘીની મીઠાઇઓ, કૈફીનવાળા પીણાં પદાર્થો વગેરે બનાવે છે, પરંતુ ગર્ભવતી મહિલાઓએ આ તમામ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હોળી પર લોકો ભાંગ પણ પીએ છે, જે તમારા માટે જરા પણ યોગ્ય નથી. આ પ્રકારના તળેલા તેમજ હેવી ફૂડથી તમારું પેટ ખરાબ થઇ શકે છે અને તમને અપચાની સમસ્યા થઇ શકે છે. આટલું જ નહીં, હેવી ફૂડના કારણે એક ગર્ભવતી સ્ત્રીની તબિયત વધુ ખરાબ થઇ શકે છે.

ધૂળેટી

વધુ ભીડ તેમજ પાણીના ફુગ્ગાઓથી દૂર રહો

જો તમે ગર્ભવતી છો તો તમારે આ સેફ્ટી ટિપ્સનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઇએ. ખૂબ જ વધારે ભીડમાં હોળી સેલિબ્રેશનથી તમને ગભરામણની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીનું ઇમ્યૂન સિસ્ટમ પણ વીક થાય છે ત્યારે વધુ ભીડમાં જવાથી કોરોના વાયરસ તેમજ અન્ય સંક્રમણ થવાનું જોખમ વધુ રહેશે. આ ઉપરાંત તમે પાણીથી પણ હોળી ન રમશો. કારણ કે તેમાં લપસી પડવાની શક્યતાઓ વધી જાય છે જે તમારા ભ્રૂણને નુકશાન પહોંચાડી શકે છે. પાણીના ફુગ્ગા જો તીવ્રતા સાથે તમને વાગશે તો તેનાથી ગર્ભપાત સુધીનું જોખમ રહે છે.

પ્રેગનેન્સી

પોતાની જાતને પ્રોટેક્ટ કરો

જ્યારે તમે હોળી રમવાનું મન બનાવી લીધું છે તો એવામાં પોતાની જાતને પ્રોટેક્ટ કરવાનું ચુકશો નહીં. એટલા માટે તમે તમારા ફેસ તેમજ સ્કિન પર તેલનું એક પાતળુ કોટ અપ્લાય કરો, આ કલરને ત્વચામાં શોષાતા અટકાવે છે. આ ઉપરાંત, પોતાની આંખોને રંગીન પાણી અને પાઉડરથી બચાવવા માટે તડકા અથવા ગોગલ્સમાં સાફ ચશ્માનો ઉપયોગ કરો. આ સાથે જ ચહેરા પર માસ્ક અથવા રૂમાલ ફરજિયાતપણે બાંધો. આ કોરોના સંક્રમણથી બચવા ઉપરાંત મોંઢા અને શ્વસન ક્રિયાના માધ્યમથી રાસાયણિક રંગોને પણ પ્રવેશ કરતા અટકાવવામાં મદદ કરે છે.

ધૂળેટી

અન્ય નાની-નાની બાબતો

જો તમે ગર્ભવતી છો તો તમારે બીજી કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ

  • હોળી સેલિબ્રેશન દરમિયાન ડાન્સ કરવા અથવા ખૂબ જ વધુ ઉછળ-કૂદવાથી બચવું જોઇએ. તેના કારણે તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
  • દેશમાં ભલે કોરોના વેક્સીન આવી ગઇ છે પરંતુ કોરોનાનું જોખમ હજુ ટળ્યુ નથી. એટલા માટે પોતાની જાતને અને પોતાના ગર્ભસ્થ બાળકને કોરોનાથી બચાવવા માટે હોળી મિલન સમારોહ અથવા હોળી પાર્ટીમાં જવાનું ટાળો.
  • હોળી માત્ર પરિવારના સભ્યો સાથે જ રમો. તેનાથી તમે સુરક્ષિત રીતે હોળીની મજા માણી શકશો.
  • પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીઓ અને પોતાની જાતને હાઇડ્રેટ રાખો.
  • ખૂબ જ વધુ ટાઇટ કપડાં પહેરવાનું ટાળો. તમારા કપડાં એવા હોવા જોઇએ જેમાં તમે ખૂબ જ વધારે કમ્ફર્ટેબલ હોવાનો અનુભવ કરી શકો. આ સાથે જ એવા કપડાં પહેરો જે તમારા શરીરના વધુમાં વધુ એરિયાને કવર કરે.

Read Also

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!