GSTV
Home » News » માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર એનઆઈએની કોર્ટમાં થયા હાજર

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર એનઆઈએની કોર્ટમાં થયા હાજર

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે ભોપાલથી સાંસદ બન્યા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલીવાર એનઆઈએની કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટ સાધ્વી પ્રજ્ઞાને ગુરૂવારે કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા હતા, જોકે, બીમાર હોવાના કારણે તેઓ કોર્ટમાં હાજર થયા નહોતા. આ પહેલા કોર્ટે ત્રીજી જૂનના રોજ જણાવ્યુ હતુ કે, માલેગાવ કેસ મામલે તમામ આરોપીઓ એક સપ્તાહમાં એક વખત કોર્ટમાં હાજરી આપે.

કોર્ટે સાધ્વી પ્રત્રાને માલેગાવ બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે નવ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જે બાદ કોર્ટે સાધ્વીને શરતી જામીન આપ્યા છે. મહત્વપૂર્ણ છે કે, 29 સપ્ટેમ્બર, 2008માં મહારાષ્ટ્રના માલેગાવમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમા છ લોકોના મોત અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા. બોમ્બ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞાની મોટરસાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ સાધ્વી પ્રજ્ઞાની ધરપકડ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

જન્માષ્ટમીમાં આ રીતે કરો કાનુડાની પૂજા, જાણો શું છે શાસ્ત્રોક્ત વિધી

Bansari

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!