GSTV
Home » News » સંસદના પ્રથમ દિવસે જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આવ્યા વિવાદમાં, વિપક્ષે કર્યો વિરોધ

સંસદના પ્રથમ દિવસે જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આવ્યા વિવાદમાં, વિપક્ષે કર્યો વિરોધ

પોતાનાં નિવેદનોથી ચર્ચામાં રહેનારા ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે સોમવારે લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા હતા. જો કે તેમની શપથવિધી દરમિયાન પણ વિવાદ ઊભો થયો હતો. સોગંધ લેતા દરમિયાન તેમણે જ્યારે પોતાનું નામ બોલ્યું ત્યારે તેની સામે વિરોધ પક્ષના અનેક સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.

વિરોધ પક્ષના વિરોધ બાદ કાર્યવાહક અધ્યક્ષ વીરેન્દ્ર કુમારે આશ્વાસન આપ્યું કે, સાધ્વી પ્રજ્ઞાનું ચૂંટણીના રજિસ્ટરમાં જે નામ નોંધાયેલું હશે તેને જ ગૃહના રેકોર્ડમાં નોંધવામાં આવશે.

સાધ્વી પ્રજ્ઞા જ્યારે શપથ લેવા માટે આગળ આવી ત્યારે તેણે પોતાનું નામ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પૂર્ણચેતનાનંદ અવધેશાનંદ ગિરી બોલ્યું હતું. તેમણે સંપૂર્ણ શપથ સંસ્કૃતમાં લીધા હતા અને શપથવિધિ પૂર્ણ થયા બાદ ભારત માતા કી જયનો નારો લગાવ્યો હતો.

READ A,LSO

Related posts

આ અભિનેત્રીએ કોના માટે કહ્યું કે, મામૂલી અભિનય કરે છે અને ખુશ થઈ જાય છે લોકો

Path Shah

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!