GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ગોડસેને દેશભક્ત કહેનાર સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ મોદી સરકારે એવો નિર્ણય લીધો કે હવે નિવેદન આપતા પણ સો વખત વિચારશે

ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને અંતે સંરક્ષણ મંત્રાલયની કમિટીમાંથી હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓને સંસદીય દળની બેઠકમાં પણ હાજર ન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતીમાંથી બહાર કાઢ્યા છે. તે સાથે જ સત્ર દરમિયાન થનારી ભાજપની સંસદીય દળની બેઠકમાં પણ સાધ્વી પ્રજ્ઞાને ઉપસ્થિત ન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ પાર્ટીની અનુશાસન સમિતિ મોટી કાર્યવાહી કરશે. તેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો પણ દેખાડવામાં આવી શકે છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સંસદમાં ગઈકાલનું તેમનું નિવેદન નિંદનિય હતું. ભાજપ ક્યારેય આ પ્રકારના નિવેદન કે વિચારધારાનું સમર્થન નથી કરતી. બુધવારે સંસદમાં નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા જે બાદ વિવાદ વધ્યો હતો. તો સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પ્રજ્ઞા ઠાકુર વિરૂદ્ધ પક્ષ ઘણો જ નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વિવાદનો છેડ્યો હતો મધપૂડો

ભોપાલથી લોકસભાના સાસંદ પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે સાંસદે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. જો કે આ વખતે પ્રજ્ઞા ઠાકુરે સંસદ ભવનમાં વિવાદિત નિવેદન કરતા ફરી એક વખત તેઓએ નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. સાધ્વીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે નિંદા થઈ રહી છે. તો વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ તેમના આપત્તિજનક નિવેદન પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાધ્વી પ્રજ્ઞાનું નામ લીધા વગર ટ્વીટ કરી ભાજપ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

Pragya Thakur maun vrat

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે દેશના સંસદમાં ઊભા રહીને ભાજપના એક સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવ્યા, હવે વડાપ્રધાન જી કે જેઓએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ધામધૂમથી મનાવ્યો છે તેઓ જણાવી દિલથી જણાવી દે કે ગોડસે અંગે તેમના શું વિચાર છે. પ્રિયંકા પોતાના ટ્વીટમાં છેલ્લે મહાત્મા ગાંધી અમર રહે પણ લખ્યું છે. ત્યારે ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર પર કાર્યવાહી થઈ શકે છે. નિવેદનને લઈને હોબાળો વધતા અંતે પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તેઓ ક્રાંતિકારી ઉધમ સિંહ અંગે વાત કરી રહ્યાં હતા.

રાહુલ ગાંધીએ RSS અને ભાજપ પર સાધ્યું નિશાન

ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે હું તે મહિલા અંગે બોલવા નથી માગતો. આ આરએસએસ અને ભાજપનો આત્મા છે, જે કયાંકને ક્યાંકથી નીકળશે. તેઓ ગાંધીજીની ગમે તેટલી પૂજા કરે તેમની આત્મા આરએસએસની જ છે. રાહુલે વધુમાં કહ્યું હતું કે હું મારો સમય ખરાબ નથી કરવા માગતો તેના પર એકશન લેવામાં આવે.

સંસદમાં હોબાળો

ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લઈને લોકસભામાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર હંગામો કર્યો. તેઓએ કહ્યું કે રાષ્ટ્રપિતાની હત્યા કરનારાઓને દેશભક્ત કહેવામાં આવે છે ત્યારે ગૃહ શું ચુપ રહેશે. અધીર રંજને કહ્યું કે તમે ઈન્દિરા ગાંધી, પંડિત નેહરુને હડપવા માગો છો, ત્યારે હવે મહાત્મા ગાંધીને હડપવાની તૈયારીઓ શરૂ કરી છે જેનું જ આ પરિણામ છે. ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષે પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર ચર્ચાનો ઈન્કાર કરી દીધો હતો.

અધ્યક્ષે કહ્યું કે જ્યારે તેમનું નિવેદન કાર્યવાહીમાં સામેલ જ નથી તો તેના પર ચર્ચા શું કામ. ત્યારે આ મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. આ મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ નિવેદન આપ્યું હતું કે ગોડસેને દેશભક્ત માનવાનો જો કોઈ વિચાર છે તો તેનું અમારી પાર્ટી ખંડન કરે છે. નાથૂરામ ગોડસેને જેઓ દેશભક્ત માને છે તે વિચારને જ અમારી પાર્ટી વિરોધ કરે છે. મહાત્મા ગાંધીને જ લોકો પોતાના આદર્શ માને છે અને તે છે. જો કે સંરક્ષણ મંત્રીના નિવેદનથી પણ કોંગ્રેસના સાંસદો ખુશ થયા ન હતા અને લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરી ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.

READ ALSO

Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

દેવાદાર પાકિસ્તાનમાં હવે કોરોના રોકવા અમેરિકા મોટા ભા બન્યું, ચીન છે કારણ

Ankita Trada

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!