GSTV
Home » News » સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બાજુમાં સફારી પાર્ક વિદેશી પ્રાણીઓની ખાંભીઓમાં ફેરવાશે, 4નાં મોત

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બાજુમાં સફારી પાર્ક વિદેશી પ્રાણીઓની ખાંભીઓમાં ફેરવાશે, 4નાં મોત

વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બાજુમાં સફારી પાર્ક માટે લાવેલા વિદેશી પ્રાણીઓની ખાંભીઓ બનાવવી પડે તેવી સ્થિતી છે. કેમકે સફારી પાર્ક માટે કરોડોનો ખર્ચ લાવવામાં આવેલા વિદેશી પ્રાણીઓના મોત થઇ રહ્યા છે.આપણે ત્યાં ગમે તેટલો ખર્ચો થાય પણ ઝાકમઝોળ કરવામાં કોઇ કસર બાકી રખાતી નથી. પછી ભલે તે પ્રેકટીકલ હોય કે ન હોય.બસ ખર્ચો કરી નાખવાનો અને મૂક પ્રાણીઓના જીવન સાથે ખિલવાડ પણ કરી નાખવાનો. આવી જ કંઇક સ્થિતી  સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તૈયાર કરાયેલા સફારી પાર્કની છે.

આ સફારી પાર્કમાં કરોડોના ખર્ચે વિદેશથી જિરાફ અને ઇમ્પાલા સહિતના પ્રાણીઓ લવાયા. પરંતુ ત્યારાબાદ તેની સારસંભાળ રાખવામાં સફારી પાર્કના અધિકારીઓ સદંતર નિષ્ફળ નિવડયા છે. જેનું પરિણામ છે જિરાફ અને 3 ઇમ્પાલા સહિત 4 પ્રાણીઓના મોત. આ સમગ્ર મામલે જાજી હોહા ન થાય તે માટે આ મૃત વન્યજીવોને દફનાવી અથવા તો બાળી પણ દેવાયા છે.કરોડોના ખર્ચે જીરાફની ખરીદી કરાઇ તે એજન્ટ હૈદરાબાદ અને કેરળના હતા. અને ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાતના સફારી પાર્ક લઇ આવતા પહેલા આ પ્રાણીઓની કોરેન્ટાઇન પ્રકિયા પણ કરાઇ ન હતી.

જેથી કેન્દ્રીય પશુપાલન મંત્રાલયે વન વિભાગને નોટિસ પાઠવી છે જેમાં વનવિભાગના અધિકારીઓને સ્પષ્ટ સુચના અપાઇ રહી છેકે સામાન્ય લોકોને આ પ્રાણીઓથી 500 મીટર દૂર રાખવામાં આવે. જેના પરિણામ સ્વરૂપ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા મુલાકાત દરમિયાન સફારી પાર્કની મુલાકાત લેવાથી વંચિત રહ્યા હતા.

ત્યારે વિચાર કરો કે વિદેશથી લાખો કરોડોનો ખર્ચ કરીને લવાતા આ પ્રાણીઓને જો અહીંની ભૌગોલિક સ્થિતી તેમજ હવામાન અનુકૂળ ન આવે તો પછી તેને લઇ આવવાનો મતલબ છે કરોડોનું આંધણ અને માસૂમ પ્રાણીઓની જિંદગી સાથેનો ખિલવાડ, ત્યારે આ સફારી પાર્ક આવા મૂક પ્રાણીઓ માટે મસાણ બની જાય તો નવાઇ નથી.

READ ALSO

Related posts

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva

શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન આ સુગર મીલને ફરી શરૂ કરવા હાકલ

Nilesh Jethva

અમદાવાદમાં શ્વાન ખસીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર, આ સંસ્થાને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!