GSTV

ગુજરાતમાં છો તો સુરક્ષિત છો, ગુનાખોરી સામે સરકારની સતર્કતા શિસ્તતા બની દ્રષ્ટાંતરૂપ

આપણા ગુજરાતની ગણતરી શાંતિ પ્રિય ગુજરાત તરીકે દેશમાં પ્રથમ ક્રમે થાય છે. પરંતુ ગુજરાતની આ શાંતિપ્રિયતા છબીને બનાવી રાખવા માટે તેની સુરક્ષા ચોક્કસપણે સજ્જડ હોવી જોઇએ અને એટલા માટે ગુજરાત સરકારે સમયાંતરે કડક કાયદાઓ લાગૂ કરીને તેના પર અમલવારી કરી છે એટલા માટે જ આપણા ગુજરાતની શિસ્તતા અને શાંતિપ્રિયતા આજે દેશભરમાં દ્રષ્ટાંતરૂપ બની છે.

ગુજરાતમાં મળે છે રોટલો ઓટલો સુરક્ષા

આપણે સૌને ગર્વ છે ગુજરાતી હોવા પર, કેમકે ગુજરાત દેશભરમાં એક એવું રાજ્ય છે જ્યાં ઓટલો પણ મળે છે રોટલો પણ મળે છે અને સૌથી મહત્વનું સુરક્ષા અને શાંતિ પણ મળે છે અને એટલે જ આજે આપણું ગુજરાત દેશભરમાં નંબર 1 સ્ટેટ બનીને ઉભર્યુ છે. ગુજરાતને આ મુકામ હાંસલ કરવા માટે પ્રગતિશીલ ગુજરાત સરકારે જે કાયદાઓ જે નીતિઓ ઘડી છે જેના કારણે મહેનતુ લોકો ખુમારીપૂર્વક જીવે છે અને ગુનેગારો થરથર કાંપે છે કેમકે ગુજરાત સરકારે લાગુ કર્યો છે

ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ

ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઉભી કરવાના હેતુથી નવો અલગ કાયદો વિજયભાઇ રૂપાણી સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. જેમાં, ગુજરાતમાં ગુંડાગીરી કરનારાની મિલકત જપ્ત થશે, ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સજા, 50 હજાર દંડ, ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ રચાશે

ગુજરાત

ગુજરાત કંટ્રોલ આેફ ટેરરીઝમ એન્ડ આેર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક)

ગુજરાત જેવા સરહદી રાજ્યમાં ત્રાસવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજસીટોકનો કાયદો અમલી કરાયો છે. સોપારી આપવી, ધાકધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ આ કાયદાથી નિયંત્રિત થશે. GUJCTOCથી રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળી છે. આ કાયદાની વિવિધ કલમોમાં ત્રાસવાદીકૃત્યો અને સંગઠિત ગુના માટે કડક સજાની જોગવાઇ કરાઇ છે.

ગુંડાતત્વોને સ્પષ્ટ ચેતવણી

મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિ-સલામતિમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. ગુંડા એક્ટની સાથે સાથે મુખ્યમંત્રીશ્રી એ ગેરકાયદે જમીન પચાવી પાડનારા તત્વો-ભૂમાફિયાઓ-જુગાર-દારૂની પ્રવૃત્તિ કરનારાઓ સહિતના અસામાજીક તત્વોને સખ્ત કાર્યવાહી કરવા ‘પાસા’ એકટમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે.

તો આ સાથે ગૌવંશ હત્યા વિરુદ્ધનો અતિ સખ્ત કાનૂન પણ અમલી બનાવ્યો છે. આમ ગુંડા તત્વો, જમીન કૌભાંડકારો-ભૂમાફિયાઓ, ગૌવંશના હત્યારા સહિત દરેક અસામાજિક તત્વોને દશે દિશાએથી ભીડવવાનો અભિગમ મુખ્યમંત્રી એ કાયદાઓના કડક અમલીકરણથી અપનાવ્યો છે.

માત્ર કાયદાઓ કડક બનાવીને નહીં પરંતુ ગુજરાતનો દરેક જિલ્લો દરેક ખૂણો સલામત અને સુરક્ષિત બને તેવી નેમ સાથે ગુજરાત સરકારે રાજ્યના તમામ  જિલ્લા અને છ મહત્વના ધાર્મિક સ્થળો પર રૂ.240 કરોડના ખર્ચે 7500 સીસીટીવી કેમેરા લગાવાનો નિર્ણય કરીને આજે નિર્ધારને પરિપૂર્ણ પણ કર્યો છે. સીસીટીવીથી કંટ્રોલ રૂમમાં 24 કલાક મોનિટરિંગ કરવામાં આવે છે. માત્ર ટ્રાફિક નિયમન નહીં પરંતુ ગુનાખોરીનો ભેદ ઉકેલવામા આ સીસીટીવી કેમેરા આજે આશીર્વાદ સમાન બન્યા છે.

આમ ગુજરાત સરકારના સલામત અને સુરક્ષિત ગુજરાતના નિર્ધારના કારણે આજે આપણે સૌ કોઇ ગર્વથી કહી શકીએ છીએ કે ગર્વ છે હું ગુજરાતી છે અને સુરક્ષિત ગુજરાતમાં વસવાટ કરું છું

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

3900 કિમીનું સાયકલ પર અંતર કાપી 5 સાયકલિસ્ટ ડીસા પહોંચ્યા, આ મુદ્દા પર ફેલાવે છે લોકોમાં જાગૃતિ

Pravin Makwana

લિંબડી/ રળોલ ગામમાં બે જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ થતાં 10 વ્યક્તિઓને થઈ ઈજા

Pravin Makwana

અમદાવાદ/ લોકોમાં જાગૃતિ માટે ડેફ બ્લાઈન્ડ રનનું આયોજન, 400 કિમીની સફર કરશે પૂર્ણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!