GSTV

કુંભમેળાનું ત્રીજું અને છેલ્લું શાહી સ્નાન સંપન્ન, લગભગ ૧.૫ કરોડ લોકોએ ડૂબકી લગાવી

Last Updated on February 11, 2019 by

અત્યાર સુધીમાં કુંભમેળામાં કુલ ૧૬.૪૪ કરોડ શ્રધ્ધાળુઓએ સ્નાન કર્યું 

કુંભમેળામાં કડકડતી ઠંડી હોવા છતાં શ્રધ્ધાળુઓનો ઉત્સાહ અકબંધ હતો. આજે છેલ્લા શાહી સ્નાનમાં લગભગ ૧.૫ કરોડ લોકોએ ડૂબકી લગાવી હતી. સૂર્યોદય થાય તે પહેલાં જ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા શ્રધ્ધાળુઓ ઘાટ તરફ ઉમટી પડ્યા હતા. સૂર્યોદય પહેલા ૫૦ લાખ અને ત્યારબાદ સાંજ સુધીમાં કુલ દોઢ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.

આજના આંક સહિત ફેબુ્રઆરીની ૧૦ તારીખ સુધીમાં કુલ ૧૬.૪૪ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. મેળાના સ્થળે તીવ્ર ઠંડી હતી છતાં યાત્રિકો ‘જય ગંગા મૈયા’ના નારા સાથે ઘાટ ઉપર ઉમટી પડયા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુંભ મેળાના શાહી સ્નાનની સફળતા બદલ અધિકારીઓ અને અખાડાનો આભાર માન્યો હતો.

જોકે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભારે યાત્રિકોની સંખ્યા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે કુંભમેળામાં ૧૫ કરોડ યાત્રિકો આવ્યાનો દાવો સરકારે ક્યા આધારે કર્યો હતો ?

મેળામાં શ્રધ્ધાળુઓનો ઉત્સાહ અને આનંદ સમાતો નહોતો. ઘણાં લોકો સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા. પોલીસે યાત્રિકોને માર્ગદર્શન માટે સુવિધા ઉભી કરી હતી. તેમણે ગેસ બલુનનો ઉપયોગ કર્યો હતો. હવાઈ નિરીક્ષણ માટે હેલિકોપ્ટરની સુવિધા હતી.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીની ૧૫મીથી શરૃ થયેલી કુંભ મહાશિવરાત્રી માર્ચની ચાર તારીખ સુધી ચાલશે. વસંતપંચમીનું ત્રીજું અને અંતિમ શાહી સ્નાન છે. તેમ અલ્લાહાબાદના મેયરે જણાવ્યું હતું.

કુંભમેળામાં પર્યાવરણ મંત્રાલયે રજૂ કરેલા પ્રદર્શનમાં મૂકેલું ૩૦ કિલો વજનનું જોડિયા નાળિયેરનું બીજ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વૃક્ષો આફ્રિકામાં થાય છે અને ૧૦૦૦ વર્ષ જીવે છે.

કુંભમેળામાં ફરી આગનું છમકલું

કુંભમેળામાં ફરીથી ભીષણ આગ લાગતા સેક્ટર ૧૩માં દંડી વાડા નગરના ભૂરા મઠમાં ચાર કેમ્પ બળીને ખાખ થયા હતા. આ દુર્ઘટનામાં કોઇ ઈજા કે જાનહાનિના અહેવાલો નથી. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું મનાય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પાંચમી ફેબ્રુઆરીએ નાથ સંપ્રદાયના ટેન્ટમાં આગ લાગી હતી. તે અગાઉ ૧૯મી જાન્યુઆરીએ પણ પ્રયાગવાલ સભામાં આગ લાગી હતી. આગના કારણે વ્યાપક નુકસાન થયું હતું.

Related posts

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!