GSTV

આ રાજ્યની સરકારે એક વર્ષ માટે જાહેર કરી સેફ્ટી ગાઈડલાઈન, તમામે કરવું પડશે પાલન નહીંતર સજા ભોગવશો

કોવિડ-19ના સંકટને ધ્યાને રાખીને કેરલના મુખ્યમંત્રી પિનરઈ વિજયના નેતૃત્વવાળી સરકારે રવિવારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે અહીં એક વર્ષ માટે કોરોના સંબંધિત દિશા નિર્દેશોનું પાલન કરવાનું તમામ માટે ફરજિયાત કરી દીધુ છે. એટલે કે અહીં હવે એક વર્ષ માટે રાજ્ય સરકારની ગાઈડલાઈનનું તમામે પાલન કરવુ પડશે.

એક વર્ષ સુધી આ નિયમોનું પાલન કરવુ પડશે

આ નવા નિયમ kerala epidemic disease corona virus disease additional regulation 2020 તરીકે ઓળખાશે. જે જૂલાઈ 2021 સુધી સરકારની નવા આદેશ સુધી લાગૂ રહેશે. જિલ્લા કલેક્ટરોને પણ આ નિયમોનું કડકાઈ સાથે પાલન કરાવવાનું રહેશે. સાથે જ રાજ્ય સરકારે જણાવ્યુ છે કે, જે પણ લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેને કડક સજા ફટકારવામાં આવશે.

કેવા કેવા નિયમો બનાવ્યા છે, જુઓ

  • સાર્વજનિક સ્થળો, કાર્યસ્થળ પર ફેસ માસ્ક ફરજિયાત
  • સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવુ પડશે
  • લગ્નના કાર્યક્રમમાં વધુને વધુ 50 લોકો
  • અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોની હાજરી (બિન કોરોનાગ્રસ્ત મૃતકમાં)
  • દુકાનો અને કોમર્શિયલ જગ્યાએ એક સમયે 20થી વધુ લોકોની હાજરી નહીં હોય
  • રૂમ અને જગ્યાના હિસાબે સંખ્યા નક્કી થશે.
  • સાથે જ છ ફૂટનું અંતર તો ખરુ જ
  • સાર્વજનિક જગ્યા, ફૂટપાથ પર થૂંકવા પર પ્રતિબંધ
  • આંતરરાજ્ય પ્રવાસ પર પ્રતિબંધ નહીં, પણ ઈ પ્લેટફોર્મ પર રજીસ્ટર કરાવવું પડશે.

આપને જણાવી દઈએ કે, ભારતમાં સૌથી પહેલો કોરોનાનો કેસ કેરલમાં આવ્યો હતો, પણ આજે પરિસ્થિતી જોતા નિષ્ણાંતો માની રહ્યા છે કે, કોરોનાને કાબૂમાં લાવવા માટે કેરલ સૌથી સફળ રાજ્ય રહ્યુ છે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!