GSTV

શહીદ થયેલા જવાનોની શહીદી એળે નહીં જાય: એર ચીફ માર્શલ આર.કે. ભદૌરિયા

Last Updated on June 21, 2020 by pratik shah

હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન એરફોર્સ એકેડમીમાં 123 અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઇ. કુલ 123 અધિકારીઓમાં 19 મહિલા અધિકારીઓ પણ સામેલ છે. એર ચીફ માર્શલ આર.કે. ભદૌરિયાએ આ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડની અધ્યક્ષતા કરી.

ભદૌરિયાએ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડની અધ્યક્ષતા કરી

એર ચીફ માર્શલ આર.કે. ભદૌરિયાએ આ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડની અધ્યક્ષતા કરી. પરેડમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવ્યું. એર ફોર્સમાં સામેલ થનારા તમામ 123 કેડેટ્સે ચહેરા પર માસ્ક પહેરી પરેડમાં ભાગ લીધો.

સૈન્ય દરેક પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ

એલએસી પર ચીનના સૈનિકો સાથેના ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશવાસીઓમાં ચીન પ્રત્યે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે એર ચીફ માર્શલે મોટું નિવેદન આપ્યું છે. હૈદરાબાદમાં એરફોર્સની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરતા એર ચીફ માર્શલ આર.કે. ભદૌરિયાએ દેશવાસીઓને ખાતરી આપી કે ભારતીય સૈન્ય દરેક પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે.

શહીદ થયેલા જવાનોની શહીદી એળે નહીં જાય

એર ચીફ માર્શલે કહ્યું કે ગલવાન ખીણમાં શહીદ થયેલા જવાનોની શહીદી એળે નહીં જાય. તેમણે જણાવ્યું કે ભારત ચીન સાથે દરેક પ્રકારના પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. જો કે ભારત સરહદ પર સર્જાયેલી તણાવની સ્થિતિનું શાંતિપૂર્ણ અને વાતચીત વડે સમાધાન ઇચ્છે છે.

પાસિંગ આઉટ પરેડમાં સામેલ ન થયા કેડેટ્સના પરિવાજનો

એકેડમીના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું કે કેડેટ્સના પરિવાજનો પાસિંગ આઉટ પરેડમાં સામેલ ન થયા. કોરોનાની મહામારીને કારણે કેડેટ્સના પરિવારજનોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપવામાં નહોતી આવી.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટનના બગાવતી સૂર: સિદ્ધૂ વિરુદ્ધ અમરિંદરસિંહ ઉતારશે પોતાનો ઉમેદાવર, રાહુલ-પ્રીયંકાને અનુભવહીન ગણાવ્યા

Zainul Ansari

UNમાં પ્રેસિડેન્ટ બાયડેન આપી રહ્યા હતા સ્પીચ તે જ સમયે એલર્ટ થઇ ગયા F-16 એરક્રાફ્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!