GSTV

સડક 2ને નાપસંદ કરનારાની સંખ્યા 80 લાખને પાર કરી ગઈ, આલિયાએ કિસિંગ સીન શેર કર્યો

આલિયા ભટ્ટની આગામી ફિલ્મ સડક-2ની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં સ્ટાર કિડ્સ અને નેપોટિઝમ પર પણ વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ આલિયાનો વિરોધ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આલિયા ભટ્ટની આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પરથી રિલીઝ કરાશે પરંતુ સોશિયલ મીડિયામાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. તેનો બોયકોટ કરવાની વાતો પણ થઈ રહી છે. આ દરમિયાન સડક-2નું ટ્રેલર રિલીઝ કરાયું છે.એમ લાગે છે કે લોકોને ગુસ્સો ઠાલવવાનું કારણ મળી ગયું છે.

ડીસલાઇક (નાપસંદ) કરવાનો સિલસિલો સતત ત્રીજા દિવસે યથાવત


રિલીઝ થયા બાદ આ ટ્રેલરને યૂટયૂબ પર ડીસલાઇક (નાપસંદ) કરવાનો સિલસિલો સતત ત્રીજા દિવસે જારી રહ્યો છે. મંગળવારે સાંજે ટ્રેલર રિલીઝ થયા બાદ 80 લાખ યુઝર્સે તેને નાપસંદ કર્યું છે. છેલ્લા બે દિવસમાં તો આ ટ્રેલર ટ્રેન્ડમાં પણ મોખરે રહ્યું છે. ટ્રેલરના આવા રિસ્પોન્સ વચ્ચે આલિયા ભટ્ટે તેના સોંગ શેર કર્યા છે અને સાથે સાથે પોસ્ટર પણ શેર કર્યું છે. આ સોંગમાં આલિયા ફિલ્મના હિરો આદિત્ય રોય કપૂરને કિસ કરી રહી છે. સડક-2માં આલિયા અને આદિત્યની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. નવાઈની વાત તો એ છે કે લોકો તેને નાપસંદ કરી રહ્યા છે અને સાથે સાથે સડક-2ને સારા એવા વ્યૂઝ પણ મળી રહ્યા છે.

Related posts

કૃષિ બિલનો વિરોધ/ ગુજરાતમાં ખેડૂતોએ રોષ દાખવી માલ જ ન મોકલ્યો, મહેસાણામાં સૌથી વધારે અસર

pratik shah

SBIના ગ્રાહક ધ્યાન આપો! 1 ઓક્ટોમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Arohi

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!