2019ની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ ફરી એકવાર રામમંદિરનો મુદ્દો ગરમ થવા લાગ્યો છે. લખનૌ ખાતે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે રામમંદિરના મુદ્દાને લઈને અયોધ્યાના સાધુ-સંતોએ મુલાકાત કરી છે. યોગી આદિત્યનાથને મળવા લખનૌ પહોંચેલા સંતોએ કહ્યુ છે કે જો રામમંદિરનો મામલો ઉકેલાશે નહીં. તો વિચારીશું કે 2019માં શું કરવું છે.
સંતોએ ક્હ્યુ છે કે ઝડપથી રામમંદિર નિર્માણનું કામ શરૂ કરવું જોઈએ. જણાવવામાં આવે છે કે યોગી આદિત્યનાથે જ સંત સમાજના લોકોને મુલાકાત માટે લખનૌ બોલાવ્યા હતા. દિગમ્બર અખાડાના મહંત સુરેશ દાસ, ઉદાસિન આશ્રમના મહંત ભરતદાસ સહીત અયોધ્યાના મુખ્ય સાધુ-સંતો યોગી આદિત્યનાથના લખનૌ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
સંત રામમંદિરના મામલે યોગી પાસેથી નક્કર જવાબ ઈચ્છી રહ્યા છે. આ પહેલા અયોધ્યમાં રામજન્મભૂમિના પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસજી મહારાજે કહ્યુ છે ભાજપે રામની સાથે છેતરપિંડી કરી છે. હાલની ચૂંટણીઓમાં તેથી જ ભાજપની હાર થઈ છે. જો ભાજપ 2019 જીતવા ચાહે છે. તો આ વર્ષે રામમંદિરનું નિર્માણ શરૂ કરી દે. ફૈઝાબાદમાં હિંદુ ધર્મ સેના અને સાધુ-સંતોએ દેખાવ કર્યા છે અને ફૈઝાબાદના કમિશનરને આવેદન પત્ર પણ સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં તાત્કાલિક રામમંદિરનું નિર્માણ શરૂ કરવાની વાત કહેવામાં આવી છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત બાદ મહંત સુરેશદાસે જણાવ્યુ હતુ કે 25 જૂને યોગી આદિત્યનાથ અયોધ્યા આવી રહ્યા છે અને ત્યાં તમામ વાતચીત કવામાં આવશે. તેમમે ક્હયુ છે કે તેઓ ભાજપની સાથે છે. ભાજપ ઓછામાં ઓછું રામમંદિર નિર્માણમાં સહાયતા કરી રહ્યુ છે. સરકાર સાથે તેમની નારાજગી નહીં હોવાનું પણ મહંત સુરેશદાસે જણાવ્યું છે.
રામમંદિર સિવાય સાધુ-સંતોએ ચોમુખી વિકાસના એજન્ડાને લઈને યોગી આદિત્યનાથ સાથે ચર્ચા કરી છે. સંતોનો પહેલો એજન્ડા હતો કે દસ્તાવેજોમાં અયોધ્યામાં સરયૂ નદીને ઘાઘરાના નામથી ઓળખવામાં આવે છે. તેથી રેકોર્ડમાં નામ બદલી સરયૂ કરવામાં આવે. બીજો એજન્ડા હતો કે સરયૂ નદીનું પાણી રામ કી પૈડીમાં અવિરલ રીતે મળતું રહે.. હાલ આમ થતું નથી. તેના સિવાય તેમણે માગણી કરી છે કે અયોધ્યાને એવી રીતે વિકસિત કરવામાં આવે કે તેની ઓળખ ધર્મનગરી તરીકેની રહે.