GSTV
Home » News » Sacred Games-2 સિરીઝના ધબડકા થવા પાછળ આ કારણ છે જવાબદાર

Sacred Games-2 સિરીઝના ધબડકા થવા પાછળ આ કારણ છે જવાબદાર

સૈફ અલી ખાન, પંકજ ત્રિપાઠી અને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર વેબસીરિઝ સૈક્રેડ ગેમ્સ 2 રિલીઝ થઈ ચૂકી છે. ફેન્સ આ સીરીઝની વાતો કરતાં થાકતાં નથી. સોશિયલ મીડિયા પર તેના ડાયલોગ્સ અને મીમ્સ ખૂબ વાયરલ થયા હતા.
પ્રેડિક્ટેબલ છે શો
સૈક્રેડ ગેમ્સ 2 ગણેશ ગાયતોંડે અને સરતાજ સિંહની કહાનીને આગળ વધારે છે. જ્યાં પહેલી સીઝન શાનદાર હતી ત્યાં નવી સીઝનમાં લોકોને કંઈક ઓછું આવી રહ્યું છે. આગલી સીઝનમાં અમુક વસ્તુનો અંદાજ લગાવો મુશ્કેલ હતો, પણ જે આ સીઝનમાં હદ પાર કરી નાખી છે.

નવા પાત્રો
ગણેશ ગાયતોંડે, બંટી, પારુલકર, મેલકમ અને સરતાજ સિંહની ભૂમિકા છે, જેને આપણે પહેલી સીઝનમાં જોયા હતા. આ પાત્રો પહેલાથી જ શોમાં પોતાની અલગ જગ્યા બનાવી ચૂક્યા છે એટલે તેમને આગળ વધારે છે. જ્યારે નવા પાત્રને સ્થાપિત કરવા માટે મેકર્સે ઘણી મહેનત કરવી પડે છે. નવી સીઝનમાં આવેલા નવા પાત્રો સારા તો છે, પરંતુ તેના પર થોડી વધારે મહેનત કરવાની જરૂર છે, ખાસ કરીને કલ્કિ કોચલિને. આપણે બધાએ કલ્કિને સારી ભૂમિકા અને એક્ટિંગ કરતાં જોઈ છે.

રજનીતિક વિવાદ
આ વખતે મેકર્સે રાજનીતિક અને ન્યૂડિટી પર ખાસ વાત નથી કરી. સૈક્રેડ ગેમ્સ 1માં આપણે બધાએ મોટા-મોટા મુદ્દા જેવા બાબરી મસ્જિદ, રાજીવ ગાંધી અને શાહ બાનો કેસ, જાતિવાદ સાથે જોડાયેલા ઝઘડાં બધાની વાત કરી હતી. આ બધા સીક્વેન્સ પર ઘણા રાજનીતિક વિવાદ થયા હતા. કદાચ એજ કારણ છે કે સૈક્રેડ ગેમ્સ 2માં મેકર્સ પોલિટિકલ ઈશ્યૂઝને ખાલી ટચ કર્યું છે. તો બીજી સીઝનમાં આવ બધું બતાવા માટે ડરી ગયા હતા મેકર્સ. તેના કારણે શોમાં થોડી ઓછી મજા આવે છે.

ફિલ્મી સીન્સ
સૈક્રેડ ગેમ્સ 2ના સીન્સ પર તમે ધ્યાન આપ્યું હોય તો કેટલાક સીન કોપી કર્યા હોય તેમ લાગે છે. તેમાં ગાયતોંડેના પહેલા એપિસોડમાં બોટમાંથી ભાગવા માટે ઉપર આવવું અને પોતાને સમુદ્રની વચ્ચે સામેલ કરવો. આ સીન સલમાનની વોન્ટેડમાં પણ સામેલ હતો. એ ઉપરાંત કેટલાક સીન્સ જોઈને તમને ફિલ્મોની યાદ આવે છે. સૈક્રેડ ગેમ્સ 2 એક સારો શો છે. બધા એક્ટર્સે સારું પરફોમન્સ આપ્યું છે, જે ખરેખર વખાણ માગી લે છે.

Read Also

Related posts

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

સલમાન ખાનની આ હિરોઇન, 50 વર્ષની ઉંમરે પણ ફેશન રેસમાં મોટી હિરોઇનોને આપે છે ટક્કર

GSTV Desk

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!