GSTV
Home » News » સફાયો: ભાજપનાં આ નેતાઓનું પત્તુ કપાયુ અને હજુ તો અડધોઅડધ નેતાને બદલશે

સફાયો: ભાજપનાં આ નેતાઓનું પત્તુ કપાયુ અને હજુ તો અડધોઅડધ નેતાને બદલશે

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતીએ ત્રણ દિવસની મેરેથોન બેઠકો યોજી તમામ 26 બેઠકોની ચર્ચા કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. ભાજપ સામે ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠક જીતવાનો પડકાર છે ત્યારે ભાજપ અડધોઅડધ બેઠક પર ઉમેદવારો બદલવાની તૈયારીમાં છે. જીએસટીવીને મળેલી એક્સક્લુઝીવ માહિતી પ્રમાણે કઈ બેઠકો પર ઉમેદવારો બદલાશે અને ક્યાં રિપીટ થશે. આવો જોઈએ વિશેષ અહેવાલ.

સીએમ વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપ ચૂંટણી સમિતીએ તમામ 26 લોકસભા સીટોની ચર્ચા કરી દાવેદારોના નામ શોર્ટલિસ્ટ કર્યા છે. પરંતુ હાલની સ્થિતિને જોતા અડધોઅડધ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ છે. ક્યાંક વર્તમાન સાંસદની તબિયતને લીધો તો ક્યાંક સાંસદની નબળી કામગીરી તો ક્યાંક સાંસદના વિરોધને કારણે આશરે 12 બેઠકો પર ભાજપ નો રિપીટ થીયરી અજમાવી શકે છે.

જે સીટો પર સાંસદોના પત્તા કપાવાનું નક્કી મનાય છે તેના પર નજર કરીએ તો. પાટણથી લીલાધર વાઘેલાએ ચૂંટણી લડવાની ના પાડી છે. એજ રીતે પોરબંદરથી વિઠ્ઠલ રાદડીયા નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી નહીં લડે. તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલે લડવાની ના પાડી છે. જ્યારે કે અમદાવાદ પશ્ચિમ ડૉ. કિરીટ સોલંકીનો વિરોધ થયો છે. એટલે તેમને બદલે નવા ઉમેદવાર નક્કી થઈ ગયા છે. તો બનાસકાંઠાથી હરિભાઈ ચૌધરી. મહેસાણાથી જયશ્રીબેન પટેલનું પત્તુ લગભગ કપાઈ ગયું છે. સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા. અમરેલીમાં નારણ કાછડીયા. ભાવનગરમાં ભારતીબેન શિયાળ ઉપરાંત પંચમહાલથી પ્રભાતસિંહ ચૌહાણ. બારડોલીથી પ્રભુ વસાવા. વલસાડથી ડૉ. કે.સી. પટેલને રિપીટ કરાય તેવી શક્યતા નથી.

જોકે આઠેક બેઠકો પર ભાજપને જીતવાનો આશાવાદ છે. એટલે આ બેઠકોના સાંસદોને રિપીટ કરાઈ શકે છે. જેમાં રાજકોટથી મોહન કુંડારીયા. જૂનાગઢથી રાજેશ ચુડાસમા. જામનગરથી પૂનમ માડમ. દાહોદથી જશવંતસિંહ ભાભોર. ભરૂચથી મનસુખ વસાવા. નવસારીથી સી. આર. પાટીલ. સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ ઉપરાંત ખેડાથી દેવુસિંહ ચૌહાણને પાર્ટી ફરી તક આપશે તેવું લગભગ નક્કી છે.

જો કે ચાર બેઠકો પર ભાજપ ઉમેદવાર અંગે અવઢવમાં છે. અહીંના સાંસદના ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ છે. કચ્છથી વિનોદ ચાવડા. આણંદથી દિલીપ પટેલ. સુરતથી દર્શના જરદોશ જ્યારે કે છોટા ઉદેપુરથી રામસિંહ રાઠવાને રિપીટ કરવા અંગે અસમંજસ છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેમ છતા આ બેઠકના ત્રણ દાવેદારોના નામ મોવડી મંડળને મોકલાયા છે. તો હાઈ પ્રોફાઈલ ગણાતી ગાંધીનગર બેઠક પરનો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ પર છોડવામાં આવ્યો છે. અહીંથી લાલકૃષ્ણ અડવાણીને પક્ષ ફરી લડાવે છે કે પછી નવા ચહેરાને તક આપે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

READ ALSO

Related posts

મોદીનો સૂટ ખરીદનાર સાથે 1 કરોડની ઠગાઇના કિસ્સાની હીરા ઉદ્યોગમાં ચર્ચા

Mayur

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah