GSTV

બસપાના અધ્યક્ષ માયાવતી પર આ પાર્ટીની મહિલા ધારાસભ્યએ આપ્યું વિવાદિત નિવેદન

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી પર યુપીમાં ભાજપની મહિલા ધારાસભ્ય સાધના સિંહે વિવાદિત નિવેદન આપ્યુ છે. ગેસ્ટ હાઉસ કાંડની વાત કરતા સાધના સિંહ કહ્યુ કે જે મહિલા સાથે દૌપદી જેવી ઘટના બને છે.તે કલંકિત માનવામાં આવે છે.

યુપીના ચંદૌલીના મુગલસરાયથી ધારાસભ્ય સાધના સિંહ પરનપુરા ગામે ખેડૂત કુંભ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે કહ્યુ કે, જ્યારે દ્વૌપદીનું ચીરહરણ થયુ તે બાદ મહાભારત થયુ.પરંતુ સપાએ માયાવતીનું ચીરહરણ કર્યુ તે પછી પણ સત્તાના લોકભમાં તેઓએ સપા સાથે ગઠબંધન કરીને મહિલાઓ પર કલંક લગાવ્યો છે. સાધના સિંહે બોલવાની મર્યાદા ઓળંગતા કહ્યુ કે, ‘માયાવતી ન નર છે, ન નારી છે’.

યુપી ભાજપની મહિલા ધારાસભ્યના વિવાદિત નિવેદન પર બસપા મહાસચિવે આકરી પ્રતિક્રિયા આપતા ભાજપ નેતાઓ માનસિક સંતુલન ગુમાવી ચુક્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ કહ્યુ કે, માયાવતી માટે જે ભાજપના ધારાસભ્યએ શબ્દો વાપર્યા છે. તે ભાજપના સ્તરને દર્શાવે છે.સપા,બસપાના ગઠબંધનની જાહેરાત બાદ ભાજપના નેતાઓએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધુ છે. તેમણે આગરા કે બરેલીની માનસિક હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.

Related posts

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

બદલો તમારી જીવનશૈલી/ જો તમારે પણ મોર્નિંગ હૈબિટ્સમાં સામેલ છે આ આદતો, તો તમે પણ થઈ શકો છો જલ્દી વૃદ્ધ

Pravin Makwana

સંબંધોમાં શાણપણ/ પાર્ટનર સાથે ક્યારેય આ બાબતે જૂઠ્ઠુ ન બોલો, સંબંધોમાં આવી જશે ખટાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!