GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ભગવા રંગમાં રંગાયેલી બિલ્ડીંગને મંદિર સમજીને પૂજતાં રહ્યાં લોકો, નીકળ્યું શૌચાલય!

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. હકીકતમાં ક્ષેત્રના લોકો ભગવા રંગમાં રંગાયેલા જે ભવનના દરવાજાની બહાર પૂજા કરતાં હતા, તે ભવન મંદિરના બદલે એક શૌચાલય નીકળ્યુ. હમીરપુર જિલ્લાના મોદહાના નિવાસી એક વર્ષથી પણ વધુ સમયથી ભવનના બંધ દરવાજાની બહાર પૂજા-અર્ચના કરતાં હતા. આશ્વર્યની વાત એ છે કે તેની કોઇને જાણ સુદ્ધાં ન હતી કે ભવનની અંદર કોઇ દેવતા સ્થાપિત છે કે નહી.

પુષ્ટિ કરવાની જરૂર જ ન લાગી

એક સ્થાનિકે જણાવ્યું કે, આ ભવન સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના પરિસરમાં આવેલું છે, તેના પર તેને ભગવા રંગમાં રંગવાની સાથે તેને મંદિરના આકારમાં બનાવવામાં આવ્યું હતુ. આ જ કારણે લોકો તેને મંદિર માનતા હતાં અને કોઇને તેની પુષ્ટિ કરવાની જરૂરિયાત ન લાગી. તાજેતરમાં જ એક અધિકારીએ જણાવ્યું કે આ ભવન હકીકતમાં એક શૌચાલય છે.

તેમણે જણાવ્યું કે ભવનનો ભગવો રંગ જ ભ્રમનું કારણ બન્યો. હવે તે ભવનને ગુલાબી રંગમાં રંગી દેવામાં આવ્યો છે. સાથે જ રિપોર્ટ્સ અનુસાર, શૌચાલય આશરે એખ વર્ષ પહેલાં નગર પાલિકા પરિષદે બનાવ્યુ હતુ અને તેને ભગવા રંગમાં રંગી દેવામાં આવ્યું હતુ. ભગવા રંગના કારણે જ લોકોને તેને મંદિર સમજવાનો ભ્રમ થયો.

ભવનનો રંગ હવે બદલાઇ ચુક્યો છે. પરંતુ શૌચાલયની શરૂઆત હજુ નથી થઇ અને અધિકારી તેને લઇને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં સરકાર દ્વારા સ્વચ્છ ભારત યોજના અંતર્ગત બનાવવામાં આવેલા શૌચાલયોને ભગવા રંગમાં રંગવામાં આવ્યા હતા.

Read Also

Related posts

લેબનાનની રાજધાની બૈરૂતમાં થયેલા બે ભયાનક વિસ્ફોટમાં 10 લોકોના મોત

Nilesh Jethva

ભૂમિ પૂજન પહેલા બોલ્યા અડવાણી, પુરૂ થઈ રહ્યું છે મારા દિલનું સપનુ, કાલનો દિવસ ઐતિહાસિક

Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ થઈ રહેલી રાજનીતિ મામલે આખરે આદિત્ય ઠાકરેએ તોડ્યું મૌન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!