GSTV
Home » News » અાજથી અારોગ્ય વિભાગે પાણીપૂરીના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

અાજથી અારોગ્ય વિભાગે પાણીપૂરીના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

અાજથી વડોદરાના રહેવાસીઅો પાણીપૂરીનો સ્વાદ નહીં ચાખી શકે. શહેરને રોગચાળાના ભરડામાંથી બચાવવા માટે અારોગ્ય વિભાગે કડક નિર્ણયો લીધા છે જેમાં પાણીપૂરી પર પ્રતિબંધ મૂકી દીધો છે.  ચોમાસાની ઋતું હોઈ વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. જેના પગલે ખાધ્ય સામગ્રીના વિક્રેતાઓ પર આરાગ્ય વિભાગે રીતસરનો સપાટો બોલાવ્યો હતો. જેમાં લારીઓ અને દુકાનોમાં વેચાતા અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગે આજથી વડોદરામાં પાણીપુરીની વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. જેના પગલે પાણીપુરીના શોખિનો માટે અાજથી ડ્રાય દિવસ શરૂ થશે.

લોકો મોટાપાયે સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવા છતાંમ મોટાપાયે પાણીપૂરી અારોગે છે. પાણીપૂરીની લારી ઉભી હોય ત્યાં ગંદકીના ઢગ હોય છે. રોડ રસ્તાઅો પરની ધૂળ અને ગંદકી પાણીપુરીના મસાલામાં પડતી હોવા છતાં કોઈને પણ પરવાહ નથી હોતી. સરકારે પણ અા બાબતે પગલાં ભરવાની જરૂર છે. પાણીપુરીઅે રોગચાળા ફેલાવવા માટે સૌથી મોટું હથિયાર છે. પાણીપુરી બનાવવામાં પણ અારોગ્યના અેક પણ નિયમનું પાલન થતું નથી. અામ છતાં લોકો ટેસથી પાણી પૂરીને અારોગીને રોગને અામંંત્રણ અાપે છે.

આરોગ્ય વિભાગે શહેરમાં પાણીપુરીના વેચારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ રોગચાળાને લઈને અલગ અલગ વોર્ડમાં ખાણી-પાણીની વસ્તુઓની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદ અને તેના કારણે નિચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા ઠેરઠેર પાણીજન્ય રોગોની ફરિયાદો ઉઠવા પામી છે.

આરોગ્ય વિભાગની ટીમે ગઈ કાલે ગુરુવારે શહેરમાં વિવિધ જગ્યાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં પણ ખાસ કરીને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સડેલા બટાકા સહિતના અખાદ્ય વસ્તુઓનો નાશ કરી હતી અને તેમને નોટિસો ફટકારી હતી. અામ છતાં સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારનાં પગલાં ભરાયાં ન હતાં. ગુરુવારે આરોગ્ય વિભાગ દ્ગારા સઘન ચેકિંગ કરાયું હતું.

પાણીપુરીના 50 યુનિટો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 4000 કિલો અખાદ્ય પુરી, 3350 કિલો બટાટાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 1200 લીટર પાણીપુરીના પાણીનો નાશ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરાયો હતો. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે જે જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી તે જગ્યા ગંદકીથી ખદબદી રહી હતી, તેમજ પાણીપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા બટાકા સહિતની વસ્તુઓની ખાઇ ન શકાય તેવી ન હતી. પરિણામે આજથી વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વકરતા રોગચાળા અને ચોમાસાને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. રોગચાળો ન અટકે ત્યાં સુધી પાણીપુરી પર પ્રતિબંધ યથાવત રહેશે. પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતા બટાટાં છેલ્લી કક્ષાના શાકભાજી માર્કેટમાંથી લાવીને બાફી દેવાય છે. પાણીપુરી બનતી હોય તે વિસ્તારમાં અેક વાર નજર પડે તો તેવી ગંદકીમાં પાણી પુરી બનતી હોય છે. જેને પગલે અારોગ્ય વિભાગે કડક પગલાં ભર્યા છે.

Related posts

અયોધ્યા કેસના ચુકાદા પહેલાં યુપી સરકારની તૈયારી, પોલીસ અધિકારીઓની રજા આ તારીખ સુધી રદ્દ

Bansari

ચોર નોટો ગણવામાં એટલો વ્યસ્ત હતો કે બંદૂક મૂકી નીચે, પછી મહિલા ભણાવ્યો એવો પાઠ કે….

pratik shah

2019ની ધનતેરસ છે ખૂબ ખાસ, આવુ કરવાથી તમારા ઘરમાં રહેશે ધનનો ભંડાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!