GSTV

શિવસેના બાદ અકાળી દળે કરી જાહેરાત, 2019ની ચૂંટણી લડશે એકલા હાથે, એનડીએને મોટો ઝટકો

લોકસભાની ચૂંટણી પહેલા શિરોમણી અકાલી દળ એનડીએને મોટો ઝટકો આપી શકે છે. શિવસેના બાદ અકાળી દળ 2019ની ચૂંટણી એકલા હાથે લડવાની છે. પંજાબના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને શિરોમણી અકાલી દળના નેત સુખબીરસિંહ બાદલે હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સુખબીરસિંહ બાદલે હરિયાણાના કુરૂક્ષેત્રમાં એક જનસભાને સંબોધતા જણાવ્યુ કે, શિરોમણી અકાલી દળ 2019માં હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશે.  અકાળી દળની જાહેરાતથી એનડીએને ઝટકો લાગી શકે છે. આ પહેલા અકાળી દળ અને ભાજપની પંજાબમાં ગઠબંધનની સરકાર હતી. ત્યારે અકાલી દળ  હરિયાણામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડી શકે છે.

Related posts

IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સની સતત બીજી હાર, દિલ્હી કેપિટલ્સે 44 રનથી હરાવ્યું

Pravin Makwana

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

RRTS ટ્રેનનો પહેલો લુક આવ્યો સામે, જાણો કેટલી હશે સ્પીડ અને ગુજરાતને શું થશે ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!